AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI માં તમારુ ખાતું હોય તો આ સમાચાર તમારા માટે છે, નવો નિયમ મુજબ આટલીવાર રૂપિયા ઉપાડશો તો GST સાથેનો ચાર્જ લાગશે

SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ( SBI BSBD) એકાઉન્ટ ધારકો માટે નવો નિયમ અમલમાં આવી રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ સંબંધિત નવા નિયમો, આગામી 1 ઓક્ટોબરથી અમલમાં આવી રહ્યાં છે.

SBI માં તમારુ ખાતું હોય તો આ સમાચાર તમારા માટે છે, નવો નિયમ મુજબ આટલીવાર રૂપિયા ઉપાડશો તો GST સાથેનો ચાર્જ લાગશે
| Updated on: Aug 19, 2026 | 2:54 PM
Share

SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આ ખાતામાંથી રોકડ ઉપાડ સંબંધિત નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે. હવેથી, એટલે કે 1 ઓક્ટોબર 2026થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટમાં ચાર મફત માસિક ઉપાડની મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ, દરેક વધારાના વ્યવહાર પર ચાર્જ લાગુ થશે. ખાતા ધારકો માટે મહત્વની બાબત એ છે કે, નવા નિયમ હેઠળ, ડિજિટલ વ્યવહારોને પણ ચાર મફત ઉપાડની મર્યાદામાં સમાવવામાં આવશે.

1 ઓક્ટોબરથી અમલમાં આવનાર નવો નિયમ

SBI એ BSBD એકાઉન્ટ્સ માટેના સેવા શુલ્કમાં સુધારો કર્યો છે. બેંક અનુસાર, 1 ઓક્ટોબરથી મહિનાના પહેલા ચાર ઉપાડ મફત રહેશે. દરેક પછીના ઉપાડ પર રૂ. 15 વત્તા GST લાગુ થશે. બીજા શબ્દોમાં કહીએ તો, ગ્રાહકોએ પાંચમા અને ત્યાર બાદના કોઈપણ યોગ્ય નાણાકીય ઉપાડ માટેના વ્યવહાર માટે ફી ચૂકવવી પડશે.

અહીં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે, ડિજિટલ વ્યવહારોને પણ પહેલા ચાર મફત વ્યવહારોની ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જો કે આ મુક્તિ 1 ઓક્ટોબરથી લાગુ થતા નવા નિમયથી હવે દૂર કરવામાં આવી છે. નવા નિયમ હેઠળ, ડિજિટલ ચેનલો દ્વારા કરવામાં આવેલા સંબંધિત વ્યવહારોને પણ ચાર મફત વ્યવહારોની મર્યાદામાં ગણાશે.

અગાઉનો નિયમ શું હતો?

અગાઉ, જ્યારે BSBD ખાતામાં પ્રથમ ચાર મફત માસિક ઉપાડ કરતાં વધુ વ્યવહારો પર ₹15 વત્તા GST નો ચાર્જ લાગુ થતો હતો, ત્યારે ડિજિટલ વ્યવહારોને આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. SBI એ હવે આ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. 1 ઓક્ટોબરથી, ડિજિટલ વ્યવહારો પણ આ મર્યાદામાં સામેલ કરવામાં આવશે. તેથી, ગ્રાહકોએ આખા મહિના દરમિયાન તેમના વ્યવહારોનો ટ્રેક રાખવાની જરૂર છે.

4 મફત ઉપાડમાં કયા વ્યવહારોનો સમાવેશ થશે?

SBI અનુસાર, BSBD ખાતું દર મહિને ચાર મફત ઉપાડની સુવિધા આપે છે. આમાં સામેલ છે:

  • SBI ATM માંથી રોકડ ઉપાડ
  • અન્ય બેંકોના ATM માંથી રોકડ ઉપાડ
  • બેંક શાખાઓમાંથી રોકડ ઉપાડ
  • AEPS દ્વારા રોકડ વ્યવહારો

SBI નું BSBD ખાતું શું છે?

BSBD ખાતું અથવા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતું—એક મૂળભૂત બચત ખાતું છે. જે ખાસ કરીને બેંકિંગ સેવાઓને વ્યાપક ગ્રાહકો સુધી પહોંચાડવા અને લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂરિયાત વિના બચત કરવાની સુવિધા આપવા માટે રચાયેલ છે.

ગ્રાહકોએ આ ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. SBI અનુસાર, આ ખાતું ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે ઉપયોગી છે જેઓ સરળતાથી અને ઓછા ખર્ચે પ્રમાણભૂત બેંકિંગ સેવાઓ મેળવવા માંગે છે.

ATM ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય તો શું ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ગણાશે ?

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">