AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : કઈ રીતે જાણશો તમારા PF ખાતામાં કેટલું છે બેલેન્સ? આ 4 પદ્ધતિઓ થશે મદદરૂપ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દિવાળી પહેલા 6 કરોડ કર્મચારીઓના PF ખાતામાં 8.5 ટકાના દરે વ્યાજ જમા કરી શકે છે.

EPFO  : કઈ રીતે જાણશો તમારા PF ખાતામાં કેટલું છે બેલેન્સ? આ 4 પદ્ધતિઓ થશે મદદરૂપ
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 2:46 PM
Share

જો તમે પણ નોકરી કરો ચો અને તમારો પીએફ કાપવામાં આવે છે તો તમે આ 4 રીતે તમારા પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ ચકાસી શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દિવાળી પહેલા 6 કરોડ કર્મચારીઓના PF ખાતામાં 8.5 ટકાના દરે વ્યાજ જમા કરી શકે છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2020 21 માં 8.5 ટકા વ્યાજ મળશે. તમે આ 4 રીતે ઘરે બેસીને તમારા પીએફ ખાતાનું બેલેન્સ ચકાસી શકો છો

1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.

2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો 1. ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો. 2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે. 3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો 4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે. 5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો 1. આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન (Unified Mobile Application for New-age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો. 2. હવે બીજા પેજ પર employee-centric services પર ક્લિક કરો. 3. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો 4. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો જો તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા PFની માહિતી મળશે. જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન( UAN), બેંક ખાતું, પાન(PAN) અને આધાર (AADHAR) ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

આ પણ વાંચો :  તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર

આ પણ વાંચો : IPO પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરમાં રોકાણ કરવું લાભદાયક કે નુકસાનકારક? જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">