Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક

શ્રીલંકા સરકારના તમામ મંત્રીઓએ લોક વિરોધને કારણે રાજીનામું આપવું પડ્યું છે.  તમામ સાંસદોએ પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો સાથ છોડી દીધો છે.

Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક
Sri Lanka Economic Crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:34 AM

Sri Lanka Economic Crisis:  વિદેશી હૂંડિયામણની કટોકટીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત તરફથી આપવામાં આવેલ 50 કરોડ ડોલરનું  ધિરાણ ઝડપથી સમાપ્ત થઈ રહ્યું છે. જો આમ જ ચાલુ રહેશે તો એપ્રિલના અંત સુધીમાં તેની પાસે ડીઝલ ખરીદવા માટે કોઈ વિદેશી હૂંડિયામણ નહીં હોય. શ્રીલંકામાં જે ખાદ્ય ઉત્પાદનો, ગેસ, તેલ અને અન્ય આવશ્યક ચીજોની અછતનો સામનો કરી રહી છે અને ભારે વીજ કાપનો સામનો કરી રહ્યું છે, લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. શ્રીલંકા સરકારના તમામ મંત્રીઓએ લોક વિરોધને કારણે રાજીનામું આપવું પડ્યું છે.  તમામ સાંસદોએ પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો સાથ છોડી દીધો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં વિદેશથી ક્રૂડ ઓઈલનો સપ્લાય 1 એપ્રિલથી શરૂ થવાનું હતું  પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતા માર્ચના અંતિમ સપ્તાહમાં જ તેલનો કન્સાઈનમેન્ટ આવવા લાગ્યો હતો.

તેલ સંકટનો ભય

ભારતમાંથી તેલનો આગામી કન્સાઈનમેન્ટ આવતા સપ્તાહે આવવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતમાંથી તેલનો કન્સાઈનમેન્ટ 15 એપ્રિલ, 18 એપ્રિલ અને 23 એપ્રિલે આવે તેવી શક્યતા છે. પરંતુ આ પછી ભારત તરફથી શ્રીલંકાને આપવામાં આવેલી 50 કરોડ ડોલરની લોનની સુવિધા સમાપ્ત થઈ જશે. બીજી તરફ જો ભારત તેમાં વધારો નહીં કરે તો શ્રીલંકાને તેલ સંકટનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરીમાં ભારતે શ્રીલંકાને ઇંધણની ખરીદી માટે 50 કરોડની લાઇન ઓફ ક્રેડિટની જાહેરાત કરી હતી.

10-10 કલાક માટે પાવર કટ

શ્રીલંકામાં જાહેર પરિવહન માટે ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે. આ સાથે થર્મલ પાવર ઉત્પાદનમાં ડીઝલનો વપરાશ પણ વધુ થાય છે. પરંતુ થર્મલ પાવર સ્ટેશનોમાં ડીઝલની અછતને કારણે ઉત્પાદન મોટા પ્રમાણમાં અટકી ગયું છે. જેના કારણે શ્રીલંકામાં હાલમાં 10-10 કલાક માટે પાવર કટ છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

દરમિયાન, શ્રીલંકા મેડિકલ એસોસિએશને રાજપક્ષેને દેશમાં આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, હાલમાં શ્રીલંકામાં આવશ્યક દવાઓ અને તબીબી સાધનોની અછતને કારણે માત્ર ઇમરજન્સી સર્જરી કરવામાં આવી રહી છે. આ સમયે દેશભરમાં થઈ રહેલા વિરોધને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા, સરકારે કહ્યું છે કે વિરોધ પક્ષ જનતા વિમુક્તિ પેરામન (JVM) તેનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો : Bank of Baroda Mega e-Auction : સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવી છે? વાંચો આ અહેવાલ

આ પણ વાંચો :  IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

g clip-path="url(#clip0_868_265)">