Dollar vs Rupees : છેલ્લા કેટલાક દિવસથી સતત રૂપિયાનું થઇ રહેલું ધોવાણ ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુરુવારે રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો અને ડોલર સામે રૂપિયો લપસીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને 74.55 ની સપાટીએ બંધ રહ્યો છે.
વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો નરમ વલણ સાથે 74.37 પર ખુલ્યો હતો. અગાઉના સત્રમાં તે પ્રતિ ડોલર 74.32 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન રૂ74.34 થી રૂ. 74.633 ની રેન્જમાં વધઘટ ના અંતે રૂપિયો અગાઉના ટ્રેડિંગ સેશનની તુલનામાં ડોલર દીઠ 23 પૈસા તૂટીને 74.55 પર બંધ રહ્યો હતો. 27 એપ્રિલ પછી આ સૌથી નબળું બંધ સ્તર છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 36 પૈસાના ઘટાડામાં છે.
ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે ગુરુવારે ડોલર ઇન્ડેક્સમાં સતત સાતમા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો . આ સમયે તે +0.022 પોઇન્ટના વધારા સાથે 92.453 ના સ્તરે હતો. આ ઇન્ડેક્સ વિશ્વની છ મોટી કરન્સી સામે ડોલરની મજબૂતી દર્શાવે છે. ગુરુવારે સતત ચોથા દિવસે ક્રૂડતેલમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ 1.11 ડોલરના વધારા સાથે 75.73 ડોલર પ્રતિ બેરલના સ્તરે કારોબાર કરી રહ્યું હતું.
શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર શેરબજાર ગુરુવારે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું . સેન્સેક્સમાં ૧44 પોઇન્ટનો ઘટાડો નોંધાઈને 52318f ની સપાટીએ બંધ થયો છે. સેન્સેક્સના 30 માંથી 17 શેર્સ ઘટ્યા હતા શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં વેચાણ વધુ કર્યું હતું.