જાણો શું હોય છે SPR, જેમાં નસીબ અજમાવા જઈ રહ્યા છે ભારત અને યુએસ સહિત ચાર દેશ

તેલની કિંમતોમાં વધારો અને તેનું ઉત્પાદન વધારવાની અનિચ્છા બાદ હવે અમેરિકાએ અલગ જ પ્લાન બનાવ્યો છે. આ યોજના ચાર દેશો સાથે SPR બનાવવાની છે, જેમાં ભારત પણ સામેલ છે.

જાણો શું હોય છે SPR, જેમાં નસીબ અજમાવા જઈ રહ્યા છે  ભારત અને યુએસ સહિત ચાર દેશ
SPR (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 6:46 PM

ઈંધણના ભાવમાં વધારા અને ઓપેક દેશોની તેલ ઉત્પાદન વધારવાની અનિચ્છાથી અમેરિકા (America) સહિતના અન્ય દેશો પરેશાન છે. આ જ કારણ છે કે અમેરિકાએ SPR (Strategic Petroleum Reserve)માં ભારત (India), જાપાન (Japan) અને દક્ષિણ કોરિયા (South Korea) સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે.

SPR એટલે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. તેનો અર્થ એવો થાય છે કે તેલના આવા ભંડાર જ્યાં વિવિધ દેશો કટોકટીની સ્થિતિમાં ઉપયોગ માટે તેલનો ભંડાર રાખે છે. યુએસ પાસે વિશ્વમાં સૌથી વધુ SPR છે. આમાં લગભગ 714 મિલિયન બેરલ તેલ રાખી શકાય છે. SPR અમેરિકામાં 1975માં તેલ સંકટ પછી શરૂ કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે ઈમરજન્સીના રૂપમાં વેનેઝુએલા, રશિયા, કુવૈત, યુએઈ, લિબિયા, નાઈજીરિયા, સાઉદી અરેબિયા, કેનેડા, ઈરાન, ઈરાક, કઝાકિસ્તાન, કતાર, ચીન, અંગોલા, અલ્જીરિયા અને બ્રાઝિલમાં વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ભારતની વાત કરીએ તો અહીં ઈમરજન્સી તરીકે 3.69 કરોડ બેરલ તેલ રાખવામાં આવ્યું છે. આ સાથે લગભગ નવ દિવસ સુધી કામ ચલાવી શકાય છે. 64.5 દિવસનું ક્રૂડ ઓઈલ પણ ઓઈલ રિફાઈનરીમાં રાખવામાં આવે છે. યાદ અપાવી દઈએ કે તેલની વધતી કિંમતો બાદ અમેરિકાએ ઓપેક દેશો પર તેલ ઉત્પાદન વધારવા માટે દબાણ કર્યું હતું. જો કે તેની કોઈ અસર જોવા મળી નથી.

પરિણામે ઉત્પાદનમાં વધારો થયો ન હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો સતત વધી રહી હતી. જો કે, ઓપેક દેશોએ નિશ્ચિતપણે ઉત્પાદનમાં દરરોજ ચાર લાખ બેરલ વધારો કરવાનું કહ્યું હતું. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને તેના સહયોગી દેશોએ 2020માં ઓઈલ સપ્લાયને લઈને કેટલાક નિયંત્રણો લાદ્યા હતા, તે હવે ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે.

તેલ ઉત્પાદનની ઘટતી સંભાવના અને તેની વધતી કિંમતોને કારણે એવું માનવામાં આવે છે કે અમેરિકાએ ઈમરજન્સી ઓઈલ રિઝર્વ વધારવા અને એશિયાઈ દેશો સાથે લોન પર ઓઈલ આપવાની યોજના તૈયાર કરી છે, જેની જાહેરાત મંગળવારે થઈ શકે છે. આ માટે ભારત, ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સાથે અદલા-બદલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: હિંગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, આ પદ્ધિતીથી હિંગની ખેતી કરી ખેડૂતો મહિને કરી શકે છે આટલી કમાણી

આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

g clip-path="url(#clip0_868_265)">