AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે-ઓફિસે આવકવેરાના દરોડા

Hero MotoCorp Income Tax Raid: સમાચાર એજન્સી ANI દ્વારા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હીરો મોટરકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘર પર આવકવેરાના દરોડાની કાર્યવાહી ચાલુ છે. ઈન્કમટેક્સ ટીમના સર્ચ અભિયાનમાં, ઘર અને ઓફિસ બંને જગ્યાએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે-ઓફિસે આવકવેરાના દરોડા
Pawan Munjal, chairman of Hero MotoCorp (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 11:42 AM
Share

શેરબજારમાં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટમા મોટી કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલને ત્યાં આવકવેરાના દરોડા (Income tax raid) પડ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ (ANI) અનુસાર, આવકવેરા વિભાગની ટીમે, પવન મુંજાલના (Pawan Munjal) ગુડગાંવ સ્થિત ઓફિસ અને ઘર પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. Hero MotoCorp એ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની 40 થી વધુ દેશોમાં તેનો બિઝનેસ કરે છે. હીરો મોટોકોર્પ એશિયા, આફ્રિકા, અમેરિકા જેવા દેશોમાં પણ વ્યવસાય કરે છે. કેટલાક આંકડાઓ પરથી જ એ જાણી શકાય છે કે, ભારતીય ટુ-વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ કેટલી મોટી કંપની છે. ભારતમાં વેચાતા તમામ ટુ વ્હીલર્સમાંથી 50 ટકા ટુ વ્હીલર્સ હીરો મોટોકોર્પના વેચાઈ રહ્યાં છે.

હીરો મોટોકોર્પના શેર 2 ટકા નીચે

દરોડાના સમાચાર બાદ હીરો મોટોકોર્પના શેરમાં ભારે ઘટાડો થયો હતો. કંપનીના શેર રૂ. 2380 થી 2 ટકા નીચે આવી ગયો છે. ઓટો સેક્ટરની અન્ય કંપનીઓના શેર પર પણ દબાણમાં છે. મારુતિ, બજાજ ઓટો, ટીવીએસ મોટર 1.5 ટકા સુધી ગગડી ગયા છે.

હીરો મોટોકોર્પ સ્ટોક પ્રદર્શન

હીરો મોટોકોર્પનો સ્ટોક છેલ્લા એક સપ્તાહમાં 1 ટકા ઘટ્યો છે. છેલ્લા એક મહિનામાં 11 ટકા સ્ટોક તૂટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 4 ટકા નકારાત્મક વળતર આપ્યું છે. આ સિવાય માર્ચ 2021ની સરખામણીમાં માર્ચ 2022 સુધીના સમયગાળામાં સ્ટોકમાં 23 ટકાનો ઘટાડો થયો છે.

હીરો મોટોકોર્પની કમાણી

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં હીરો મોટરકોર્પ (Hero Motocorp) નો કુલ નફો 36.7 % ઘટીને રૂ. 686 કરોડ થયો છે. બરાબર એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં, હીરો મોટોકોર્પનો નફો 1084.47 કરોડ રૂપિયા હતો.

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ કામગીરીમાંથી રૂ. 7883 કરોડની કમાણી કરી હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 9776 કરોડ હતી. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીની કમાણી 19.4% ઘટી છે.

આ પણ વાંચોઃ

કરોડોનો ચૂનો ચોપડનાર ભાગેડુ કારોબારીઓ પાસેથી સરકારે 19 હજાર કરોડની વસુલાત કરી, નાણામંત્રીએ સંસદમાં જાહેર કરી માહિતી

આ પણ વાંચોઃ

સરકારી તિજોરીમાં 3.31 લાખ કરોડ રૂપિયા ઉમેરાયા, પેટ્રોલિયમ ઉત્પાદનોમાંથી ટેક્સ વસૂલાતમાં 24 ટકાનો થયો વધારો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">