INCOME TAX વિભાગે 26 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં 70120 કરોડ રિફંડ કર્યા , આ રીતે જાણો તમારા રિફંડની સ્થિતિ
આવકવેરા વિભાગનું કહેવું છે કે વિભાગ એવા કરદાતાઓ સાથે વાતચીત કરવાની પ્રક્રિયામાં છે કે જેમને આકારણી વર્ષ 2020-21 માટે હજુ સુધી રિફંડ મળ્યું નથી. આ માટે કરદાતાઓના પ્રતિભાવની જરૂર પડશે.
આવકવેરા વિભાગે(Income Tax Department) 26.09 લાખથી વધુ કરદાતાઓ (Taxpayers)ના ખાતામાં 70,120 કરોડ રૂપિયાના ITR રિફંડ(IT Refund) હેઠળ જારી કર્યા છે. IT વિભાગે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માં 1 એપ્રિલ, 2021 અને 6 સપ્ટેમ્બર, 2021 ની વચ્ચે રિફંડ જારી કર્યું છે. 24,70,612 વ્યક્તિગત મામલાઓમાં આવકવેરા વિભાગે 16,753 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું છે. તે જ સમયે 1,38,801 કેસોમાં રૂ .36,696 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ (CBDT) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
CBDT issues refunds of over Rs. 70,120 crore to more than 26.09 lakh taxpayers between 1st April, 2021 to 6th September, 2021. Income tax refunds of Rs. 16,753 crore have been issued in 24,70,612 cases &corporate tax refunds of Rs. 53,367 crore have been issued in 1,38,801 cases.
— Income Tax India (@IncomeTaxIndia) September 12, 2021
તમને જણાવી દઈએ કે CBDT એ આકારણી વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી વધારી દીધી છે. અગાઉ મે મહિનામાં CBDT એ ITR ફાઇલિંગની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી હતી, પરંતુ તે ફરી એકવાર લંબાવવામાં આવી છે.
રિફંડ ન મળવાના કારણો શું હોઈ શકે? આવકવેરા વિભાગનું કહેવું છે કે વિભાગ એવા કરદાતાઓ સાથે વાતચીત કરવાની પ્રક્રિયામાં છે કે જેમને આકારણી વર્ષ 2020-21 માટે હજુ સુધી રિફંડ મળ્યું નથી. આ માટે કરદાતાઓના પ્રતિભાવની જરૂર પડશે. વિભાગના જણાવ્યા અનુસાર મોટાભાગના કેસોમાં કલમ 245 હેઠળ વ્યવસ્થા અને બેંક ખાતાઓમાં માહિતી મેળ ન હોવાથી રિફંડની નિષ્ફળતા થઈ શકે છે.
આ રીતે તમારી રિફંડ સ્થિતિ તપાસો આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલા રિફંડની સ્થિતિ તપાસવા માટે તમે વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લઇ શકો છો. અહીં લોગીનન કર્યા પછી આવકવેરા રિફંડનો વિકલ્પ દેખાશે જ્યાં તમે સ્થિતિ ચકાસી શકો છો. જેમને અત્યાર સુધી રિફંડ મળ્યું નથી તેમના માટે વિભાગે એક એડવાઈઝરી પણ જારી કરી છે.
જાણો અગત્યની બાબત જો તમારી પ્રોફાઇલમાં ITR ની ચકાસણી કરવામાં આવી નથી, તો તમે તમારા આધારની મદદથી ફરીથી ચકાસણી માટે વિનંતી મોકલી શકો છો. અથવા તમે સહી કરેલા ITR-V ફોર્મ સ્પીડ પોસ્ટ દ્વારા આવકવેરા CPC ઓફિસમાં મોકલી શકો છો.
વિભાગે કહ્યું કે જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રિફંડની રકમ તમારા ખાતામાં આવશે નહીં. કરદાતાઓ CPC અથવા આકારણી અધિકારી પાસે ફરિયાદ અરજી દાખલ કરી શકે છે અને વિભાગને ITR ની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી શકે છે.
વિભાગનો દાવો છે કે આકારણી વર્ષ 2021-22 માટે ITR-1 અને 4 ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રિફંડની રકમ કરદાતાના ખાતામાં મોકલવામાં આવશે.
આ પણ વાંચો : સ્વદેશી Social Media એપ Koo આગામી એક વર્ષમાં મોટા પાયે નોકરી આપશે, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારાશે
આ પણ વાંચો : EPFO : કઈ રીતે જાણશો તમારા PF ખાતામાં કેટલું છે બેલેન્સ? આ 4 પદ્ધતિઓ થશે મદદરૂપ