બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ

|

Nov 23, 2021 | 9:51 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું કે બેંકોના વિલફુલ ડિફોલ્ટરો પાસેથી એક એક પૈસો વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર લોનની ચુકવણીમાં ડિફોલ્ટરો વિરુદ્ધ કેસ આગળ વધારી રહી છે, પછી ભલે તે ભારતમાં હોય કે દેશની બહાર.

બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ
Finance Minister Nirmala Sitharaman (File Pic)

Follow us on

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) મંગળવારે કહ્યું કે બેંકોના વિલફુલ ડિફોલ્ટરો (Willful defaulter) પાસેથી એક એક પૈસો વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર લોનની ચુકવણીમાં ડિફોલ્ટરો વિરુદ્ધ કેસ આગળ વધારી રહી છે, પછી ભલે તે ભારતમાં હોય કે દેશની બહાર. તેમણે કહ્યું કે બેંકોમાંથી લીધેલા તમામ પૈસા પાછા લાવવામાં આવશે.

 

આ સિવાય સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે મળીને કામ કરી રહી છે, જેથી એ સુનિશ્ચિત કરવામાં આવે કે માત્ર વડાપ્રધાન વિકાસ પેકેજ જ નહીં, પરંતુ દરેક કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો લાભ કેન્દ્ર શાસિત પ્રદેશના લાભાર્થીઓને મળે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સેક્ટરમાં વૃદ્ધિની ગતિ દેશના અન્ય ભાગોની બરાબર હોય.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ડીફોલ્ટરોની સાથે – સાથે રકમ પણ લાવવામાં આવશેઃ સીતારમણ

નવી યોજનાઓની શરૂઆત બાદ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નાણામંત્રીએ આ વાત કહી. આ પ્રસંગે તેમણે લાભાર્થીઓને નાણાકીય સમાવેશ અને લોન મેળવવાની સરળતાના કાર્યક્રમ હેઠળના લાભો સંબંધિત આદેશ પત્રો સોંપ્યા હતા.

 

સીતારમણે કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીરમાં પારદર્શી રીતે વિવિધ કાર્યોને ઝડપી બનાવવા માટે તેના તમામ સંસાધનોનું ઉદારતાથી રોકાણ કરી રહી છે. તેમણે કહ્યું કે જો બેંકોમાં કોઈ ગડબડ થઈ છે અને લોન લેવામાં આવી છે અને અત્યાર સુધી ચૂકવવામાં આવી નથી તો તેમને વિશ્વાસ છે કે અમારી સિસ્ટમ ડિફોલ્ટરોની સાથે સાથે રકમ પણ પાછી લાવશે.

 

નાણામંત્રીએ કહ્યું કે આ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે અને જેઓ જાણી જોઈને લોનમાં ડિફોલ્ટ કરે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારે બેંકોની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ચિંતાનો વિષય હતો. NPA ઘટાડવા માટે 4Rs વ્યૂહરચના બનાવવામાં આવી હતી. આ હેઠળ આવી બેડ લોનને ઓળખવા, તેને ઉકેલવા, બેંકોમાં મૂડી ઠાલવવા અને સુધારાને આગળ ધપાવવાની પહેલ કરવામાં આવી હતી. તેના કારણે હકારાત્મક પરિણામો પણ આવ્યા હતા.

 

ડિફોલ્ટર્સની મિલકતો જપ્ત કરવામાં આવી: સીતારમણ

તમને જણાવી દઈએ કે સીતારમણ બે દિવસીય પ્રવાસ પર જમ્મુ-કાશ્મીર ગયા છે. તેઓ કાશ્મીરથી જમ્મુ આવ્યા હતા અને સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો જાણીજોઈને બેંકો પાસેથી લીધેલી લોન પરત નથી કરતા તેમની સામે સરકાર આ કેસને કડક રીતે આગળ વધારી રહી છે. તે ડિફોલ્ટર્સ ભારતમાં હોય કે દેશની બહાર, તેમની સામે કેસ આગળ વધારવામાં આવી રહ્યો છે.

 

સીતારમણે કહ્યું કે સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે બેંકોની જે લોન છે તે પરત ચુકવવામાં આવ્યુ નથી તેનો એક એક પૈસો વસુલવામાં આવશે. આ માટે આવા ડિફોલ્ટરોની મિલકતો એટેચ કરવામાં આવી છે અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેનું વેચાણ અથવા હરાજી કરવામાં આવી છે. આમાંથી જે પૈસા આવ્યા તે બેંકોને આપી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રીએ જમ્મુ અને કાશ્મીરના ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક વિકાસ માટે આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની પણ પ્રશંસા કરી હતી.

 

આ પણ વાંચો : જાણો શું હોય છે SPR, જેમાં નસીબ અજમાવા જઈ રહ્યા છે ભારત અને યુએસ સહિત ચાર દેશ

Next Article