AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળ સમેટાઈ, ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથે મળેલી બેઠક બાદ વકીલ પ્રતિનિધિઓની જાહેરાત

રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળ સમેટાઈ, ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથે મળેલી બેઠક બાદ વકીલ પ્રતિનિધિઓની જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2026 | 9:44 PM
Share

રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથેની મંત્રણા બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને થયેલી બેઠકમાં ન્યાયતંત્રની સત્તાઓ પરત કરવા સહિતની ખાતરીઓ મળતા વકીલો સંતુષ્ટ થયા છે અને આવતીકાલથી કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલશે.

ગુજરાતભરમાં બે દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે અંત આવી ગયો છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. ભાડા વિધેયક 2026ના મુદ્દે સરકાર અને વકીલ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના સભ્યો અને સ્મોલ કોઝ કોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સરકાર તરફથી ન્યાયતંત્ર પાસેથી લેવામાં આવેલી તમામ સત્તાઓ પરત આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, આગામી દસ દિવસમાં આ કામ પૂર્ણ કરવાની ખાતરી પણ અપાઈ છે. આ ઉપરાંત, આવતીકાલ સાંજ સુધીમાં પાંચ સભ્યોની વિશેષ કમિટીની રચના પણ કરવામાં આવશે.

સરકાર દ્વારા અપાયેલી આ ખાતરીઓથી વકીલ પ્રતિનિધિઓ સંતુષ્ટ થયા છે. આ જાહેરાત બાદ આવતીકાલથી રાજ્યભરની કોર્ટમાં કામગીરી રાબેતા મુજબ શરૂ થવાની આશા છે, જેનાથી કોર્ટના કામકાજ પર પડેલી અસર દૂર થશે. વકીલોની હડતાળને પગલે કોર્ટની કામગીરી પર વ્યાપક અસર પડી હતી, જેના પરિણામે અનેક કેસોની સુનાવણી અટકી પડી હતી અને ન્યાય ઝંખતા નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હડતાળ સમાપ્ત થતાં, ન્યાયિક પ્રક્રિયા ઝડપથી સામાન્ય બનશે. જોકે, સરકારનું આશ્વાસન કયા સ્વરૂપમાં અમલમાં આવશે, ભાડા વિધેયકને લઈને વકીલોની મુખ્ય માંગણીઓ કેટલી હદે સ્વીકારવામાં આવી છે અને આ વિવાદનો સંપૂર્ણ અંત આવ્યો છે કે ભવિષ્યમાં નવી ચર્ચાઓ થશે, તે જોવું રહ્યુ.

Input Credit- Ronak Varma-Ahmedabad

Sanatan Dharm: કળિયુગના અંત પહેલા પૃથ્વી પર શું થશે?- જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ભવિષ્યવાણીઓ

Published on: Oct 06, 2026 09:44 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">