Income Tax Rules : કરમુક્તિના લાભ માટે બોગસ દસ્તાવેજ બનાવનાર મુશ્કેલીમાં મુકાશે, AI ની મદદથી પેતરાબાજોને શોધી નોટિસ ફ્ટકારવાની શરૂઆત કરાઈ

|

Aug 01, 2023 | 11:27 AM

Income Tax Rules : આવકવેરા વિભાગે(Income Tax Department) એવા કરદાતાઓ પર વધુ કડકાઈ કરી છે જેઓ વધુ કર મુક્તિ માટે બનાવટી ભાડાની રસીદો અથવા અન્ય કોઈપણ બિલ ઉભા કરી રહ્યા છે. વિભાગ આવા લોકો પર કુલ ટેક્સના 200 ટકા સુધીનો દંડ(Penalty) લાદશે.

Income Tax Rules : કરમુક્તિના લાભ માટે બોગસ દસ્તાવેજ બનાવનાર મુશ્કેલીમાં મુકાશે, AI ની મદદથી પેતરાબાજોને શોધી નોટિસ ફ્ટકારવાની શરૂઆત કરાઈ

Follow us on

Income Tax Rules : આવકવેરા વિભાગે(Income Tax Department) એવા કરદાતાઓ પર વધુ કડકાઈ કરી છે જેઓ વધુ કર મુક્તિ માટે બનાવટી ભાડાની રસીદો અથવા અન્ય કોઈપણ બિલ ઉભા કરી રહ્યા છે. વિભાગ આવા લોકો પર કુલ ટેક્સના 200 ટકા સુધીનો દંડ(Penalty) લાદશે. આ સાથે તેમને નોટિસ પણ આપવામાં આવી રહી છે.

વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જમા ભાડાની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી રહી છે. તે અન્ય સ્ત્રોતોમાંથી મળેલી માહિતી સાથે પાન કાર્ડમાંથી મળેલી માહિતીની ખરાઈ કરી રહ્યો છે. આ કામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લેવામાં આવી રહી છે. આ કારણે દરેક કરદાતાના નાણાકીય વ્યવહારોની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video

 

 

1 લાખ સુધીના ભાડા પર ટેક્સ છૂટ

આવકવેરાના નિયમો હેઠળ, જો કોઈ પગારદાર વ્યક્તિ એક વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીના ભાડા પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. આ માટે તેણે તેના મકાનમાલિકનો પાન કાર્ડ નંબર આપવાની જરૂર નથી. વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે લોકો આ છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે અને નકલી રસીદો લગાવી રહ્યા છે.

છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન

રવિવાર સાંજ સુધીમાં નાણાકીય વર્ષ 2022-23 માટે છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષે 31 જુલાઈ સુધી ફાઈલ કરવામાં આવેલા આઈટીઆરના આંકડાને પાર કરી ગયો છે. આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે 30 જુલાઈના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 26.76 લાખ આઈટીઆર રવિવારે ફાઈલ કરવામાં આવ્યા હતા.

હવે દંડ સાથે ITR ફાઈલ કરવું પડશે

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે, જો તમે તમારું ITR ફાઈલ કર્યું છે અને તમારા રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો તમારું રિફંડ આગામી થોડા દિવસોમાં આવી જશે, પરંતુ કેટલાક કરદાતાઓ એવા હશે જેમણે તેમનું ITR પણ ફાઈલ કર્યું નથી. અને હવે જે રિફંડ બાકી હતું તે કેવી રીતે મેળવવું તે અંગે ટેન્શનમાં રહેશે, કારણ કે હવે તમારે મોડેથી ITR ફાઇલ કરવી પડશે તે પણ દંડ સાથે.

Next Article