Breaking News: સ્મૃતિ મંધાના બની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન, BCCIએ કરી જાહેરાત
BCCIએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI અને T20I ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી. જ્યારે હરમનપ્રીત કૌર હવે ફક્ત ટેસ્ટ ટીમનું જ નેતૃત્વ કરશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે. BCCIએ ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સ્મૃતિ મંધાનાએ લાંબા સમય સુધી મહિલા ટીમના વાઇસ-કેપ્ટન તરીકે સેવા આપી હતી. સ્મૃતિ મંધાના હરમનપ્રીત પાસેથી શીખી અને તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન
સ્મૃતિ મંધાનાએ અગાઉ પોતાની કેપ્ટનશીપ કૌશલ્ય સાબિત કરી છે. તેણીએ 2024 અને 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને મહિલા પ્રીમિયર લીગ WPL ટાઇટલ જીતાડયું હતું. સ્મૃતિ મંધાના 2013 થી ભારતીય ટીમનો ભાગ છે અને કપ્તાનીનો તેણે નોંધપાત્ર અનુભવ છે. સ્મૃતિ મંધાનાને ODI અને T20I માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેણીએ અગાઉ 18 T20I અને ચાર ODI માં ટીમનું નેતૃત્વ કર્યું છે.
A dawn of a new era ✨
Smriti Mandhana takes charge as the Captain of the Indian Women’s cricket team
Go well, Captain
More details ▶️ https://t.co/tbLb4jOiCn
#TeamIndia | @mandhana_smriti https://t.co/27AxmrUhKt
— BCCI (@BCCI) October 6, 2026
મંધાનાને કેપ્ટન કેમ બનાવવામાં આવી?
BCCIના પ્રમુખ મિથુન મિન્હાસ અને સેક્રેટરી જયદીપ સૈકિયાએ પણ મંધાનાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનું કારણ સમજાવ્યું. BCCIના પ્રમુખ મિથુન મન્હાસે કહ્યું કે તેમને મંધાનાની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને તેણીએ પોતાને સાબિત કરી છે. મિથુન મિન્હાસે કહ્યું, “હું સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપું છું. તે ઘણા વર્ષોથી ભારતીય ક્રિકેટનો અભિન્ન ભાગ રહી છે અને તેણીએ સતત તેની કેપ્ટનશિપ ક્ષમતા સાબિત કરી છે.”
BCCIને સ્મૃતિ પર વિશ્વાસ
સ્મૃતિ મંધાનામાં વિશ્વાસ વ્યક્ત કરતા BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું, “આ મહત્વપૂર્ણ જવાબદારી બદલ સ્મૃતિને હાર્દિક અભિનંદન. તે ભારતીય ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાંની એક બની ગઈ છે અને ભારતીય મહિલા ક્રિકેટની સફરમાં ઘણી મહત્વપૂર્ણ ક્ષણોનો ભાગ રહી છે. તે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું મહત્વ સમજે છે અને મને વિશ્વાસ છે કે તે કેપ્ટન તરીકે આ ભૂમિકા સારી રીતે નિભાવશે.”
