AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી- AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક

દેશના સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવારની લક્ઝરી માત્ર મોંઘી કાર કે મોંઘા ફોન પૂરતી સિમીત નથી. પરંતુ તેમનુ ખાનપાન પણ એટલુ જ ખાસ હોય છે. હાલમાં જ સામે આવેલા અહેવાલ મુજબ અંબાણી પરિવાર એક ખાસ વિદેશી નસ્લની ગાયનું દૂધ પીવે છે, જેનુ નામ છે હોલસ્ટીન-ફ્રીઝિયન

અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી- AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
| Updated on: Aug 23, 2025 | 5:03 PM
Share

મુકેશ અંબાણી અને તેનો પરિવાર જે ડેરીનું દૂધ પીવે છે તે ગાયોની જાહોજલાલી જાણશો તો ચોંકી જશો. આ ગાયોને AC માં રાખવામાં આવે છે અને ગાયોને પીવા માટે ROનું પાણી આપવામાં આવે છે.આ ઉપરાંત ગાયો સારા મૂડમા રહે ત માટે તેમને જ્યાં રાખવામાં આવે છે ત્યાં દિવસભર સોફ્ટ મ્યુઝિક વગાડવામા આવે છે. સંગીતની પ્રાણીઓ પર પણ અસર થતી હોય છે અને તેમની દૂધ આપવાની ક્ષમતા વધે છે. આ વિદેશી મૂળની હોલસ્ટીન-ફ્રિઝિયન ગાય છે. 25 હજારની કિંમતના ગાદલા પર તો આ ગાય આરામ કરે છે. આના પરથી વિચારી લો કે આ ગાય કેવી લેવિશ લાઈફસ્ટાઈલમાં રહે છે.

કેવી હોય છે હોલસ્ટીન ફ્રિઝિયન ગાય?

હોલસ્ટીન- ફ્રીઝિયન ગાય મૂળ તો યુરોપની એક નસ્લ (જાત) છે. વિશ્વ આખામાં આ ગાય સૌથી વધુ દૂધ આપનારી ગાય ગણાય છે. આ ગાયની ખાસિયત એ છે કે તે એક દિવસમાં 30 થી 40 લીટરનું દૂધ આપે છે. આ ગાયના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને જરૂરી પોષક તત્વોની ભરપૂર માત્રા હોય છે. આથી તેનુ દૂધ ઘણુ પોષ્ટિક અને સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે.

અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તે ડેરીનું નામ છે ભાગ્યલક્ષ્મી અને આ ડેરીના માલિકનું નામ છે દેવેન્દ્ર શાહ, જેઓ ગુજરાતી છે.

અત્યંત જાહોજલાલીમાં થાય છે ગાયની દેખરેખ

હવે વાત કરીએ એ ચીજની જે સૌનું ધ્યાન ખેંચી રહ્યુ છે. એ છે આ ગાયની દેખભાળ. અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેને ROનું પાણી પીવડાવવામાં આવે છે. જેના કારણે કોઈપણ પ્રકારની અશુદ્ધિ ન રહે. એટલુ જ નહીં આ ગાયને સુવડાવવા માટે ખાસ પ્રકારના ગાદલા બનાવવામાં આવ્યા છે. તેના ખોરાકનું પણ પુરુ ધ્યાન રાખવામાં આવે છે. જેમા તેને સંપૂર્ણપણે સંતુલિત અને પોષણયુક્ત ખોરાક જ આપવામાં આવે છે.

ભાગ્ય લક્ષ્મી ડેરીનું દૂધ પીવે છે અંબાણી પરિવાર

અંબાણી પરિવાર ન માત્ર મોંઘી ગાડીઓ અને મોંઘા ફોનમાં જ ખર્ચ કરવાનું જાણે છે. તેઓ સ્વાસ્થ્યને લઈને પણ ઘણા જ જાગૃત છે. તેમના માટે માત્ર બ્રાંડ મહત્વની નથી. પરંતુ દરેક વસ્તુની ક્વોલિટીને પણ મહત્વ આપે છે. જ્યાં સામાન્ય લોકો પેકેટમાં મળનારુ સામાન્ય દૂધ ખરીદી લે છે. ત્યારે અંબાણી પરિવારે સૌથી શુદ્ધ અને હેલ્ધી વિકલ્પ પસંદ કર્યો છે.

આપને જણાવી દઈએ કે જે ડેરીનું દૂધ અંબાણી પરિવાર પીવે છે ત્યાંથી અમિતાભ બચ્ચન પણ દૂધ મગાવે છે અને આ ડેરીનું નામ છે ભાગ્ય લક્ષ્મી ડેરી. અહીંથી અનેક બોલિવુડ એક્ટર પણ દૂધ મગાવે છે. જો કે આ દૂધનો ભાવ પણ ઘણો વધુ હોય છે.

Mukesh Ambani: હવે ઈલેક્ટ્રોનિક સેગમેન્ટમાં ધમાલ મચાવવાની મુકેશ અંબાણીની તૈયારી, Campa Cola બાદ ખરીદવા જઈ રહ્યા છે આ જુની બ્રાંડ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">