Gold price: આજે સોનું ફરી થયું સસ્તું, જાણો 10 ગ્રામનો દર, રોકાણકારો માટે આ રહી ખાસ ટિપ્સ

TV9 GUJARATI

|

Updated on: Aug 16, 2021 | 7:07 PM

Gold Silver Price: આજે સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. જો સોનામાં થોડો ઘટાડો જણાયો જ્યારે ચાંદીમાં 500 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સાથે જ જાણો રોકાણકારો માટે ખાસ ટિપ્સ.

Gold price: આજે સોનું ફરી થયું સસ્તું, જાણો 10 ગ્રામનો દર, રોકાણકારો માટે આ રહી ખાસ ટિપ્સ
Gold Price Today

Gold price:  અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં 505 રૂપિયાનો ભારે ઘટાડો થયો  હતો. સોનું 42 રૂપિયા ઘટીને 45,960 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું હતું. જ્યારે ચાંદી આજે ઘટીને  61,469 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના -ચાંદીના રેટ છેલ્લા 2 દિવસથી લગભગ સમાન જ રહ્યા છે. આજે સાંજે 4.25 વાગ્યે સોનું 1.20 ડોલરના ઘટાડા સાથે  1777 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર હતું. જ્યારે ચાંદી 23.52 ડોલર પ્રતિ આઉંસના સ્તરે હતી. સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે.

હાલમાં, એમસીએક્સ (MCX)  પર ઓક્ટોબર ડિલિવરી માટેનું સોનું રૂ .40 ઘટીને  રૂ. 46900 અને ડિસેમ્બર ડિલિવરી માટેનું સોનું રૂ .24 ઘટાડા સાથે રૂ .47070 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું.

ચાંદી પર આજે ભારે દબાણ

આજે ચાંદી પર ભારે દબાણ છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી 440 રૂપિયા ઘટીને 62798 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી 444 રૂપિયાના ઘટાડા સાથે 63521 ના ​​સ્તર પર ટ્રેડ કરી રહી હતી.

સોનાના રોકાણકારો માટે શું હશે સલાહ 

યુબીએસ ગ્રુપ (UBS Group)  દ્વારા સોનાના રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે કોરોના પછી આર્થિક સુધારો વેગ પકડી રહ્યો છે. અમેરીકી જોબ માર્કેટનું ડેટા અપેક્ષા કરતા વધુ સારી રીતે પરીણામ આવ્યું છે. આવી પરીસ્થિતિમાં ફેડરલ રિઝર્વ સમય પહેલા વ્યાજ વધારવાનું નક્કી કરી શકે છે.

યુબીએસ ગ્રુપના કોમોડિટી માર્કેટ નિષ્ણાતો કહે છે કે જો તમે ટેકનીકલ સ્થિતિમાં હોવ તો આ રોકાણમાંથી બહાર નીકળી જાઓ. જો તમે વ્યૂહાત્મક રીતે રોકાણ કર્યું છે, તો તેને હેજિંગ કરો. યુબીએસ ગ્રુપનો અંદાજ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $ 1600 અને ચાંદી $ 22 ના સ્તર પર આવી શકે છે. એનાથી ઊલ્ટું ગોલ્ડમૈન સૈક્શ કહે છે કે સોનું ફરી $ 2000 ના સ્તરે પહોંચશે.

ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવ

અત્યારે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે. તે +0.11%ના વધારા સાથે 92.612 ના સ્તરે છે. આ ઇન્ડેક્સ વિશ્વની અન્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે.

જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોના પર દબાણ વધે છે. યુએસ બોન્ડ યીલ્ડમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 10 વર્ષના બોન્ડ યીલ્ડ -1.43% ના ઘટાડા સાથે 1.278 ટકા છે. આ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં, ક્રૂડ ઓઇલ -1.39% ઘટીને $ 69.61 પ્રતિ બેરલ સ્તર પર હતું.

આ પણ વાંચો :  Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે સરક્યા, Gainer અને Loser Stocks ઉપર કરો એક નજર

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati