AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Refund : તમારા ખાતામાં રિફંડ જમા થયું હોવાનો મેસેજ તમને મળ્યો કે નહીં? સરકારે કહ્યું સાવચેતી રાખજો નહીંતર રાતાપાણીએ રડવાનો વારો આવશે

Income Tax Refund : જે લોકોએ 31 જુલાઈ પહેલા ઈન્કમ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કર્યું છે તેઓ હવે રિફંડની રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોને આશા છે કે તેઓએ તેમની આવક કરતા વધુ ટેક્સ ભર્યો છે. આ સ્થિતિમાં રિફંડની રકમ તેમના ખાતામાં ચોક્કસપણે આવશે.

Income Tax Refund : તમારા ખાતામાં રિફંડ જમા થયું હોવાનો મેસેજ તમને મળ્યો કે નહીં? સરકારે કહ્યું સાવચેતી રાખજો નહીંતર રાતાપાણીએ રડવાનો વારો આવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 7:35 AM
Share

Income Tax Refund : જે લોકોએ 31 જુલાઈ પહેલા ઈન્કમ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કર્યું છે તેઓ હવે રિફંડની રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોને આશા છે કે તેઓએ તેમની આવક કરતા વધુ ટેક્સ ભર્યો છે. આ સ્થિતિમાં રિફંડની રકમ તેમના ખાતામાં ચોક્કસપણે આવશે. આવી સ્થિતિમાં તેઓ વારંવાર મોબાઈલ પર બેસલ ક્રેડિટનો મેસેજ ચેક કરી રહ્યા છે.

Income Tax Refund નો મેસેજ મોકલાઈ રહ્યો છે

આ સામે એવા લોકો માટે એક ખૂબ જ ઉપયોગી સમાચાર છે અને દરેકે તેને વાંચવા જ જોઈએ. નહિંતર તમે પણ છેતરપિંડીનો શિકાર બની શકો છો.  મેસેજ  લોકોને મળી રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાતામાં 15,490 રૂપિયા રિફંડની રકમ મળી ગઈ છે.એક ક્લિક સાથે આ ખાતામાં મોટા ફેરફાર થઇ જવાની શક્યતા છે.

આ રિફંડ મેળવવા માટે, તમારે તમારી બેંક પાસબુકની ચકાસણી કરવી પડશે. જો તમને પણ તમારા મોબાઈલ પર આવો મેસેજ આવ્યો હોય તો તમે આનો કોઈ જવાબ ન આપો, નહીં તો તમે ઠગાઈનો શિકાર બની શકો છો કારણ કે આ મેસેજ આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવ્યો નથી.

મેસેજ મળે તો શું કરવું?

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ તેની હકીકત તપાસમાં આ સંદેશને ઠગાઈ કરવાનો પેતરો ગણાવ્યો છે. PIBએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું છે કે એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમારા એકાઉન્ટમાં 15,490 રૂપિયાનું ITR રિફંડ મંજૂર કરવામાં આવ્યું છે. હવે આ રકમ તમારા એકાઉન્ટ નંબર 5xxxxx6755માં જમા થશે. પીઆઈબીના જણાવ્યા અનુસાર આ ફેક મેસેજ છે. કરદાતાઓએ આ બાબતે સાવચેત રહેવું જોઈએ. જો તમને આવો મેસેજ મળ્યો હોય તો સાવધાન થઈ જાવ. આનો કોઈ જવાબ આપશો નહીં.

તમને આવકવેરા રિફંડ માટે ક્યારેય કોઈ લિંક મોકલાશે નહીં

જો તમારી પાસે કોઈ રિફંડ બાકી છે, તો આવકવેરા વિભાગ તમને રિફંડ માટે ક્યારેય કોઈ લિંક મોકલશે નહીં. ખાસ કરીને કરદાતાઓએ આ અંગે જાગૃત રહેવું જોઈએ. ઉપરાંત, કરદાતાઓએ ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી એવી વેબસાઇટ્સ પર શેર કરવાનું ટાળવું જોઈએ કે જેના પર તમને SMS દ્વારા લિંક મોકલવામાં આવે છે. કારણ કે તે તમારા કાર્ડની માહિતી ચોરી કરવા માટે એક પ્રકારની ફિશિંગ સ્કીમ પણ હોઈ શકે છે. આમ છતાં આવકવેરા વિભાગ મેલ દ્વારા વ્યક્તિગત માહિતીની વિગતો માંગતું નથી. ઉપરાંત, તે પિન નંબર, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા બેંકિંગ વ્યવહારો સંબંધિત માહિતી માંગતો મેઇલ મોકલતો નથી.

g clip-path="url(#clip0_868_265)">