WhatsApp દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરી શકાય? અનુસરો આ 5 સરળ સ્ટેપ્સ

|

Jul 26, 2024 | 8:05 AM

ITR Filing : ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે જેને ધ્યાનમાં રાખીને લોકોએ તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન  સમયસર ફાઈલ કરવું જોઈએ પરંતુ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.

WhatsApp દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરી શકાય? અનુસરો આ 5 સરળ સ્ટેપ્સ

Follow us on

ITR Filing : ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે જેને ધ્યાનમાં રાખીને લોકોએ તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન  સમયસર ફાઈલ કરવું જોઈએ પરંતુ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. ITR ફાઇલ કરતી વખતે કરદાતાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ વધતી જતી ટેક્નોલોજી સાથે આ કામ હવે સરળ બની ગયું છે.

જો કે આજે રિટર્ન ફાઈલ કરવાની ઘણી રીતો છે પરંતુ અહીં અમે તમને એક રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ખૂબ જ સ્માર્ટ રીતે રિટર્ન ફાઈલ કરી શકો છો. અહીં અમે તમને WhatsApp દ્વારા ટેક્સ રિટર્ન ભરવાની પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો.

ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ

ClearTaxએ આવી સુવિધા શરૂ કરી છે. ક્લિયરટેક્સના સ્થાપક અને સીઇઓ અર્ચિત ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સેવા હાલમાં ITR 1 અને ITR 4 ફોર્મને સપોર્ટ કરે છે જે મોટાભાગના ઓછી આવક ધરાવતા કરદાતાઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ITR1 અને ITR4 ફોર્મ ઉપલબ્ધ

ClearTaxની આ સુવિધા હાલમાં અંગ્રેજી, હિન્દી સહિત 10 ભારતીય ભાષા વિકલ્પો સાથે ઉપલબ્ધ છે જ્યાં ITR1 અને ITR4 ફોર્મ્સ પણ ઉપલબ્ધ છે.

WhatsApp દ્વારા તમે PAN કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો ની મદદથી તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો.

WhatsApp દ્વારા ITR ફાઈલ કરવાની પદ્ધતિ શું છે?

  1. ClearTax WhatsApp નંબર (+91 8951262134) સેવ કરો અને મેસેજ મોકલીને પ્રક્રિયા શરૂ કરો. ઉપલબ્ધ વિકલ્પોમાંથી તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  2. હવે તમારો PAN કાર્ડ નંબર આપો અથવા તમારું PAN કાર્ડ અપલોડ કરો.
  3. તમારો આધાર કાર્ડ નંબર આપો અને ઈ-મેલ એડ્રેસ દાખલ કરો.
  4. હવે યોગ્ય ITR ફોર્મ પસંદ કરો… હમણાં માટે સેવા ફક્ત ITR 1 અને ITR 4 માટે ઉપલબ્ધ છે.
  5. હવે ઈમેજ સહિતની જરૂરી માહિતી દાખલ કરો. આમાં વ્યક્તિગત વિગતો, આવકની વિગતો અને જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

ફોર્મની શ્રેણી કોના માટે છે?

જો તમે પેન્શન અથવા પગાર, સિંગલ હાઉસ પ્રોપર્ટીમાંથી આવક મેળવો છો તો તમે ITR-1 દ્વારા તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો. ITR-4 ફોર્મ HUF અને ભાગીદારી પેઢીઓને લાગુ પડે છે.

Published On - 8:04 am, Fri, 26 July 24

Next Article