AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council Meeting : જાણો, GST દર મામલે કેવા લેવાયા નિર્ણયો

GST Council Meetings : બેઠકમાં તમિલનાડુના નાણામંત્રીએ કહ્યું કે આ સમયે ટેક્સટાઈલ પર GST દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી, કારણ કે કોરોના મહામારી હજુ ચાલી રહી છે.

GST Council Meeting : જાણો, GST દર મામલે કેવા લેવાયા નિર્ણયો
Finance Minister Nirmala Sitharaman
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 4:05 PM
Share

GST Council Meeting : આજે દિલ્હીમાં GST કાઉન્સિલની 46મી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે આજની બેઠકમાં કપડા પરનો GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં નવા વર્ષમાં કપડાં હવે મોંઘા નહીં થાય.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) કહ્યું કે આ GST કાઉન્સિલની ઈમરજન્સી બેઠક હતી. આ બેઠકનો આ એકમાત્ર એજન્ડા હતો. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં GST કાઉન્સિલની 45મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેક્સના દર અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં તે વેરા દર પાછો ખેંચવા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં તમિલનાડુના નાણામંત્રીએ કહ્યું કે આ સમયે કાપડ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી. કારણ કે કોરોના મહામારી હજુ પણ ચાલી રહી છે. કાપડ ઉદ્યોગ હજુ પણ સંકટમાંથી બહાર આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી કરતા હોય છે. તેમજ રાજ્યોના નાણામંત્રીઓ પણ તેમાં ભાગ લે છે.

હવે કપડાં અને પગરખાં પર કેટલો ટેક્સ ? 1000 રૂપિયા સુધીના શૂઝ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. તે જ રીતે, કપડાંની વાત કરીએ તો, મેન મેડ ફાઇબર, યાર્ન અને કાપડ પર GSTનો દર હાલમાં 18 ટકા, 12 ટકા અને 5 ટકા છે. જૂતાની જેમ 1,000 રૂપિયા સુધીના કપડાં પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. આર્ટિફિશિયલ અને સિન્થેટિક યાર્ન પર જીએસટીનો દર બદલીને 12 ટકા કરવામાં આવ્યો છે. પરંતુ સુતરાઉ, સિલ્ક, વૂલ યાર્ન જેવા કુદરતી યાર્ન પર 5 ટકા ટેક્સ લાગે છે.

આ પણ વાંચોઃ

વિશ્વની આ ટોપ બ્રાન્ડ્સે કામ બદલી કિસ્મત પલ્ટી નાંખી, જાણો કોણે શું કરી શરૂઆત અને શેના માટે બન્યા ફેમસ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">