દેશમાં બેંક ગ્રાહકો સાથે સાઈબર ક્રાઇમના બનાવોમાં ઘટાડો થયો જોકે આ બેંકો સૌથી વધુ રહી ભેજાબાજોના નિશાના ઉપર

સંસદમાં બજેટ સત્ર દરમિયાન સરકારે કહ્યું કે માત્ર કોટક મહિન્દ્રા બેંક છેતરપિંડીનો શિકાર બની નથી પરંતુ અન્ય ઘણી નાની અને મોટી બેંકો સાથે બેંકિંગ સંબંધિત છેતરપિંડી કરવામાં આવી છે.

દેશમાં બેંક ગ્રાહકો સાથે સાઈબર ક્રાઇમના બનાવોમાં ઘટાડો થયો જોકે આ બેંકો સૌથી વધુ રહી ભેજાબાજોના નિશાના ઉપર
દેશમાં બેંક ફ્રોડના મામલામાં કોટક મહિન્દ્રા બેંકનું નામ પ્રથમ નંબરે છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 6:29 AM

દેશમાં બેંક ફ્રોડ(Bank Fraud)ના મામલામાં કોટક મહિન્દ્રા બેંક(kotak mahindra bank)નું નામ પ્રથમ નંબરે છે. વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કોટક મહિન્દ્રા બેંકમાં બેંક ફ્રોડની 642 ઘટનાઓ સામે આવી છે. આ છેતરપિંડીઓમાં 1 લાખ કે તેથી વધુની છેતરપિંડી ગણતરીમાં લેવામાં આવી છે. બેંક ફ્રોડના મામલામાં કોટક મહિન્દ્રા પછી ICICI Bank  બીજા અને ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank) ત્રીજા સ્થાને છે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં આ માહિતી આપી હતી. સંસદમાં બજેટ સત્ર દરમિયાન સરકારે કહ્યું કે માત્ર કોટક મહિન્દ્રા બેંક છેતરપિંડીનો શિકાર બની નથી પરંતુ અન્ય ઘણી નાની અને મોટી બેંકો સાથે બેંકિંગ સંબંધિત છેતરપિંડી કરવામાં આવી છે.

આ બેંકોમાં પણ છેતરપિંડી થઈ છે

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ICICI બેંકમાં પણ બેંક ફ્રોડના કુલ 518 મામલા સામે આવ્યા છે. સૌથી વધુ છેતરપિંડીના કેસોમાં ઇન્ડસઇન્ડ બેંક ત્રીજા નંબરે છે. આ બેંકમાં છેતરપિંડીના 377 મામલા સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન એક્સિસ બેંકમાં 235, એચડીએફસી બેંકમાં 151 અને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)માં 159 છેતરપિંડીના કેસ નોંધાયા છે.

પાંચ વર્ષમાં છેતરપિંડીની રકમમાં ઘટાડો

નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ દ્વારા છેતરાયેલી કુલ રકમમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય રિઝર્વ બેંક છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ ઘટાડવા માટે સતત પગલાં લઈ રહી છે. જેના કારણે હવે કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે તમામ બેંકો પોતાના ગ્રાહકોને વધુ સાવધ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોટક મહિન્દ્રામાં કેસ વધી રહ્યા છે

નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોટક મહિન્દ્રા બેંકમાં છેતરપિંડીના કેસોમાં સતત વધારો થયો છે. આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2017માં બેંકમાં 135, 2018માં 289, વર્ષ 2019માં 383 અને વર્ષ 2020માં 652 છેતરપિંડી નોંધાઈ હતી. વર્ષ 2021માં 826 કેસ નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2021-2022, પ્રથમ 9 મહિનામાં છેતરપિંડીની સંખ્યા 642 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : નેનો યુરિયાના વધુ ચાર પ્લાન્ટ ખોલશે IFFCO, પ્રમુખ દિલીપ સંઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

આ પણ વાંચો : IOCએ રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું, પ્રતિબંધો પછી પ્રથમ ખરીદીઃ સૂત્ર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">