મોંઘવારી અંગે ચિંતાના સમાચાર : GST સ્લેબમાં વધારાના મળી રહ્યા છે સંકેત, આ ચીજો મોંઘી થશે

|

Mar 10, 2022 | 1:20 PM

હાલમાં દેશમાં ચાર પ્રકારના GST દર 8, 18 અને 28 ટકા છે. જો દરખાસ્ત આવતા મહિને પસાર થાય છે તો હાલમાં તમામ માલસામાન અને સેવાઓ પર 12 ટકા ટેક્સ લાગે છે જે પછી 18 ટકાના સ્લેબ હેઠળ આવશે.

મોંઘવારી અંગે ચિંતાના સમાચાર : GST સ્લેબમાં વધારાના મળી રહ્યા છે સંકેત, આ ચીજો મોંઘી થશે
GSTના ટેક્સ સ્લેબમાં  ફેરફાર થઈ શકે છે

Follow us on

મોંઘવારી(Inflation)નો વધુ એક ફટકો સામાન્ય માણસને પડવાનો છે. GST Council ની આગામી બેઠકમાં મોદી સરકાર(PM Modi Government) મોટી જાહેરાત કરી શકે છે. GSTનો સૌથી નીચો સ્લેબ હવે 5 ટકાથી વધારીને 8 ટકા કરવાની યોજના છે. પેટ્રોલ-ડીઝલ, રસોઈ તેલ પછી હવે મોદી સરકાર GSTના સૌથી નીચા સ્લેબ પર ટેક્સ રેટ વધારવા જઈ રહી છે. હવે GSTના સ્લેબને સૌથી નીચા પાંચ ટકાથી વધારીને 8 ટકા કરવાની યોજના છે. આ નિર્ણયની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ નિર્ણય પર મહોર લાગી શકે છે. GCAT કાઉન્સિલ આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં મળવાની છે.

હાલમાં દેશમાં બ્રાન્ડ વગરના અને પેક વગરના ખાદ્યપદાર્થો અને ડેરી ઉત્પાદનો GSTની બહાર છે. GSTના 5% સ્લેબમાં ખાંડ, તેલ, મસાલા, કોફી, કોલસો, ફિશ ફિલેટ, ખાતર, ચા, આયુર્વેદિક દવાઓ, હાથથી બનાવેલ કાર્પેટ, ધૂપ, કાજુ, મીઠાઈઓ, લાઈફ બોટ અને અનબ્રાંડેડ મૂળભૂત વસ્તુઓ તેમજ નાસ્તા અને જીવનરક્ષક દવાઓનો સમાવેશ થાય છે પરંતુ હવે જો 8 ટકા ટેક્સ લાગશે તો આ સામાનના ભાવ વધી જશે.

GSTના ટેક્સ સ્લેબમાં  ફેરફાર થઈ શકે છે

રાજ્યના નાણા મંત્રીઓની એક સમિતિ આ મહિનાના અંત સુધીમાં GST કાઉન્સિલને પોતાનો રિપોર્ટ સુપરત કરી શકે છે. તે સરકારની આવક વધારવા માટે વિવિધ પગલાં સૂચવે છે. સૂત્રોનું કહેવું છે કે જીએસટીના સૌથી નીચા દરને 5 ટકાથી વધારીને 8 ટકા કરવાથી સરકારને 1.50 લાખ કરોડ રૂપિયાની વધારાની વાર્ષિક આવક મળી શકે છે. એક ટકાનો વધારો રૂ.50,000 કરોડ વાર્ષિકની આવક મેળવી શકે છે. આ સ્લેબમાં મુખ્યત્વે પેકેજ્ડ ખોરાકનો સમાવેશ થાય છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

GST ના દર શું છે?

હાલમાં દેશમાં ચાર પ્રકારના GST દર 8, 18 અને 28 ટકા છે. જો દરખાસ્ત આવતા મહિને પસાર થાય છે તો હાલમાં તમામ માલસામાન અને સેવાઓ પર 12 ટકા ટેક્સ લાગે છે જે પછી 18 ટકાના સ્લેબ હેઠળ આવશે. લક્ઝરી પ્રોડક્ટ્સ પર સૌથી વધુ ટેક્સ લાગે છે. લક્ઝરી ગુડ્સ પર મોટાભાગના 28 ટકા સ્લેબ પર ટેક્સ વસૂલવામાં આવે છે. આ સેસ કલેક્શનનો ઉપયોગ GST લાગુ થયા પછી રાજ્યોને થયેલા મહેસૂલ નુકસાનની ભરપાઈ કરવા માટે થાય છે.

વિશ્વભરમાં મોંઘવારી આસમાને છે.

ઘરગથ્થુ ચીજવસ્તુઓથી લઈને કોમ્પ્યુટર સુધીની કિંમતો વધી રહી છે. ફેબ્રુઆરી 2022માં GST કલેક્શન વધીને રૂ. 1 લાખ 33 હજાર 26 કરોડ થયું છે. GST કલેક્શનનો આ આંકડો ફેબ્રુઆરી 2021 કરતાં 18 ટકા વધુ છે. બીજી તરફ ફેબ્રુઆરી 2020ની સરખામણીએ કલેક્શનમાં 26 ટકાનો વધારો થયો છે. આ સતત પાંચમો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડથી વધુ છે. આમ છતાં જીએસટીના સ્લેબમાં વધારો કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો : POST OFFICE ના ખાતેદાર 1 એપ્રિલ પહેલા નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો : Petrol Diesel Price Today : UAE ના આ નિવેદનથી સસ્તું થયું ક્રૂડ, શું દેશમાં દેશમાં પેટ્રોલ – ડિઝલનો સંભવિત ભાવ વધારો ટળી જશે?

Published On - 1:19 pm, Thu, 10 March 22

Next Article