Gujarati NewsBusiness। GST to be increased in coming days due to ending of GST compensation
આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ
દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો આ જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે.
GST (Symbolic Image)
Follow us on
દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો(Finance Ministry) એક જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે. એટલે કે જૂન 2022 પછી રાજ્યોને GST વળતરના (GST Compensation) રૂપમાં દર વર્ષે મળનારી રકમ બંધ થઈ જશે. GST વળતરનો એ રીતે વિચાર કરો કે કેન્દ્ર સરકારે ગેરંટી આપી છે કે GST લાગુ થયા પછી ટેક્સમાંથી રાજ્યોની આવક દર વર્ષે ઓછામાં ઓછા 14 ટકા વધશે, જે કેન્દ્ર દ્વારા ભરવામાં આવશે. આ ખામીની ભરપાઈ કરવા માટેની એકમાત્ર રકમ વળતર છે.
એટલે કે જૂન પછી રાજ્યો પોતાના હાલ પર રહેશે. આ જ કારણ છે કે રાજ્યો સાથે આવીને કેન્દ્ર સરકાર પર વધુ બેથી પાંચ વર્ષ માટે વળતર વધારવા માટે દબાણ કરી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્ર પર દબાણ લાવવા માટે 17 રાજ્યોને પત્ર પણ લખ્યા હતા.આગામી મહિને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો વેગ પકડે તેવી પૂરી સંભાવના છે.
કેન્દ્ર સરકાર GST વળતરને આગળ વધારવાના મૂડમાં નથી.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં સ્પષ્ટ કર્યું હતું કે વળતર માત્ર પ્રથમ પાંચ વર્ષ માટે જ છે.તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે હાલમાં કેન્દ્ર સરકાર તેને આગળ વધારવાના મૂડમાં નથી.આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું કે કેન્દ્ર દ્વારા રાજ્યોને વળતર આપવા માટે લીધેલી લોનની ચૂકવણી કરવા માટે લાદવામાં આવેલ સેસ નાણાકીય વર્ષ 2026 સુધી લાગુ રહેશે.
વળતર પૂરું થયા પછી રાજ્યો GSTમાં ફેરફાર કરીને આવક વધારવાનો પ્રયાસ કરશે. મતલબ કે જીએસટીના દરમાં વધારવામાં આવે. તે તમામ કપાત પાછી ખેંચવામાં આવે, જે GST લાગુ થયા પછી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં પણ તે સરળ રહેશે નહીં. કારણ સ્પષ્ટ છે કે મોંઘવારી પહેલાથી જ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક માટે માથાનો દુખાવો છે. આવી સ્થિતિમાં જીએસટીના દરમાં વધારો કરવો એ આગમાં પેટ્રોલ ઉમેરવા સમાન છે. હાલમાં GSTનો સરેરાશ દર 11 ટકા છે. કેટલાક રાજ્યો તેને વધારીને 15 ટકા કરવાના પક્ષમાં છે.
કેરળના નાણાપ્રધાન કેએન બાલગોપાલે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના રાજ્યએ 25 વસ્તુઓની યાદી તૈયાર કરી છે, જેની કપાત કંપનીઓ દ્વારા ગ્રાહકોને આપવામાં આવી નથી. આ વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો થઈ શકે છે. જેમાં રેફ્રિજરેટર જેવી મોંઘી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. બાલગોપાલે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે 30 જૂન પછી પણ સરકાર મદદ કરશે, નહીં તો રાજ્ય મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે.