AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમાર બન્યો સૌથી વધુ ટેક્સ ચુકવનાર સેલિબ્રિટી, આવકવેરા વિભાગ તરફથી એક્ટરને મળ્યું આ સર્ટિફિકેટ

ટૂંક સમયમાં અક્ષય કુમાર (Akshay Kumar) તેની અપકમિંગ ફિલ્મ 'રક્ષા બંધન'માં જોવા મળશે. આ સિવાય અક્ષય કુમાર પાસે ઘણી ફિલ્મો છે, જેમાં રામ સેતુ, સેલ્ફી અને ઓહ માય ગોડ 2 સામેલ છે.

અક્ષય કુમાર બન્યો સૌથી વધુ ટેક્સ ચુકવનાર સેલિબ્રિટી, આવકવેરા વિભાગ તરફથી એક્ટરને મળ્યું આ સર્ટિફિકેટ
Akshay-Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:32 PM
Share

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) અવારનવાર ચર્ચામાં રહે છે. મીડિયામાં દરરોજ તેના સમાચાર આવતા રહે છે. પરંતુ હવે તેમની સાથે જોડાયેલી એક જાણકારી બહાર આવી રહી છે જે તમને હેરાન કરી દેશે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે અક્ષય કુમાર ફરી એકવાર સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બની ગયો છે. એક્ટરને આવકવેરા વિભાગ (Income Tax) તરફથી સન્માન પત્ર પણ મળ્યો છે. પરંતુ આ પહેલીવાર નથી, જ્યારે તે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યા હોય.

પાંચ વર્ષમાં સૌથી વધુ ભરાયો ટેક્સ

રિપોર્ટ મુજબ અક્ષય કુમારે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે અને તેણે આ ટાઈટલ ફરીથી જાળવી રાખ્યું છે. આવા સમાચાર પહેલા પણ સામે આવ્યા છે. અક્ષય કુમાર આ દિવસોમાં યુકેમાં શૂટિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે તેમની ટીમે અક્ષય કુમાર વતી આવકવેરા વિભાગ તરફથી સન્માનનું પ્રમાણપત્ર સ્વીકાર્યું છે.

આ પણ વાંચો

અક્ષય પાસે છે સૌથી વધુ ફિલ્મો

પિંકવિલા મુજબ ‘આજે અક્ષય કુમાર પાસે સૌથી વધુ ફિલ્મો છે. આ સાથે તે એન્ડોર્સમેન્ટની દુનિયામાં પણ રાજ કરી રહ્યો છે અને ભારતના સૌથી વધુ ટેક્સ ચુકવાની યાદીમાં સામેલ થવું તેના માટે કોઈ હેરાનની વાત નથી. અક્ષય કુમારને સમ્માન પત્ર મળ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ટીનુ દેસાઈ સાથે ફિલ્મ કરી રહ્યો છે અક્ષય

અક્ષય કુમાર આ દિવસોમાં યુકેમાં ટીનુ દેસાઈ સાથે એક ફિલ્મ કરી રહ્યો છે. અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની અપોઝિટ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. એટલું જ નહીં યશરાજ ફિલ્મ્સની હાલમાં રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો ફ્લોપ થઈ છે જેમાંથી બે ફિલ્મો અક્ષય કુમારની છે.

‘કોફી વિથ કરણ સીઝન 7’માં મળ્યો હતો જોવા

લેટેસ્ટ બોલિવૂડના ન્યુઝ મુજબ ટૂંક સમયમાં અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળશે. ટૂંક સમયમાં અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળશે. આ સિવાય અક્ષય કુમાર પાસે ઘણી ફિલ્મો છે, જેમાં રામ સેતુ, સેલ્ફી અને ઓહ માય ગોડ 2 સામેલ છે. હાલમાં અક્ષય કુમાર કરણ જોહરના ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ સીઝન 7’ માં સમંથા રૂથ પ્રભુ સાથે ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો.

Follow Us
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">