IOCએ રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું, પ્રતિબંધો પછી પ્રથમ ખરીદીઃ સૂત્ર
રશિયા યુક્રેન (Russia Ukraine Crisis) યુદ્ધને લઈને અમેરિકા અને યુરોપ દ્વારા ક્રૂડ ઓઈલને લઈને રશિયા પર પ્રતિબંધો લાદ્યા બાદ ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા આ પ્રથમ ખરીદી છે.
દેશમાં ક્રૂડ ઓઈલ (Crude Oil)ના ઉંચા ભાવની અસરને ઘટાડવા માટે સરકાર અને ઓઈલ કંપનીઓ તમામ સંભવિત પગલાં લઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશની ટોચની ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (IOC) રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ સાથે ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓઈલ કંપનીએ એક વેપારી મારફતે 30 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. સૂત્રએ માહિતી આપી કે રશિયાએ આ ડીલ પર 20થી 25 ડોલર પ્રતિ બેરલની છૂટ આપી છે. રશિયા યુક્રેન (Russia Ukraine Crisis) યુદ્ધને લઈને અમેરિકા અને યુરોપ દ્વારા ક્રૂડ ઓઈલને લઈને રશિયા પર પ્રતિબંધો લાદ્યા બાદ ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા આ પ્રથમ ખરીદી છે. જો સુત્રોનું માનીએ તો ઓઈલ કંપનીઓએ આ ડીલમાં કોઈ નિયંત્રણો તોડ્યા નથી.
30 લાખ બેરલની થઈ ડીલ
સૂત્રોએ જણાવ્યું હતું કે દેશની ટોચની ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ 30 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે, જે રશિયા દ્વારા પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય દરો પર ભારે ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે IOC એ મે મહિનાનીન ડિલિવરી માટે બ્રેન્ટની તે તારીખની કિંમત સામે $20-25 પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર યુરલ ક્રૂડ ખરીદ્યું છે. હકીકતમાં યુએસ અને અન્ય પશ્ચિમી દેશોએ મોસ્કો પર પ્રતિબંધો લાદ્યા કે તરત જ રશિયાએ ભારત અને અન્ય મોટા આયાતકારોને રાહત ભાવે તેલ અને અન્ય ચીજવસ્તુઓ ઓફર કરવાનું શરૂ કર્યું. આ સાથે રશિયાએ પણ ભારતને તેમના તેલ અને ગેસ ક્ષેત્રમાં રોકાણ કરવાની ઓફર કરી છે.
IOCએ સુધારેલી શરતો પર આ સોદો કર્યો
જો સૂત્રોનું માનીએ તો IOCએ સંશોધિત શરતો પર ખરીદી કરી હતી, જેમાં શિપિંગ અને વીમા વ્યવસ્થામાં પ્રતિબંધોને કારણે કોઈપણ ગૂંચવણો ટાળવા માટે વેચનાર સીધા જ ભારતીય પોર્ટ પર ક્રૂડની ડિલિવરી કરશે. સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે આ પગલાથી કોઈ પ્રતિબંધોનું ઉલ્લંઘન થયું નથી. ઈરાન પર તેના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમને લઈને યુએસના પ્રતિબંધોથી વિપરીત, રશિયા સાથે તેલ અને ઉર્જા વેપાર પર કોઈ પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. આનો અર્થ એ છે કે રશિયામાંથી કોઈપણ ખરીદી માટે ચૂકવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય ચુકવણી સિસ્ટમ ઉપલબ્ધ છે, સ્ત્રોતે સ્પષ્ટતા કરી હતી કે ઈરાનમામલે આવુ નહતુ, જે આંતરરાષ્ટ્રીય નાણાં અને સુરક્ષા ટ્રાન્સફર સિસ્ટમ, SWIFTમાંથી બહાર કરી દેવામાં આવી હતી. ઉપરાંત, ઈરાનમાંથી તેલમાં રોકાણ કરતી અથવા ખરીદતી કંપનીઓ અથવા સંસ્થાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: MONEY9: હોલ્ડિંગ કંપનીઓમાં રોકાણ કરવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો વિગતવાર વિશ્લેષણ આ વીડિયોમાં