CBICની કરદાતાઓને રાહત : GST અધિકારીઓને શંકાના આધારે નહિ પરંતુ પૂરતા પુરાવાના મળે તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રોકવા સૂચના અપાઈ

|

Nov 08, 2021 | 8:38 AM

CBICએ તેની માર્ગદર્શિકામાં પાંચ ખાસ સંજોગોનો ઉલ્લેખ કર્યો છે જેમાં વરિષ્ઠ કર અધિકારી દ્વારા આ ટેક્સ ક્રેડિટ રોકી શકાય છે. આમાં ઇન્વૉઇસ અથવા માન્ય દસ્તાવેજ વિના ક્રેડિટ મેળવવાનો અથવા ઇન્વૉઇસ પર ખરીદદારો દ્વારા ક્રેડિટ મેળવવાનો સમાવેશ થાય છે જેમાં વિક્રેતાઓ દ્વારા GST ચૂકવવામાં આવ્યો નથી.

CBICની કરદાતાઓને રાહત :  GST અધિકારીઓને શંકાના આધારે નહિ પરંતુ પૂરતા પુરાવાના મળે તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રોકવા સૂચના અપાઈ
LTCG Tax

Follow us on

CBIC Input Tax Credit: CBICએ GST અધિકારીઓ તરફ નવી માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે અધિકારીઓ દ્વારા ટેક્સ ક્રેડિટ માત્ર પુરાવાના આધારે જ થવી જોઈએ માત્ર શંકાના આધારે ટેક્સ ક્રેડિટ રોકવી જોઈએ નહીં.

CBICએ તેની માર્ગદર્શિકામાં પાંચ ખાસ સંજોગોનો ઉલ્લેખ કર્યો છે જેમાં વરિષ્ઠ કર અધિકારી દ્વારા આ ટેક્સ ક્રેડિટ રોકી શકાય છે. આમાં ઇન્વૉઇસ અથવા માન્ય દસ્તાવેજ વિના ક્રેડિટ મેળવવાનો અથવા ઇન્વૉઇસ પર ખરીદદારો દ્વારા ક્રેડિટ મેળવવાનો સમાવેશ થાય છે જેમાં વિક્રેતાઓ દ્વારા GST ચૂકવવામાં આવ્યો નથી.

ITCને બ્લોક કરવાના નિયમ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું છે કે કમિશનર અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી જે આસિસ્ટન્ટ કમિશનરની રેન્કથી નીચે ન હોય તેમણે તમામ તથ્યો પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બ્લોક કરવાની સત્તા છે. “પ્રોપર એપ્લિકેશન ઓફ માઈન્ડ” ને ધ્યાનમાં લીધા પછી જ અભિપ્રાય બનાવવો જોઈએ.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાંથી રકમના ડેબિટની અસ્વીકારનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ અને નિયમ 86A હેઠળ કેસના તમામ તથ્યોની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ.

આ નિયમ 2019માં રજૂ કરવામાં આવ્યો હતો
સરકારે ડિસેમ્બર 2019 માં GST નિયમોમાં નિયમ 86A દાખલ કર્યો હતો જેથી જો GST અધિકારી પાસે એવું માનવાનું કારણ હોય કે ITCનો છેતરપિંડીથી લાભ લેવામાં આવ્યો છે તો તે કરદાતાના ઇલેક્ટ્રોનિક ખાતામાં હાલની ITC (Input Tax Credit) બ્લોક કરી શકે છે.

ગયા મહિનાની શરૂઆત સુધી આ નિયમ હેઠળ 66,000 કારોબારીઓની રૂ 14,000 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બ્લોક કરવામાં આવી હતી.

CBIC એ 2 નવેમ્બરના રોજ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાંથી ડેબિટની રકમ અત્યંત સાવધાની સાથે બ્લોક કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ શંકા સંપૂર્ણ રીતે ઇન્ટેલિજન્સ કેર અને મૂલ્યાંકનના આધારે હોવી જોઈએ.

ITC ને બ્લોક કરવાનું કારણ 86A ના પેટા-નિયમ (1) હેઠળની શરતો અને આધારો અનુસાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ અથવા અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટના કપટપૂર્ણ લાભના સંદર્ભમાં ઉપલબ્ધ અથવા એકત્રિત કરવામાં આવેલ સામગ્રી પુરાવાના આધારે હોવું જોઈએ.

આ પણ વાંચો : Sensex ની Top – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?

આ પણ વાંચો : આજથી સરકારી કર્મચારીઓને કોરોનાકાળમાં અપાયેલી વિશેષ છૂટ પરત ખેંચી લેવાઈ,જાણો શું કરાયો ફેરફાર

Published On - 8:38 am, Mon, 8 November 21

Next Article