શું ચીનના કારણે સોનુ થઈ રહ્યું છે મોંઘુ? કેમ આવી રહ્યો છે ભાવમાં આટલો ઉછાળો, જાણો અસલી કારણ

વિદેશી બજારમાં પણ સોનું રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે સોનાના ભાવમાં આટલા ઉછાળો કેમ આવી રહ્યો છે? આનું એક કારણ એ છે ચીન છે જાણો અહીં

શું ચીનના કારણે સોનુ થઈ રહ્યું છે મોંઘુ? કેમ આવી રહ્યો છે ભાવમાં આટલો ઉછાળો, જાણો અસલી કારણ
Is gold becoming expensive because of China
Follow Us:
| Updated on: Apr 11, 2024 | 12:05 PM

સોનાના ભાવે તો માજા મુકી છે. સોનું અને ચાંદી રોજ નાવા નવા રેકોર્ડ સ્તર વટાવી રહ્યું છે. બુધવારે સતત ત્રીજા સત્રમાં સોનું નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતુ. તેજીના આ સમયગાળા વચ્ચે સોનાની કિંમત પહેલીવાર 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.મંગળવારે આ રેકોર્ડ 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. એ જ રીતે ચાંદીનો ભાવ રૂ. 200 વધીને રૂ. 84,700 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

ચીનના કારણે ભારતમાં મોંઘુ થયું સોનુ?

વિદેશી બજારમાં પણ સોનું રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે સોનાના ભાવમાં આટલા ઉછાળો કેમ આવી રહ્યો છે? આનું એક કારણ એ છે ચીન ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો તેમના રિઝર્વમાં સોનાનો સ્ટોક વધારી રહી છે. તેમાં આરબીઆઈ અને સેન્ટ્રલ બેંક ઓફ ચાઈના પણ સામેલ છે. ચીન ભારતમાંથી મોટી માત્રામાં સોનાની ખરીદી કરી રહી છે. તમને જણાવી દઈએ કે ચીનની સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરીમાં 12 ટન સોનું ખરીદ્યું હતું અને માર્ચમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. પીપલ્સ બેંક ઓફ ચાઈના સતત 17 મહિનાથી સોનાની ખરીદી કરી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમતમાં રેકોર્ડ વધારો થવા પાછળ આ એક મોટું કારણ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

(VIDEO CREDIT – @dwhindi) 

ચીન કેમ મોટી માત્રામાં ખરીદી રહ્યું છે સોનુ?

પહેલી વાર સોનાનો ભાવ 71 હજાર પાર પહોંચી ગયો છે.તેની પાછળનું કારણ છે ચીનનું ભારી માત્રામાં સોનુ ખરીદવું. તમને જણાવી દઈએ કે ચીને છેલ્લા 16 મહિનામાં ત્યાની બેન્ક PVCએ 225 મેટ્રીક ટન સોનુ ખરીદ્યુ છે જે દુનિયાની તમામ સેન્ટ્રલ બેન્કો ધ્વારા ખરીદેલ 1/4 ભાગનું છે. ચીનની બેન્કમાં હાલ 2257 ટન સોનું છે. જાણકારી મુજબ ચીને આ સોનું વેપાર માટે અમેરિકી ડોલર પર પોતાની નીર્ભરતા ઓછી કરવા તેમજ અમેરિકાના 3 દશકથી વધુ સમયના આર્થીક પ્રભુત્વને ચુનોતી આપવા આટલું સોનું ખરીદી રહ્યું છે.

નિષ્ણાતો કહે છે કે ડૉલરની ઘટતી ખરીદશક્તિ સામે રક્ષણ મેળવવા માટે સોનું શ્રેષ્ઠ વિકલ્પ છે. છેલ્લા 110 વર્ષથી આવું થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે. ચલણ અને અર્થવ્યવસ્થા જોખમમાં હોય ત્યારે પણ કેન્દ્રીય બેંકો મોટા પાયે સોનું ખરીદે છે. અમેરિકા, ચીન અને યુરોપના ઘણા દેશોમાં મંદીની શક્યતા છે. ખાસ કરીને ચીન આર્થિક મોરચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જો કે, સોનાના ભંડારની બાબતમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. તેમની તિજોરીમાં લગભગ 8,133 ટન સોનું છે. આ પછી જર્મની, ઈટાલી, ફ્રાન્સ, રશિયા, ચીન, સ્વિત્ઝર્લેન્ડ અને ભારત છે. આરબીઆઈએ આ વર્ષે લગભગ 13 ટન સોનું ખરીદ્યું છે અને તેની પાસે 817 ટન ગોલ્ડ રિઝર્વ છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">