7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર

સરકારી કર્મચારીઓને ઓક્ટોબર 2021ના પગારમાં આ વધારાના 3% DA સાથે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને શિક્ષણ ભથ્થું મળશે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રીય કર્મચારીઓને ઓક્ટોબર 2021 માટે પગાર વધારો મળશે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર
SYMBOLIC IMAGE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 9:07 AM

7th Pay Commission : કેન્દ્ર સરકારે દિવાળી (Diwali 2021) પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. આ સંદર્ભમાં મોદી સરકારે(PM Modi Government) ગયા તાજેતરની કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા(Dearness Allowance)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. સરકારી કર્મચારીઓને ઓક્ટોબર 2021ના પગારમાં આ વધારાના 3% DA સાથે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને શિક્ષણ ભથ્થું મળશે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રીય કર્મચારીઓને ઓક્ટોબર 2021 માટે પગાર વધારો મળશે.

DA 31 % મળશે DAની સાથે સરકારે પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં પણ 3 ટકાનો વધારો કર્યો છે. DA અને DRમાં આ વધારો 1 જુલાઈ 2021થી લાગુ થશે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગઈ છે. તેનાથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે.

DAમાં કેટલો વધારો થશે? જો તમારો બેઝિક પગાર 18,000 રૂપિયા છે તો તમને હવે 28 ટકાના દરે 5,030 રૂપિયાના દરે DA મળી રહ્યો છે. હવે તેમાં 3 ટકાનો વધારો થયો છે. હવે 31 ટકા પર તમને 5,580 રૂપિયાનું DA મળશે. બીજા શબ્દોમાં કહીએ તો જો કર્મચારીઓનો બેઝિક પગાર રૂ. 1800 હોય તો DAમાં 540 રૂપિયાની વધારો મળશે. તમારો બેઝિક પગાર જેટલો ઊંચો છે તેટલું વધુ DA મળશે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જાણો શું છે DA? મોંઘવારી ભથ્થું કર્મચારીના બેસિક પગારનો એક નિશ્ચિત હિસ્સો છે. દેશમાં મેઘવારીની અસર ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તે સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR)ના રૂપ પર આ લાભ મળે છે. કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી રહ્યા છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે.

એજ્યુકેશન એલાઉન્સ પણ મળશે 7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને રૂ 2250 નું એજ્યુકેશન એલાઉન્સ (Education Allowance) મળે છે. કોવિડ-19 લોકડાઉનને કારણે કર્મચારીઓ ગયા વર્ષે તેનો દાવો કરી શક્યા ન હતા. કેન્દ્ર સરકારે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) દાવાને સ્વ-પ્રમાણિત કર્યું છે. કેન્દ્રીય કર્મચારીઓને રૂ 2250 નું ભથ્થું મળે છે. 2 બાળકોના શિક્ષણ માટે બાળક દીઠ 2,250 મળે છે. જો કર્મચારીઓએ માર્ચ 2020 થી માર્ચ 2021 સુધીના શૈક્ષણિક સત્રનો ક્લેઇમ કર્યો નથી તો તેઓ હવે તે કરી શકે છે.

HRA માં લાભ મળશે  કેન્દ્ર સરકારે આદેશ જારી કરતા કહ્યું છે કે સરકારી કર્મચારીઓના બેઝિક પગારના આધારે ઘર ભાડા ભથ્થા(HRA)  અને DA માં વધારો કરવામાં આવે.નિયમો અનુસાર HRA માં વધારો કરવામાં આવ્યો છે કારણ કે DA 25 ટકાથી વધુ થઈ ગયો છે. આ કારણે કેન્દ્ર સરકારે પણ HRA વધારીને 27 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :  શું PPF સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટી જશે? જાણો શું કહ્યું RBI એ

આ પણ વાંચો : Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">