AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DA Hike : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! નાણા મંત્રાલયે DA વધારા અંગે કરી આ જાહેરાત, જાણો વિગતવાર

નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે વધેલા ડીએની ગણતરી જાન્યુઆરીથી જ કરવામાં આવશે.

DA Hike : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! નાણા મંત્રાલયે DA વધારા અંગે કરી આ જાહેરાત, જાણો વિગતવાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 8:06 AM
Share

સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા(Dearness Allowance)ને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાણા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થા (DA)ને જાન્યુઆરી 2022થી જ લાગુ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને DAમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું હતું. તે કર્મચારીના બેઝિક પર ગણવામાં આવે છે. મોંઘવારીના વધેલા દરોમાંથી કર્મચારીઓને રાહત આપવા માટે સરકાર ભથ્થામાં વધારો કરે છે. એ જ રીતે તે પેન્શનરોને મોંઘવારીમાંથી એક રાત આપવા માટે ડીઆરમાં પણ વધારો કરે છે.

શું કહ્યું નાણા મંત્રાલયે?

નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે વધેલા ડીએની ગણતરી જાન્યુઆરીથી જ કરવામાં આવશે. ટૂંક સમયમાં તે કર્મચારીઓ અને પેન્શનરોને દર મહિને મળતી રકમમાં ચૂકવવામાં આવશે જ્યારે પાછલા મહિનાના એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.

મંત્રાલયે કહ્યું કે ડીએ વધારવાનો નિર્ણય 7મા પગાર પંચની ભલામણો અનુસાર લેવામાં આવ્યો છે જે પ્રવર્તમાન મોંઘવારી દર અને કર્મચારીઓ પર વધતા બોજને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવશે. ડીએ તરીકે 3 ટકાની રકમ કર્મચારીઓના માસિક પગારમાં ઉમેરવામાં આવશે જ્યારે આ રકમ પેન્શનરોને દર મહિને મળતા પેન્શનમાં ઉમેરવામાં આવશે.

આ પેન્શનધારકોને નિર્ણયનો લાભ મળશે

  • કેન્દ્રીય વિભાગો અથવા કંપનીઓમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને ડીઆરના રૂપમાં વધેલું પેન્શન મળશે.
  • નિવૃત્ત કર્મચારીઓને પણ સશસ્ત્ર દળોની સેવાનો લાભ મળશે.
  • અખિલ ભારતીય સેવા પેન્શનરો પણ આમાં ભાગ લેશે.
  • રેલવે પેન્શનરો અને તેમના પરિવારોને લાભ મળશે.
  • પ્રોવિઝનલ પેન્શન મેળવતા પેન્શનરોને પણ ડીએ આપવામાં આવશે.
  • બર્મા (મ્યાનમાર) અને પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા સરકારી પેન્શનરોને પણ વધારો DA મળશે.

આ પણ વાંચો : શું તમારું Mutual Fund સ્કીમમાં રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે? આ સંકેત દેખાય તો તરત જ તમારા પૈસા ઉપાડી લો

આ પણ વાંચો : Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">