અદાણી ગ્રુપના શેરમાં આવ્યો ઉછાળો, અદાણી ગ્રુપની આ કંપની દેશની ટોપ-10 કંપનીઓમાં સામેલ, આજે 15 ટકાનો ઉછાળો

Adani Group: માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની નંબર વન કંપની છે. તે પછી આવે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, HDFC Bank, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી. અદાણી ગ્રીન હવે દસમા નંબરે પહોંચી ગઈ છે.

અદાણી ગ્રુપના શેરમાં આવ્યો ઉછાળો, અદાણી ગ્રુપની આ કંપની દેશની ટોપ-10 કંપનીઓમાં સામેલ, આજે 15 ટકાનો ઉછાળો
Gautam-Adani (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 6:34 PM

અદાણી ગ્રુપ (Adani Group)ની કંપનીઓનું પ્રદર્શન આ વર્ષે શાનદાર રહ્યું છે. આ જૂથની સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે અને આ સાત કંપનીઓએ છેલ્લા ત્રણ મહિનામાં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. આજે અદાણી ગ્રીનનો શેર લગભગ 15 ટકાના ઉછાળા સાથે રૂ. 2665 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 20 ટકા વધીને રૂ. 2786ના સ્તરે પહોંચી ગયો, જે 52 સપ્તાહનો નવો રેકોર્ડ છે. આજે અદાણી ગ્રીને (Adani Green) વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અદાણી ગ્રીન ભારતની ટોપ-10 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીએ એરટેલની માર્કેટ કેપને પાછળ છોડી દીધી છે.

NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર આજની તેજી બાદ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ વધીને 4.35 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આજે એરટેલનું માર્કેટ કેપ 4.16 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે. આ રીતે તે દેશની 10મી સૌથી મોટી કંપની બની. તે પહેલી કંપની છે જે નિફ્ટી-50માં સામેલ નથી, છતાં માર્કેટ કેપની દ્રષ્ટિએ તે દેશની ટોપ-10 કંપની છે.

આ છે દેશની ટોપ-10 કંપનીઓ

માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની નંબર વન કંપની છે. તે પછી આવે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, HDFC Bank, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી. અદાણી ગ્રીન હવે દસમા નંબરે પહોંચી ગઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અદાણી ગ્રુપને 2 બિલિયન ડોલરનું રોકાણ મળે છે

આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 26 ટકા, એક મહિનામાં 43 ટકા, ત્રણ મહિનામાં 70 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 100 ટકા વળતર આપ્યું છે. વાસ્તવમાં અબુ ધાબીની ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (International Holding Company)એ અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર એટલે કે 15 હજાર કરોડ રૂપિયાથી વધુનું ફંડ જમા કરવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપની આ ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝિસ છે. આ જાહેરાત બાદ આજે તેના શેરમાં વધારો નોંધાયો છે.

અદાણી ગ્રીનમાં 3,850 કરોડનું રોકાણ

ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં રૂ. 3850 કરોડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડમાં રૂ. 3850 કરોડનું રોકાણ કરશે. બાકીના રૂ. 7,700 કરોડનું રોકાણ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં કરવામાં આવશે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ અને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પાસે ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી અને એનર્જી ટ્રાન્સમિશન માટે મોટી યોજનાઓ છે. બંને કંપનીઓ વચ્ચે એક નવો સંબંધ શરૂ થયો છે. આવનારા સમયમાં અમે ભારતમાં સંયુક્ત આરબ અમીરાત પાસેથી રોકાણ વધવાની અપેક્ષા રાખીએ છીએ.

આ પણ વાંચો :Naagin 6 : ‘શેષ નાગિન’ પ્રથાના પિતાનો ખૂલ્યો સૌથી મોટો રાઝ, કોણ છે 5મો અસુર?

આ પણ વાંચો :બદમાશોએ પતિની સામે જ પત્ની પર દુષ્કર્મ કરવાનો કર્યો પ્રયાસ, વિરોધ કરતા પગ પર ડીઝલ નાખીને લગાવી દીધી આગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">