કારોબારી સપ્તાહની શરૂઆતમાં એશિયાઈ બજારોમાં નરમાશ દેખાઈ : SGX NIFTY 50 અંક ગગડ્યો

કારોબારી સપ્તાહની શરૂઆતમાં એશિયાઈ બજારોમાં નરમાશ  દેખાઈ  : SGX  NIFTY 50 અંક ગગડ્યો
GLOBAL MARKET

કારોબારી સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક બજારો નરમાશના  સંકેત આપી રહ્યા છે. આજે એશિયાના મોટાભાગના બજાર લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. એસજીએકસ નિફટી આજે ૦.૪૨ ટકાના નુકશાન સાથે કારોબાર કરતો નજરે પડી રહ્યો છે. શુક્રવારે અમેરિકાના બજારમાં પણ નુકશાન દેખાયું હતું. ગત સપ્તાહે ડાઓ જોંસ ૦.૪૧ ટકા નબળાઈ નોંધાવી બંધ થયો હતો.

જાપાનના બજાર નિક્કેઈ 159.79 અંક નીચે કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સમાં 0.60 ટકાની નબળાઈની દર્જ કરી નિક્કી 26,603.60 ના સ્તર પર કારોબાર કરતો નજરે પડી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી પણ નરમાશ દેખાડી રહો છે. સૂચકઆંકમાં 57.50 અંકનો ઘટાડો દેખાયો છે. હાલ એસજીએકસ નિફટી 0.42 ટકાના ઘટાડાની સાથે 13,724.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. અન્ય બજારો ઉપર નજર કરીએ તો આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.12 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. હેંગ સેંગ પણ તૂટ્યો છે. 0.28 ટકા તૂટીને 26,424.16 ના સ્તર પર છે.

કોરિયાઈ બજારના કારોબાર ઉપર નજર કરીએતો આ બજારો પણ નરમાશ સૂચવી રહ્યા છે. કોસ્પી 0.38 ટકાના ઘટાડાની સાથે આગળ વધ્યો છે. ઇન્ડેક્સ 2,761.58 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. એશિયામાં તાઇવાનના બજારમાં સારી સ્થિતિના સંકેત દેખાઈ રહ્યા છે. બજારમાં 29.65 અંકો એટલે કે 0.21 ટકા મજબૂતીની સાથે 14,279.61 ના સ્તર પર છે. અમેરિકામાં ચીની કંપનીઓને સ્ટોક એક્સચેન્જમાંથી બહાર કરવાના કાયદા ઉપર હસ્તાક્ષર થયા છે. કાયદાની આજે શણઘાઈ કમ્પોઝીટ ઉપર કોઈ નકારાત્મક અસર દેખાઈ નથી. શંઘાઈ કંપોઝિટ મજબૂતીની સાથે 3,410.60 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

અમેરિકન બજાર ગત સપ્તાહે નુકશાન દર્જ કરી બંધ થયા હતા. અમેરિકન સ્ટોક માર્કેટની છેલ્લી સ્થિતિ ઉપર નજર કરીએતો ડાઓ જોંસ ૧૨૪ અંક ગગડ્યો હતો જે ૦.૪૧ ટકા નુકશાન દર્જ કરી ૩૦૧૭૯.૦૫ ઉપર બંધ થયો હતો. ૧૮ ડિસેમ્બરે કારોબાર સમાપ્ત કર્યો ત્યારે 12,755.64 ઉપર ટ્રેડિગ બંધ કર્યું હતું. આ ઇન્ડેક્સમાં ૦.૦૭૧ ટકા મુજબ ૯ અંકની સામાન્ય નરમાશ નોંધાઈ હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati