Gold Price Today : હોળીના અવસર પર સોનામાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. જો તમારે માર્ચ-એપ્રિલની લગ્નની સીઝન પહેલા સોનું ખરીદવું હોય તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. ફ્યુચર્સ માર્કેટમાં સોનું 55,000થી નીચે આવી ગયું છે. તે જ સમયે, તે દિલ્હી બુલિયન માર્કેટમાં 55,000 ની નજીક ચાલી રહ્યું છે. ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્પોટ સિલ્વરના ભાવમાં રૂ.2,000થી વધુનો ઘટાડો થયો છે. આજે ગુજરાતમાં સોનુ 56800 ની રેન્જમાં ટ્રેડ થઇ રહ્યું છે. ફરી એકવાર સસ્તું સોનુ ખરીદવાની તક આપવામાં આવી રહી છે. આ તક 6 માર્ચથી પાંચ દિવસ માટે એટલેકે 10 માર્ચ 2023 સુધી આપવામાં આવશે.
વાયદા બજારમાં આજે પણ સોનું ઘટાડા સાથે ખુલ્યું હતું. 9 માર્ચ 2023ના રોજ MCX સોનું ગુરુવારે સવારે ખૂલતાં રૂ. 79 અથવા 0.14% ઘટીને રૂ. 54,832 પર ખુલ્યું હતું. તેનો અગાઉનો બંધ રૂ. 54,911 હતો. સોનું જે આ વર્ષે રૂ. 58,800ની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું તે એક જ મહિનામાં રૂ.55,000ની નીચે આવી ગયું છે. તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી મેટલ અત્યાર સુધીમાં 4,000 રૂપિયા સસ્તી થઈ છે. આ સમયગાળા દરમિયાન ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના વાયદાના ભાવ રૂ. 204 અથવા 0.33% ઘટ્યા હતા અને મેટલ 61,613ના સ્તરે ખુલ્યું હતું. બુધવારે તે 61,817ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં કીમતી ધાતુના ભાવમાં ઘટાડા વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 615 ઘટીને રૂ. 55,095 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 55,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 2,285 ઘટીને રૂ. 62,025 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને $1,814 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી ઘટીને $20.05 પ્રતિ ઔંસ થયું હતું.
જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો, તો તમારા માટે એક ખાસ તક છે. આ સ્કીમમાં ફરી એકવાર સસ્તું સોનુ ખરીદવાની તક આપવામાં આવી રહી છે. આ તક 6 માર્ચથી પાંચ દિવસ માટે એટલેકે 10 માર્ચ 2023 સુધી આપવામાં આવશે. આ યોજના હેઠળ ગોલ્ડ બોન્ડની કિંમત 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.આ માટે ઈશ્યુની કિંમત 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. ચોક્કસ સંજોગોમાં કિંમત 56000 કરતા ઓછી પણ રાખવામાં આવી છે.