અંબાણી પરિવારની સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? કોઈ હાઈફાઈ દુકાનમાં નહીં પરંતુ યુપીના આ નાનકડા ગામમાં બનીને પહોંચે છે એન્ટિલિયા
તમને જાણીને નવાઈ લાગશે કે દેશના સૌથી મોટા ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર કોઈ મોટી હાઈફાઈ દુકાનની મીઠાઈનો નહીં પરંતુ યુપીના એક નાનકડા ગામની મીઠાઈનો જબરો મોટો ચાહક છે. ખાસ આ ગામમાંથી પ્રાઈવેટ હેલિકોપ્ટર દ્વારા મીઠાઈ એન્ટિલિયા પહોંચે છે. આ મીઠાઈનો સ્વાદ એવો છે કે ન માત્ર અંબાણી પરિવાર પરંતુ વિદેશમાં રહેતા અનેક ભારતીયો પણ આ મીઠાઈ મગાવે છે.

દેશના સૌથી વધુ ધનિક પરિવાર ગણાતો અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. તેમની ખાનપાનની બાબતમાં પણ ઘણી વિશેષતા હોય છે. આજે આપને જણાવશુ અંબાણી પરિવારની સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે. અને તે ક્યાથી મગાવવામાં આવે છે. અંબાણી પરિવારની ખાસ મીઠાઈ ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાંથી તૈયાર થઈ ને આવે છે. આ મીઠાઈ પ્રાઈવેટ હેલિકોપ્ટર દ્વારા મગાવવામાં આવે છે.
કઈ છે અંબાણી પરિવારની ખાસ મીઠાઈ?
આ ખાસ મીઠાઈનું નામ લોંજ છે, જે સ્વાદમાં કાજુકતરી જેવી હોય છે. લોંજ નામની આ મીઠા કલાકંદની જેમ જ દૂધ અને મલાઈમાંથી બને છે. તેનો સ્વાદ એકવાર ખાધા પછી લાંબા સમય સુધી યાદ રહે છે. જેને યુપીના શાહજહાપુર જિલ્લાના તિલહર નામની જગ્યાએ બને છે. અહીંથી અંબાણી પરિવારની મીઠાઈ પ્રાઈવેટ હેલિકોપ્ટર દ્વારા મુંબઈ સ્થિત એન્ટિલિયા સુધી પહોંચે છે.

તિલહર ગામની સ્થાનિક દુકાનમાં આ મીઠાઈ પેઢી દર પેઢી બનાવવામાં આવી રહી છે. આ મીઠાઈની ધંધા સાથે સંકળાયેલા પરિવારોએ તેમની પરંપરાને બહુ શુદ્ધતાથી જાળવી રાખી છે અને ન માત્ર અંબાણી પરિવાર પરંતુ મોટા મોટા શહેરોના લોકો પણ આ મીઠાઈની રસીયા બની ગયા છે.

આ મીઠાઈની વિદેશ સુધી માગ
અંબાણી પરિવારની આ ખાસ મીઠાઈ ન માત્ર મુંબઈ કે ભારત સુધી સીમીત છે. પરંતુ વિદેશમાં રહેનારા ભારતીયો પણ ખાસ અવસરો પર તેને ઓર્ડર કરે છે. વિદેશમાં રહેતા લોકો પ્રસંગોમાં ખાસ અહીંથી જ મીઠાઈ મગાવે છે. આ જ કારણ છે કે આ ગામની ઓળખ પણ તેની મીઠાઈના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી છે.
મીઠાઈ સાથે જોડાયેલો વારસો અને ઓળખ
આ વાત માત્ર સ્વાદ ની નહીં પરંતુ પરંપરા અને વિરાસતની છે. જે એક નાનકડા ગામથી નીકળીને દેશની સૌથી મોટી હસ્તી સુધી પહોંચી રહી છે. અંબાણી પરિવારનો આ મીઠાઈ સાથેનો લગાવ જ દર્શાવે છે કે અસલી સ્વાદ ન ક્યાંક ને ક્યાંક ગામની સાદગી અને પરંપરામાં છુપાયેલો છે.

