ઓગસ્ટમાં નિકાસમાં આવ્યો લગભગ 46 ટકાનો ઉછાળો, તેમ છતાં વેપાર ખોટ 4 મહિનાની ઉંચી સપાટીએ

|

Sep 15, 2021 | 12:04 AM

India Export in August: ઓગસ્ટ મહિનામાં દેશની નિકાસ લગભગ 46 ટકાના ઉછાળા સાથે 33.28 અબજ ડોલર રહી હતી. ઉંચી નિકાસને કારણે વ્યાપાર ખાધ ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી છે.

ઓગસ્ટમાં નિકાસમાં આવ્યો લગભગ 46 ટકાનો ઉછાળો, તેમ છતાં વેપાર ખોટ 4 મહિનાની ઉંચી સપાટીએ
ઓગસ્ટમાં તેલની આયાતમાં 80.64 ટકાનો ઉછાળો નોંધાયો છે.

Follow us on

India Export and Import in August: ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં 45.76 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગયા મહિને ભારતની કુલ નિકાસ  33.28 અરબ ડોલર હતી. આ નિકાસમાં એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સનું ભારે યોગદાન છે. જો કે ગયા મહિને આયાતમાં વધારો થવાને કારણે વેપાર ખાધ 4 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી હતી અને 13.81 અરબ ડોલર રહી હતી.

 

ઓગસ્ટમાં કુલ આયાતમાં 51.72 ટકાનો ઉછાળો આવ્યો હતો અને આ આંકડો 47.09 અરબ ડોલર હતો. ઓગસ્ટ 2020માં દેશની કુલ આયાત 31.03 અરબ ડોલર હતી. વાણિજ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઓગસ્ટ 2020માં દેશની વેપાર ખાધ (trade deficit) 8.2 અરબ ડોલર હતી, જે વધીને 13.81 અરબ ડોલર થઈ ગઈ છે. એપ્રિલ 2021માં દેશની વેપાર ખાધ 15.10 અબજ ડોલર હતી અને તેના પછી આ સૌથી વધુ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

એપ્રિલ-ઓગસ્ટ વચ્ચે વેપાર ખાધ 55.54 અરબ ડોલર

વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ વચ્ચે કુલ વેપાર ખાધ 55.54 અરબ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 23.35 અરબ ડોલર હતી. એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન કુલ નિકાસમાં 67.33 ટકાની વૃદ્ધિ નોંધાઈ અને 164.10 અરબ ડોલર રહી. આ દરમિયાન કુલ આયાત 80.89 ટકા વધીને  219.63 અરબ ડોલર થઈ.

 

તેલની આયાતમાં 81 ટકાનો ઉછાળો

ઓઈલની આયાત ઓગસ્ટમાં 80.64 ટકા વધી હતી અને 11.65 અરબ ડોલર થઈ હતી. સોનાની આયાતમાં પણ 82.48 ટકાનો વધારો નોંધાયો છે અને તે 6.75 અરબ ડોલર રહી.

 

ફ્રેટ સપોર્ટની જરૂરિયાત

આ તેજી અંગે નિકાસ સંગઠન FIEOના પૂર્વ પ્રેસિડેન્ટ એસ.કે. સર્રાફે જણાવ્યું હતું કે ભારત 400 અરબ ડોલરની નિકાસ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. તેમનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ લક્ષ્ય પ્રાપ્ત થશે. ફીયોના (FIEO) હાલના પ્રેસિડેન્ટ એ. સખ્તીવાલ દ્વારા 31 માર્ચ, 2022 સુધી સરકારને ફ્રેટ ચાર્જમાં મદદ કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સમયે ભાડામાં ઘણો વધારો થયો છે. આવી સ્થિતિમાં નિકાસને ટેકો આપવા માટે સરકારની મદદની જરૂર છે.

 

આ પણ વાંચો :  JINDAL GROUP ના આ સ્ટોકે 15 મહિનામાં 2700 ટકા રિટર્ન આપ્યું, ખોટ કરતી કંપનીના શેરમાં ઉછાળા પાછળ શું છે કારણ?

 

આ પણ વાંચો :  RBI Alert : તમારી એક ભૂલ Bank Account ખાલી કરી શકે છે ! જાણો કઈ રીતે છેતરપિંડીથી બચી શકાય

Next Article