Opening Bell : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 58416 સુધી ઉછળ્યો
શેરબજારમાં મંગળવારે વધારો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 696 પોઈન્ટ વધીને 57,989 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 197 પોઈન્ટ વધીને 17,315 પર બંધ થયો હતો.
Share Market : મજનુંત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)ની પણ આજે સારી શરૂઆત થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર નજરે પડી રહ્યા છે. ગઈકાલે પ્રારંભિક કારોબારમાં નરમાશ બાદ બજાર સારી સ્થિતિમાં બંધ થયું હતું. આજે Sensex છેલ્લા 57,989.30 ના બંધ સ્તર સામે 58,198.64 ઉપર ખુલ્યો હતો.મંગળવારે સેન્સેક્સ 696 પોઈન્ટ વધીને 57,989 પર બંધ થયો હતો. Nifty ની વાત કરીએ તો ઇન્ડેક્સ આજે17405 ઉપર ખુલ્યો હતો. સેન્સેક્સ 209 અને નિફટી 89 અંકના ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી. બંને ઇન્ડેક્સ 0.7 ટકાના વધારા સાથે કારોબાર આગળ વધારી રહ્યા છે.
વૈશ્વિક સંકેત સારા મળ્યા
એક દિવસની સુસ્તી બાદ આજે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. યુએસ બજારોમાં મજબૂત રિબાઉન્ડ જોવા મળ્યા છે. બેંક શેરોમાં ઉછાળાને કારણે બજારો વધારા સાથે બંધ થયા છે. દિવસની વધઘટ બાદ ડાઉ જોન્સ 250 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેકમાં 2 ટકા એટલે કે 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. IT શેરોએ યુએસ બજારોમાં આગેવાની લીધી હતી અને એનર્જી શેરોમાં સુસ્તી જોવા મળી હતી. યુરોપિયન બજારોની વાત કરીએ તો અહીં 0.5-1 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત એશિયન માર્કેટ પણ લીલા નિશાન ઉપર છે. SGX નિફ્ટી સારી સ્થિતિ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ ઈન્ડેક્સમાં 37 પોઈન્ટનો વધારો થયો છે.
આજે બજાર માટે નોંધપાત્ર બાબતો
- યુદ્ધ રોકવા માટે પુતિન અને મેક્રોન વચ્ચે ચર્ચા
- ડાઉ 250, નાસ્ડેક લગભગ 300 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો
- TCS બાયબેકમાં શેર ટેન્ડર માટે છેલ્લી તક
- લગભગ `8400 કરોડની સૈન્ય ખરીદીને લીલી ઝંડી
FII-DII ડેટા
22 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાં રૂ. 384.48 કરોડનું રોકાણ કર્યું હતું સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 602.05 કરોડનું રોકાણ કર્યું હતું.
છેલ્લા સત્રનો કારોબાર
શેરબજારમાં મંગળવારે વધારો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 696 પોઈન્ટ વધીને 57,989 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 197 પોઈન્ટ વધીને 17,315 પર બંધ થયો હતો. સપ્તાહના બીજા દિવસે બજાર મામૂલી વધારા સાથે ખુલ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડો લગભગ 12 વાગ્યા સુધી ચાલુ રહ્યો ત્યારબાદ તેમાં વધારો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 5 પોઈન્ટ વધીને 57297 પર અને નિફ્ટી 17120 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 58,052ની ઊંચી અને 56,930ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.