AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રીજા ક્વાર્ટરમાં ICICI બેન્કનો નફો 18.8% વધ્યો, આવકમાં પણ આવ્યો ઉછાળો

ખાનગી ક્ષેત્રની ICICI બેન્કે શનિવારે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 18.8 ટકા વધીને 6536.55 કરોડ રૂપિયા થયો છે.

ત્રીજા ક્વાર્ટરમાં ICICI બેન્કનો નફો 18.8% વધ્યો, આવકમાં પણ આવ્યો ઉછાળો
ICICI Bank
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 10:16 PM
Share

ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેન્કે (ICICI Bank) શનિવારે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 18.8 ટકા વધીને 6536.55 કરોડ રૂપિયા થયો છે. આ સમયગાળા દરમિયાન, બેંકની વ્યાજ ની ચોખ્ખીઆવક (NII) ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 9,912 કરોડ રૂપિયાની સરખામણીએ 23 ટકા વધીને 12,236 કરોડ રૂપિયા થઈ છે. બેંકે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના આંકડા આપ્યા છે. આ મુજબ, તેણે એક વર્ષ અગાઉ ઓક્ટોબર-ડિસેમ્બર 2020ના સમયગાળામાં 5,498.15 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ICICI બેન્કના જણાવ્યા અનુસાર, તેનો ટેક્સ પછીનો નફો સ્ટેન્ડઅલોન ધોરણે ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન 25 ટકા વધીને 6,194 કરોડ રૂપિયા થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2020માં તે 4,939.59 કરોડ રૂપિયા રહ્યો હતો.

બેંકની એનપીએમાં પણ આવ્યો સુધારો

બેંકે કહ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો નેટ એનપીએ રેશિયો ઘટીને 0.85 ટકા થયો છે. 31 માર્ચ 2014 પછી આ સૌથી નીચો છે. અગાઉના ક્વાર્ટરમાં તે 0.99 ટકા હતો. આ સમયગાળા દરમિયાન, તેની કુલ ફીમાં રિટેલ, બિઝનેસ બેંકિંગ અને SME ગ્રાહક ફીનો હિસ્સો લગભગ 76 ટકા રહ્યો.

બેંકે કહ્યું કે આ સમયગાળાના અંતે તેની કુલ થાપણો  10 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. બેંકની કુલ થાપણો વાર્ષિક ધોરણે 16 ટકા વધીને 10,17,467 કરોડ રૂપિયા થઈ છે. તાજેતરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં બેંકનો સરેરાશ CASA રેશિયો 45 ટકા રહ્યો છે. ICICI બેંકની બિન-વ્યાજ આવક વાર્ષિક ધોરણે 25 ટકા વધીને 4,899 કરોડ રૂપિયા થઈ છે, જે અગાઉ 3,921 કરોડ  રૂપિયા હતી. ફીની આવક વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 4,291 કરોડ રૂપિયા થઈ છે. છેલ્લી વખતે તે વાર્ષિક ધોરણે 3,601 કરોડ રૂપિયા પર રહી હતી.

UPI દ્વારા ટ્રાન્ઝેક્શન વધ્યું

બેંકે વધુમાં જણાવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવેલા વ્યવહારોનું મૂલ્ય એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળામાં થયેલા ટ્રાન્ઝેક્શનના મૂલ્ય કરતાં 2.2 ગણું હતું. અને આ અગાઉના ક્વાર્ટર કરતાં 34 ટકા વધુ છે.

આ સિવાય યસ બેંકે શનિવારે કહ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 77 ટકા વધીને 266 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં બેંકને 151 કરોડ રૂપિયાનો નફો થયો હતો. નિષ્ણાંતો અપેક્ષા રાખતા હતા કે બેંક ક્વાર્ટરમાં ખોટ કરશે. ક્વાર્ટર માટે બેંકની જોગવાઈઓ વાર્ષિક ધોરણે 82.1 ટકા ઘટીને  375 કરોડ રૂપિયા પહોચી છે. આ એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં 2089 કરોડ રૂપિયા પર રહી હતી.

આ પણ વાંચો : Budget 2022 : શેરબજારના રોકાણકાર માંગી રહ્યા છે TAX ના TRIPLE DOSE માંથી રાહત, જાણો શું છે માંગ

g clip-path="url(#clip0_868_265)">