High Return Stocks : આ શેરે 1 વર્ષમાં રોકાણકારોના નાણાં ડબલ કર્યા, 62 રૂપિયાનો સ્ટોક 400 સુધી પહોંચ્યો
Multibagger Stock : ઘણા શેરો રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. આવો જ એક સ્ટોક ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ(Triveni Turbine Ltd share)ના શેરનો છે જેણે માત્ર ત્રણ વર્ષમાં 550 ટકાથી વધુ વળતર(High Return Stocks) આપીને તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે.
Multibagger Stock : ઘણા શેરો રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. આવો જ એક સ્ટોક ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ(Triveni Turbine Ltd share)ના શેરનો છે જેણે માત્ર ત્રણ વર્ષમાં 550 ટકાથી વધુ વળતર(High Return Stocks) આપીને તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. પાવર સેક્ટર સાથે જોડાયેલી આ કંપની તેના રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી હતી. કારણ કે તેણે રોકાણકારોને અપેક્ષા કરતાં વધુ વળતર આપ્યું હતું.
31 જુલાઈ, 2021ના રોજ આ કંપનીનો એક શેર રૂપિયા 62.75 પર બંધ થયો હતો. જે બાદ આજે આ શેર 410 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્રિવેણી ટર્બાઇન લિમિટેડના આ શેરે માત્ર ત્રણ વર્ષમાં તેના રોકાણકારોને 550.79% નું મજબૂત વળતર આપ્યું છે.
કંપનીનું RSI શું છે?
ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ સ્ટોકના આરએસઆઈ એટલે કે relative strength index સંબંધિત શક્તિ સૂચકાંક વિશે વાત કરીએ તો તે માત્ર 50 પર છે. જે દર્શાવે છે કે કંપનીના શેર ન તો ઓવરસોલ્ડ થયા છે કે ન તો ઓવરબૉટ બિઝનેસ કરી રહ્યા છે. તેનો EBITA 0.8 છે. જેનો અર્થ છે એક વર્ષમાં ઓછી સ્થિરતા છે પરંતુ આ પછી પણ કંપનીએ તેના રોકાણકારોને સારું વળતર આપ્યું છે. આ કંપનીના શેરના ભાવ વિશે વાત કરીએ તો આ વર્ષના જૂન ક્વાર્ટરના અંત પછી કંપનીના સાત પ્રમોટરો પાસે 55.84 ટકા હિસ્સો છે અને બાકીનો 44.16 ટકા હિસ્સો 82,721 જાહેર શેરધારકો પાસે છે.
ચોખ્ખો નફો 50 ટકાથી વધુ વધ્યો
જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 58.81% વધીને રૂ. 60.75 કરોડ થયો છે. એક વર્ષ પહેલા, જૂન 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, ચોખ્ખો નફો રૂ. 266.49 કરોડ હતો. ગયા વર્ષે સમાન સમયગાળામાં, કંપનીની EPS 1.18 રૂપિયા નોંધાઈ હતી, જે હવે વધીને 1.91 રૂપિયા થઈ ગઈ છે.
આજે ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ ના શેર 398 પર ટ્રેડ થઈ રહ્યા છે. પાંચ વર્ષ પહેલા આ શેર રૂ. 117.10ના ભાવે ટ્રેડ થતા હતા. 31 જુલાઈ, 2020 ના રોજ, કંપનીના શેર રૂ.62.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. જેઓએ તે સમયે આ શેર્સમાં રોકાણ કર્યું હોત તો આજે તેઓને ઘણો નફો થયો છે.
ડિસ્ક્લેમર : શેરમાં રોકાણએ બજારના જોખમને આધીન હોય છે. શેરબજારમાં રોકાણ જવાબદારીપૂર્વક કરવાની અમારી સલાહ છે.