Share Market : આ શેર ટૂંક સમયમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે, જાણો કેટલું મળશે ડિવિડન્ડ અને શું છે રેકોર્ડ ડેટ?
આજે અમે તમને એવા ત્રણ શેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નજીકના ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે. તમે તેમાં રોકાણ કરીને ડિવિડન્ડ મેળવી શકો છો.
Share Market : ડિવિડન્ડ(Dividends) એ વધારાની આવકનો સારો સ્ત્રોત છે. કંપનીની આવકના અમુક હિસ્સાને તેના શેરધારકોમાં વહેંચવાને ડિવિડન્ડ કહેવાય છે. શેરધારકોને કેટલું ડિવિડન્ડ મળશે તે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. ડિવિડન્ડને સરપ્લસ કમાણી કહેવામાં આવે છે કારણ કે તે શેરના ભાવ વધારાના ફાયદાઓથી અલગ છે. જો કે એવું કહેવાય છે કે બજારની અસ્થિરતાની ડિવિડન્ડ ચુકવતા શેર્સ પર વધુ અસર થતી નથી અને તેઓ આગળ વધતા રહે છે.
આજે અમે તમને એવા ત્રણ શેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નજીકના ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે. તમે તેમાં રોકાણ કરીને ડિવિડન્ડ મેળવી શકો છો. પરંતુ માત્ર ડિવિડન્ડ માટે શેર ખરીદવામાં સમજદારી નથી. કોઈપણ સ્ટોક ખરીદતા પહેલા ઘણી બધી બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. તેથી જો તમે આમાંથી કોઈપણ શેર ખરીદવા માંગતા હો તો પ્રમાણિત સલાહકારનો અભિપ્રાય અવશ્ય લેવો જોઈએ.
અલ્કેમ લેબોરેટરીઝ(Alkem Laboratories)
આ મિડ કેપ ફાર્મા કંપની 24મી ફેબ્રુઆરી 2022 (સંભવિત તારીખ) ના રોજ ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે. 4 ફેબ્રુઆરીએ યોજાયેલી આ જ કંપનીની બેઠકમાં રૂ.30 પ્રતિ શેરનું ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. રેકોર્ડ ડેટ 12 ફેબ્રુઆરી છે. હાલમાં શેર 10 ફેબ્રુઆરીના રોજ 3,૪૯૨ રૂપિયા પર બંધ થયો છે. કંપની તેના જેનરિક અને સ્પેશિયાલિટી ફાર્મા માટે જાણીતી છે.
NMDC
સરકાર સંચાલિત કંપનીએ 8 ફેબ્રુઆરીએ શેર દીઠ રૂ. 5.73નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે શેરધારકો 18 ફેબ્રુઆરીના રોજ ડીમેટ ખાતામાં આ શેર ધરાવે છે તેઓને આ ડિવિડન્ડ મળશે. આ ડિવિડન્ડ 25 ફેબ્રુઆરી અથવા તે પછી શેરધારકોના ખાતામાં જમા થશે. ગુરુવારે શેર રૂ. 159.3 પર બંધ થયો હતો. આ હિસાબે કંપનીનું રિટર્ન 3.59% છે.
CAMS
ટેક્નોલોજી આધારિત ફાઇનાન્શિયલ ઇન્ફ્રા કંપનીના બોર્ડે જાહેરાત કરી છે કે કંપની તેના શેરધારકોને શેર દીઠ રૂ. 10.75નું ડિવિડન્ડ ચૂકવશે. તેની રેકોર્ડ તારીખ 18 ફેબ્રુઆરી છે અને 25 ફેબ્રુઆરી અથવા તે પછી શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. આ કંપની ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરતી કંપનીઓને સેવાઓ પૂરી પાડે છે. તેમાં મોટા મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે.
નોંધ : અહેવાલનો હેતુ સ્ટોક્સ અંગે આપણે માહિતી આપવાનો છે. જો તમે આ શેર્સમાં રોકાણ કરવા માંગતા હોય તો પહેલા અધિકૃત આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી. રોકાણથી નફા કે નુકસાન માટે અહેવાલની કોઈ જવાબદારી રહેશે નહીં.
આ પણ વાંચો : Vedanta એ નફા પર 30 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી, કંપની કોર્પોરેટ માળખામાં ફેરફાર નહીં કરે
આ પણ વાંચો : LIC IPO : જાન્યુઆરીમાં જીવન વીમા કંપનીઓની નવી પ્રીમિયમ આવકમાં વધારો પરંતુ LICની આવકમાં ઘટાડો