Niva Bupa Health Insurance Company Ltd જે અગાઉ Max Bupa Heath Insurance Company Ltd તરીકે જાણીતી હતી તેણે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ એટલેકે IPO દ્વારા રૂપિયા 3,000 કરોડ એકત્ર કરવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં અરજી દાખલ કરી છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ સૂચિત IPOમાં રૂપિયા 800 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર અને રોકાણકાર શેરધારકો દ્વારા રૂપિયા 2,200 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
OFS હેઠળ રોકાણકાર Fettle Tone LLP રૂપિયા 1,880 કરોડના શેરનું વેચાણ કરશે અને પ્રમોટર બૂપા સિંગાપોર હોલ્ડિંગ્સ રૂપિયા 320 કરોડના શેરનું વેચાણ કરશે. નિવા બુપા બુપાની બહુમતી માલિકીની છે જે યુ.કે.માં સ્થિત મુખ્ય મથક ધરાવતી આંતરરાષ્ટ્રીય હેલ્થ કેર કંપની છે.
હાલમાં, Bupa Singapore Holdings 62.27 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે Fatal Tone LLP વીમા કંપનીમાં 27.86 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ શનિવારે ફાઈલ કરેલા તેના ડ્રાફ્ટ પેપર્સમાં જણાવ્યું હતું કે તે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટના ભાગ રૂપે રૂપિયા 160 કરોડ સુધીની સિક્યોરિટીઝ જારી કરવાનું વિચારી શકે છે. જો આવી પ્લેસમેન્ટ પૂર્ણ થઈ જશે તો નવા ઈશ્યુનું કદ ઘટશે.
કંપની તાજા ઇશ્યૂમાંથી રૂપિયા 625 કરોડની ચોખ્ખી આવકનો ઉપયોગ સોલ્વન્સી સ્તરને મજબૂત કરવા માટે તેના મૂડી આધારને વધારવા માટે કરશે, ઉપરાંત એક ભાગનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની પછી આઈપીઓ લોન્ચ કરનારી આ બીજી સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની હશે. નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની એ FY2024માં ₹5,499.43 કરોડના ગ્રોસ ડાયરેક્ટ પ્રિમિયમ્સ લેખિત પ્રીમિયમ (GDPI) સાથે ભારતમાં અગ્રણી સ્ટેન્ડઅલોન રિટેલ હેલ્થ ઈન્સ્યોરન્સ (SAHI) પૈકીની એક છે.
ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
આ પણ વાંચો : ફાઈનલ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ નતાશાને વીડિયો કોલ કર્યો? ફોટો વાયરલ થયા બાદ પેચ-અપની ચર્ચા શરૂ
Published On - 7:07 am, Tue, 2 July 24