AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકન ફર્મે અદાણીની કંપનીમાં રોકાણ વધાર્યું, બલ્ક ડીલ દ્વારા હિસ્સો ફરીથી ખરીદ્યો, 5.03 ટકા થયો સ્ટેક

3 દિવસ પછી અમેરિકન ફર્મે ફરીથી અદાણી પોર્ટમાં 0.01 હિસ્સામાં 22 લાખ શેર ખરીદ્યા. આ ડીલ પછી, GQG ફર્મે અદાણી પોર્ટમાં તેનો હિસ્સો વધારીને 5.03% કર્યો છે. આપને જણાવી દઈએ કે, અદાણી પાવરમાં 4242 કરોડના રોકાણ બાદ કંપનીના શેરમાં બમ્પર તેજી જોવા મળી હતી.

અમેરિકન ફર્મે અદાણીની કંપનીમાં રોકાણ વધાર્યું, બલ્ક ડીલ દ્વારા હિસ્સો ફરીથી ખરીદ્યો, 5.03 ટકા થયો સ્ટેક
Gautam AdaniImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 10:46 AM
Share

ગૌતમ અદાણીના સારા દિવસો પાછા આવી ગયા છે. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને ઘણું નુકસાન થયું હતું. આમ છતાં રોકાણકારોનો ગ્રુપ પરનો વિશ્વાસ અકબંધ છે. તમામ મુશ્કેલીઓ છતાં વિદેશી રોકાણકારો અદાણી ગ્રૂપની કંપનીઓમાં પુષ્કળ નાણાંનું રોકાણ કરી રહ્યા છે. તાજેતરમાં, અમેરિકન રોકાણકાર GQG પાર્ટનર્સે ગૌતમ અદાણી ગ્રુપમાં બલ્ક ડીલ દ્વારા અદાણી પાવરમાં 3.9 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

આ પણ વાંચો: 2000 Rupee Note: જલ્દી બદલાવી લો 2000ની નોટ, બેંકોને કારણે વધી શકે છે મુશ્કેલી

3 દિવસ પછી અમેરિકન ફર્મે ફરીથી અદાણી પોર્ટમાં 0.01 હિસ્સામાં 22 લાખ શેર ખરીદ્યા. આ ડીલ પછી, GQG ફર્મે અદાણી પોર્ટમાં તેનો હિસ્સો વધારીને 5.03% કર્યો છે. આપને જણાવી દઈએ કે, અદાણી પાવરમાં 4242 કરોડના રોકાણ બાદ કંપનીના શેરમાં બમ્પર તેજી જોવા મળી હતી.

આટલી થઈ ગઈ ભાગીદારી

અમેરિકન ફર્મ GQG પાર્ટનર્સે એવા સમયે અદાણી પોર્ટમાં તેનો હિસ્સો વધાર્યો છે જ્યારે ડેલોઇટે અદાણી પોર્ટ્સના ઓડિટર પદેથી રાજીનામું આપ્યું છે. એટલા માટે આ રોકાણ કંપની માટે મહત્વપૂર્ણ છે. શેર બજારોને આપવામાં આવેલી માહિતીમાં, અદાણી પોર્ટ્સે જણાવ્યું છે કે GQG પાર્ટનર્સે ફરી એકવાર 22 લાખના શેર ખરીદ્યા છે. જે બાદ અદાણી પોર્ટ્સમાં અમેરિકન ફર્મનો હિસ્સો 4.93 ટકાથી વધીને 5.03 ટકા થઈ ગયો છે.

અદાણી પાવરમાં 8 ટકા હિસ્સો ખરીદ્યો

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર અમેરિકન ફર્મ GQG પાર્ટનર્સે બુધવારે અદાણી પાવરમાં 8.1 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ માટે અદાણી ગ્રુપ દ્વારા 1.1 અરબ ડોલર ચૂકવવામાં આવ્યા હતા.

માર્કેટ કેપ 11 લાખ કરોડને પાર

શુક્રવારે અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં જોરદાર વળતર આવ્યું હતું. તમામ શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. શુક્રવારે અદાણીના તમામ શેરોમાં 2 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. શેરમાં વધારાની અસર આ કંપનીઓના માર્કેટ કેપ પર પડી હતી. હવે અદાણી ગ્રુપની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 11 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે. ફેબ્રુઆરી પછી પ્રથમ વખત અદાણી જૂથનું માર્કેટ કેપ આ સ્તરે પહોંચ્યું છે.

કયા શેરોમાં વધારો થયો હતો

અદાણીના શેરમાં મજબૂત તેજીના પગલે ગ્રુપનું માર્કેટ કેપ 6 મહિનાની ટોચે પહોંચી ગયું છે. શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં રૂ. 76,000 કરોડનો વધારો થયો હતો. આ વધારા સાથે અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપ રૂ. 11.26 લાખ કરોડને વટાવી ગયું છે. તે પૈકી અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે અદાણી ગ્રીન એનર્જી 7 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, 4 ટકા, અદાણી વિલ્મર 4 ટકા થી વધુ વધ્યા હતા. અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ 6.3 ટકા અને 6.04 ટકા વધ્યા હતા. તે જ સમયે, અદાણી ટોટલ અને NDTV 4 ટકા કરતા વધુની મજબૂતી સાથે ટ્રેડિંગ પછી બંધ થયા હતા.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">