આજે રવિવાર એટલે રજા અને આવકવેરા રિટર્ન (Income Tax Return) ફાઈલ કરવાનો છેલ્લો દિવસ છે. જો નાણાકીય વર્ષ 2021-22 માટે આજે રિટર્ન ફાઈલ કરવામાં ન આવે તો તમને ઘણું નુકસાન થશે. આવતી કાલથી આમ કરવા પર 5000 રૂપિયા સુધીનો દંડ લાગશે. કરદાતાઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સની સતત માંગ છતાં, સરકારે તેની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો છે. અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
આ સાથે, આવકવેરા વિભાગની નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 31 જુલાઈએ રવિવાર હોવા છતાં દેશભરના તમામ આયકર સેવા કેન્દ્રો ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને કરદાતાઓ તરફથી આવતી દરેક શંકા અને પ્રશ્નોના જવાબ આપવામાં આવી રહ્યા છે.
આવકવેરા અધિનિયમની કલમ 234A હેઠળ, જો આજે રિટર્ન ફાઈલ કરવામાં ન આવે તો લેટ ફી સાથે 31 ડિસેમ્બર, 2022 સુધી ITR ફાઈલ કરી શકાય છે. 1 ઓગસ્ટથી રિટર્ન ફાઈલ કરવા માટેના દંડની વાત કરીએ તો, જો કરદાતાની ચોખ્ખી કરપાત્ર આવક 5 લાખથી ઓછી હોય તો આ રકમ 1000 રૂપિયા થશે. જો ચોખ્ખી કરપાત્ર આવક 5 લાખથી વધુ છે, તો દંડની રકમ 5000 રૂપિયા હશે.
Over 5 crore ITRs filed upto 8:36 pm today.
Please file your ITR now, if not filed as yet.
The due date to file ITR for AY 2022-23 is 31st July, 2022.#FileNow to avoid late fee.
Pl visit: https://t.co/GYvO3n9wMf#ITR pic.twitter.com/FqmNn624WN— Income Tax India (@IncomeTaxIndia) July 30, 2022
વિલંબિત રિટર્ન વિશે વાત કરીએ તો, સૌથી મોટો ગેરલાભ એ છે કે સુધારેલા રિટર્ન ફાઈલ કરવાની કોઈ તક નહીં મળે. આવી સ્થિતિમાં જો ટેક્સ ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકાશે નહીં અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસની રાહ જોવી પડશે.
જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ, 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ માટે 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરપાત્ર નથી. 60 થી 80 વર્ષ માટે આ મર્યાદા 3 લાખ રૂપિયા છે અને 80 વર્ષથી વધુ વયના લોકો માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે. જો કોઈ કરદાતાએ નવી કર પ્રણાલીનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો બધા માટે આધાર મુક્તિ મર્યાદા માત્ર 2.5 લાખ રૂપિયા હશે.
આકારણી વર્ષ 2021-22માં કુલ 3.03 કરોડ ITR-1 ફાઇલ કરવામાં આવ્યા હતા. એ જ રીતે 57.2 લાખ ITR-2, 1.02 કરોડ ITR-3, 1.75 કરોડ ITR-4, 15.1 લાખ ITR-5, 9.3 લાખ ITR-6 અને 2.18 લાખ ITR-7 ફોર્મ ભરાયા હતા. 43 ટકા રિટર્ન ઓનલાઈન ફાઈલ થયા હતા.