Finance Bill 2022: ફાઇનાન્સ બિલ 2022 લોકસભામાંથી પસાર, સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક બની

|

Mar 26, 2022 | 9:07 AM

. લોકસભામાં ક્રિપ્ટો ટેક્સને લઈને સંશોધનની મંજુરી આપી દેવામાં આવી છે. સરકારે ફાયનાન્સ બિલ 2022ને મંજુરી આપી દીધી છે. મંજુરી સાથે 1 એપ્રિલથી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો

Finance Bill 2022:  ફાઇનાન્સ બિલ 2022 લોકસભામાંથી પસાર, સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક બની
Government tightens tax on cryptocurrency (Symbolic Image)

Follow us on

Finance Bill 2022:  ક્રિપ્ટો પર ટેક્સ લગાડવાના નિયમોને લઈને કડકાઈ વધારવામાં આવી છે. લોકસભામાં ક્રિપ્ટો ટેક્સને લઈને સંશોધનની મંજુરી આપી દેવામાં આવી છે. સરકારે ફાયનાન્સ બિલ 2022ને મંજુરી આપી દીધી છે. મંજુરી સાથે 1 એપ્રિલથી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફાયનાન્સ બિલમાં સુધારા દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોનાં ફેરફાર પછીનાં લાભો અન્ય ડિજિટલ એસેટમાં નુક્સાન દ્વારા સરભર કરી શકાતા નથી. એટલે કે સ્પષ્ટ છે કે જો તમને કોઈ ડિજિટલ સંપતિમાં ફાયદો થયો છે તો તમારે હવે ટેક્સ ચુકવવો પડશે.

સુધારો શું છે?

વિધેયકની કલમ 115BBH વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો સાથે વ્યવહાર કરે છે, કલમ 2b મુજબ, કોઈપણ ક્રિપ્ટો એસેટના વેપારથી થતા નુકસાનને આઈટી એક્ટની ‘કોઈપણ અન્ય જોગવાઈ’માંથી મેળવેલી આવક સામે બંધ કરવામાં આવશે નહીં. સુધારામાં ‘અન્ય’ શબ્દની બાદબાકી કરવામાં આવી છે. એટલે કે હવે કોઈપણ જોગવાઈથી મળેલી આવકમાંથી નુકસાનની ભરપાઈ કરવી શક્ય નથી. આ સુધારા પછી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ક્રિપ્ટોની ખોટ કે અન્ય જોગવાઈઓ કોઈપણ અન્ય ક્રિપ્ટોની કમાણી સાથે મિશ્ર કરી શકાશે નહીં. રોકાણકારે નુક્શાન સહન કરવું પડશે જ્યારે કે નફા પર ટેક્સ પણ ચુકવવો પડશે. ફાયનાન્સ બિલ પ્રમાણે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ કોડ નંબર અથવા ટોકન હોઈ શકે છે કે જે ઈલેકટ્રોનિક રીતે ટ્રાન્સફર અથવા ટ્રેડ થઈ શકે છે. આમા ક્રિપ્ટો કરન્સી અને NFTનો પણ સમાવેશ થાય છે.

બજેટમાં ક્રિપ્ટો પર ટેક્સની જાહેરાત કરવામાં આવી

બજેટમાં ક્રિપ્ટો પર ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ વર્ગીકરણ પ્રમાણે તેને લોટરીની જેમ જ ગણવામાં આવે છે. જાહેરતા અનુસાર તમામ વર્ચ્યુઅલ ડિજિટલ અસ્ક્યામતો અથવા ક્રિપ્ટો અસ્ક્યામત પર નફો થવાની સ્થિતિમાં 30% ટેક્સ લાગશે, ફેરફાર પછી નુક્શાનનાં કિસ્સામાં રોકાણકાર તેને અન્ય કોઈ આવકમાં દર્શાવી નહી શકે. આ સિવાય ક્રિપ્ટો કરન્સી પર એક ટકો TDS પણ લાગશે. કરવેરા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

Published On - 8:24 am, Sat, 26 March 22

Next Article