AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio અને Allianz એ કરી ભાગીદારી, દેશમાં નવી શરૂ થશે રિઇન્શ્યોરન્સ કંપની; બન્નેનો 50:50 હિસ્સો

Jio Financial Services અને જર્મનીની Allianz એ ભારતમાં રિઇન્શ્યોરન્સ વ્યવસાય માટે એક નવું સંયુક્ત સાહસ બનાવ્યું છે. નવી કંપનીનું નામ Allianz Jio Reinsurance Limited રાખવામાં આવ્યું છે. બંને કંપની વચ્ચેનો હિસ્સો 50-50 ટકા રહેશે અને પ્રારંભિક રોકાણ રૂ. 2.50 લાખ કરવામાં આવ્યું છે.

Jio અને Allianz એ કરી ભાગીદારી, દેશમાં નવી શરૂ થશે રિઇન્શ્યોરન્સ કંપની; બન્નેનો 50:50 હિસ્સો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2025 | 2:52 PM
Share

Allianz Jio Reinsurance: ભારતમાં ઝડપથી વિકસી રહ્યેલા વીમા ક્ષેત્રમાં ઝંપલાવવા માટે જીઓ અને આલિયાન્ઝ ભેગા થયા છે. બન્નેએ ભેગા થઈને, Jio Financial Services Limited એ જર્મન કંપની Allianz સાથે મળીને એક નવી કંપની બનાવી છે. આ સંયુક્ત સાહસનું નામ Allianz Jio Reinsurance Limited રાખવામાં આવ્યું છે. આ કંપની ભારતમાં રિઇન્શ્યોરન્સનો વ્યવસાય કરશે. કંપનીને IRDA તરફથી NOC મળ્યું છે અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય તરફથી નોંધણી પણ મળી છે.

બન્ને કંપનીનો 50:50 હિસ્સો

Jio Financial અને Allianz એ સમાન હિસ્સા સાથે આ કંપની શરૂ કરી છે. આ માટે રૂ. 2.50 લાખનું પ્રારંભિક રોકાણ કરવામાં આવ્યું છે. કંપનીએ 25 હજાર ઇક્વિટી શેર ઈસ્યું કર્યા છે જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. બંને કંપનીઓ પાસે 50-50 ટકા હિસ્સો હશે.

આ કરાર જુલાઈમાં થયો

બંને કંપનીઓએ 18 જુલાઈએ આ ભાગીદારીની જાહેરાત કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે, આ સંયુક્ત સાહસ ભારતના ઉભરતા વીમા બજારમાં વધતી જતી માંગને પૂર્ણ કરશે. કરાર પછી, કંપનીએ હવે સત્તાવાર રીતે કામ શરૂ કરી દીધું છે. આલિયાન્ઝ કંપનીને વૈશ્વિક સ્તરે વીમા અને પુનર્વીમાનો લાંબો અનુભવ છે. બીજી તરફ, જિયો ફાઇનાન્શિયલ પાસે ભારતમાં ઊંડી સ્થાનિક પકડ અને મજબૂત ડિજિટલ નેટવર્ક છે. બંનેની ભાગીદારીથી ગ્રાહકોને વધુ સારી સેવાઓ મળશે.

આલિયાન્ઝનું ભારતીય બજાર સાથે જોડાણ

આલિયાન્ઝ છેલ્લા 25 વર્ષથી ભારતમાં પુનર્વીમા સેવાઓ પૂરી પાડી રહ્યું છે. આ નવી ભાગીદારી તેની હાજરીને વધુ મજબૂત બનાવશે. કંપની ભારતીય બજારમાં તેના વૈશ્વિક નેટવર્ક, કિંમત નિર્ધારણ અને જોખમ વ્યવસ્થાપન અનુભવનો ઉપયોગ કરશે.

બજાજ ફિનસર્વથી અલગ થયા પછી નવો રસ્તો

આ ભાગીદારીના થોડા સમય પહેલા, આલિયાન્ઝે બજાજ ફિનસર્વ સાથેની તેની જૂની ભાગીદારીનો અંત લાવવામાં આવ્યો. હવે Jio Financial સાથે એક નવું સંયુક્ત સાહસ બનાવીને, કંપનીએ ભારતીય બજારમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવા તરફ એક પગલું ભર્યું છે.

વીમા ક્ષેત્રને લગતા નિયમન કરતી ઈરડા હોય કે સામાન્ય વીમા, આરોગ્ય વીમા કે વ્હીકલ વીમા. વીમાને લગતા તમામ પ્રકારના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">