Budget 2024: સાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની જાહેરાત

|

Jul 23, 2024 | 2:45 PM

Union Budget 2024:સાપ્તાહિક બાજાર યોજના અંતર્ગત નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં આગામી 5 વર્ષો માટે 100 સાપ્તાહિક હાટ એટલે કે સ્ટ્રીટ ફુડ હબના વિકાસ માટેની યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાનું આયોજન છે.

Budget 2024: સાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની જાહેરાત

Follow us on

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં 100 સાપ્તાહિક હાટ કે સ્ટ્રીટ ફુડ હબ બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ આગામી 5 વર્ષ માટે 100 સાપ્તાહિક હાટ અથવા સ્ટ્રીટ ફુડ હબના વિકાસને સમર્થન આપવાની યોજનાની જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યુ કે સ્ટ્રીટ વેન્ડર્સ માટે પીએમ સ્વાનિધિ સ્કીમના આધારે અમે આગામી 5 વર્ષમાં પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહ્યા છીએ. જેમા 30 લાખથી વધુ વસ્તી વાળા 14 મોટા શહેરોમાં ટ્રાન્જિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ યોજનાઓ હશે. 1 કરોડ શહેરી ગરીબ મધ્યમવર્ગિય પરિવારોને પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત સમાવેશ કરવામાં આવશે. પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક ‘હાટ’ અથવા સ્ટ્રીટ ફુડ હબ તૈયાર કરવામાં આવશે.

શું છે સાપ્તાહિક બજાર યોજના ?

આ બજાર નિયમિત બજારો નથી પરંતુ સપ્તાહમાં એક કે બે વાર નિશ્ચિત જગ્યાએ ભરાય છે. આ બજારોમાં શાકભાજીથી લઈને કપડા અને વાસણો સહિત લગભગ તમામ ઘરવપરાશની વસ્તુઓ વેચાય છે. આ બજાર સપ્તાહના એક કે બે દિવસ દરમિયાન ભરાય છે. જેમા વિવિધ વસ્તુઓના ફેરિયાઓ અને વેપારીઓ આવે છે અને એક જગ્યાએ અસ્થાયી સ્ટોલ લગાવે છે અને તેમની વસ્તુ વેચે છએ. જેમા મોટાભાગની વસ્તુઓ સસ્તી હોય છે. આ બજારોમાં વેચનાર વિક્રેતાને કોઈ ટેક્સ કે ભાડુ ભરવુ પડતુ નથી. વેપારી એક દિવસ પુરતો પોતાનો સ્ટોલ લગાવે છે અને બજાર પુરુ થતા સાંજે તેને હટાવી લે છે.

શહેરોમાં ઘરનું ઘર બનાવવા ગરીબો અને મધ્યમ વર્ગ માટે જાહેરાત

આ બજેટમાં આગામી પાંચ વર્ષોમાં આવી 100 સાપ્તાહિક હાટોના વિકાસને ટેકો આપવાની યોજનાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર સાત ક્ષેત્રોમાં ડિજિટલ સાર્વજનિક પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન્સ વિકસાવશે. જેમા ક્રેડિટ અને MSME સર્વિસ ડિલિવરી સંબંધિત ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજ મુજબ શહેરી વિસ્તારોમાં આવાસ માટે વ્યાજમાં સબસિડી આપવાની જાહેરાત કરી છે.આનાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગા લોકોનું શહેરમાં પોતાનુ ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર કરી શકશે. આ માટે સરકારે બજેટમાં 2.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

સરકારે મંગળવારે આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ માટે રૂ. 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ રાખ્યો. સાથે જ શહેરી આવાસના કામો માટે સસ્તા દરે લોન આપવા માટે વ્યાજ સબસિડી યોજનાની પણ જાહેરાત કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25માં આ જાહેરાત કરી હતી.

બજેટને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:41 pm, Tue, 23 July 24

Next Article