Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે સરક્યા, Gainer અને Loser Stocks ઉપર કરો એક નજર
આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર વધ્યા છે અને 15 શેરો લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. M&M અને ટાટા સ્ટીલનો શેર 1%થી વધુ વધ્યો છે. BSE પર 2,425 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 1,139 શેર વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યા છે
આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 55,479.74 અને નિફ્ટી 16,518.40 પર કારોબાર શરૂ કર્યો હતો. સેન્સેક્સ 55,514.૦૦ સુધી ઉપલા અને 55,332.57 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો તો નિફટી ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સ 16,550.75 ના ઉપલા અને16,499.20 ના નીચલા સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો
આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર વધ્યા છે અને 15 શેરો લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. M&M અને ટાટા સ્ટીલનો શેર 1%થી વધુ વધ્યો છે. BSE પર 2,425 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 1,139 શેર વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યા છે અને 1,192 શેર ઘટાડામાં દેખાઈ રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 240.23 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ શુક્રવારે સેન્સેક્સે 55,487.79 અને નિફ્ટીએ 16,543.60 ની રેકોર્ડ સપાટીને સ્પર્શી હતી.
સપ્તાહના પહેલા દિવસ માટે ગ્લોબલ સંકેત મિશ્ર જોવા મળ્યા છે. એશિયામાં NIKKEIની નબળી શરૂઆત રહી છે. SGX NIFTYમાં ફ્લેટ કારોબાર થઇ રહ્યો છે. Dow Futures પણ ઘટાડો દર્શાવે છે. જોકે DOW અને S&P 500 શુક્રવારે રેકોર્ડ ઉંચાઈએ બંધ થયા હતા.
કરો એક નજર પ્રારંભિક કારોબારના TOP GAINERS અને TOP LOSERS ઉપર
TOP GAINERS | ||||||
Company Name | High | Low | Last Price | Prev Close | Change | Gain |
Tata Steel | 1,498.30 | 1,472.20 | 1,475.85 | 1,461.65 | 14.2 | 0.97 |
Adani Ports | 716.45 | 702 | 710.55 | 704.15 | 6.4 | 0.91 |
ONGC | 118.35 | 114.75 | 117 | 116.1 | 0.9 | 0.78 |
M & M | 796.4 | 780.25 | 783.45 | 778.65 | 4.8 | 0.62 |
TCS | 3,494.35 | 3,436.50 | 3,484.00 | 3,463.40 | 20.6 | 0.59 |
TOP LOSERS | ||||||
Company Name | High | Low | Last Price | Prev Close | Change | Loss |
Bajaj Auto | 3,829.00 | 3,762.30 | 3,772.15 | 3,825.75 | -53.6 | -1.4 |
Power Grid | 184.3 | 182 | 182.2 | 184.75 | -2.55 | -1.38 |
Hindalco | 445.45 | 436.2 | 437.25 | 442.05 | -4.8 | -1.09 |
JSW Steel | 757 | 740.5 | 741.45 | 749.05 | -7.6 | -1.01 |
આ પણ વાંચો : Stock Update : Windlas Biotech અને Exxaro Tilesનું આજે લિસ્ટિંગ થશે, જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ
આ પણ વાંચો : NSE માં 5 મહિનામાં 50 લાખ રોકાણકાર રજીસ્ટર થયા, શેરબજારમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સ સંખ્યામાં નોંધપાત્ર વધારો