જો તમે Dairy ઉદ્યોગની આ 6 સમસ્યાનો હલ આપશો તો સરકારને તમને 10 લાખ રૂપિયા આપશે, જાણો વિગતવાર

|

Dec 16, 2021 | 9:20 PM

મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં 6 પડકારો રાખવામાં આવ્યા છે. દરેક ચેલેન્જમાં વિજેતાને રૂ. 10 લાખનું રોકડ ઇનામ મળશે અને ઉપવિજેતાને રૂ. 7 લાખનું રોકડ ઇનામ મળશે.

જો તમે Dairy ઉદ્યોગની આ 6 સમસ્યાનો હલ આપશો તો સરકારને તમને 10 લાખ રૂપિયા આપશે, જાણો વિગતવાર
Dairy Business

Follow us on

ડેરી ઉદ્યોગ(Dairy Business) એ ભારતમાં સૌથી મોટા રોજગાર પેદા કરતા ક્ષેત્રોમાંનું એક છે. સરકાર તેને પ્રોત્સાહન આપવા માટે સતત પગલાં લઈ રહી છે. સેક્ટરને વધુ સંગઠિત બનાવવા, નફો વધારવા અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગ માટે ખર્ચ ઘટાડવા માટે, સરકારે સ્ટાર્ટઅપ્સને સેક્ટર સાથે જોડવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે એક ખાસ સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં સ્ટાર્ટઅપ્સ પાસે 6 વિવિધ પડકારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે

આ સ્પર્ધા શું છે
ડેરી મંત્રાલયે ‘પશુપાલન સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ’ની બીજી આવૃત્તિ શરૂ કરી છે. મંત્રાલયના પ્રકાશન મુજબ તેનો ઉદ્દેશ્ય પશુપાલન અને ડેરી ક્ષેત્રને લગતી 6 મુખ્ય સમસ્યાઓના ઉકેલ માટે નવીન વિચારો શોધવાનો છે. આ ચેલેન્જની પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર 2019માં વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી હતી. આ ઝુંબેશની મદદથી સરકાર આધુનિક ટેક્નોલોજી પર કામ કરતા યુવા કારોબારીઓને સેક્ટરમાં આવવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે જેથી દેશમાં આવી ટેક્નોલોજી વિકસાવવામાં આવે જેનાથી તેની સાથે સંકળાયેલા લોકોના બિઝનેસનો ખર્ચ તો ઘટાડી શકાય. તેનાથી બંને પક્ષોને ફાયદો થશે. આ સાથે જ ઘણી મોંઘી ટેક્નોલોજી માટે ભારતની વિદેશો પરની નિર્ભરતા પણ ખતમ થઈ જશે.

પડકારો શું છે
ડેરી મંત્રાલયે પશુઓની સંખ્યા વધારવા, ઓળખ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, દૂધનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ગુણવત્તા સુધારવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા વગેરે જેવા પડકારો આપ્યા છે. પડકારોની સાથે, મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સમસ્યાઓના ઉકેલમાં કારોબારીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે. જો તમે પણ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છો અને કોઈ આઈડિયા પર કામ કરી રહ્યા છો, તો તમે www.startupindia.gov.in પર જઈને અરજી કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વિજેતાને શું મળશે
મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં 6 પડકારો રાખવામાં આવ્યા છે. દરેક ચેલેન્જમાં વિજેતાને રૂ. 10 લાખનું રોકડ ઇનામ મળશે અને ઉપવિજેતાને રૂ. 7 લાખનું રોકડ ઇનામ મળશે. આ સાથે તેમને સરકાર અને રોકાણકારો બંનેની સામે તેમના વિચારો મૂકવાનો મોકો પણ મળશે. આ બધાને વિકાસ માટે ઇન્ક્યુબેશનની તક મળશે જે 3 મહિનાની તૈયારી પછી 9 મહિના સુધી સ્ટાર્ટઅપની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. આ સાથે મંત્રાલય આ વિચારને આગળ વધારવા માટે નિષ્ણાતોની નિમણૂક પણ કરશે. સાથે જ આ ઈનોવેટર્સને ફંડ મેળવવામાં પણ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો:  સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવામાં આવતા ઈથેનોલ માટે GST ઘટાડ્યો, જાણો શું છે નવો દર

આ પણ વાંચો: ઈ-શ્રમ પોર્ટલ તૈયાર કરશે તમામ અસંગઠિત કામદારોનો ડેટાબેઝ, જાણો શું થશે ફાયદો

 

Next Article