7th Pay Commission: 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબર, આજે મળી રહી છે અગત્યની બેઠક

7th Pay Commission : આજે National Council of JCM,, કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) અને નાણાં મંત્રાલયના અધિકારીઓ વચ્ચે એક બેઠક આજે યોજાશે

7th Pay Commission: 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબર, આજે મળી રહી છે અગત્યની બેઠક
File Image of Goverment Office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 10:01 AM

7th Pay Commission : છેલ્લા દોઢ વર્ષથી 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોના મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) સંબંધિત જે ખુશખબરના ઈન્તેજારમાં છે જેમને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા National Council of JCM આ મામલે આજે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે બેઠક કરવા જઈ રહી છે.

આજે આવશે નિર્ણય National Council of JCM,, કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) અને નાણાં મંત્રાલયના અધિકારીઓ વચ્ચે એક બેઠક આજે યોજાશે. ગયા મહિને 8મી મેના રોજ આ બેઠક યોજાવાની હતી પરંતુ કોરોના રોગચાળાની બીજી લહેરના ગંભીર સ્વરૂપના કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.

DA એરીયર અંગે થશે ચર્ચા JCMના રાષ્ટ્રીય પરિષદના શિવા ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સેન્ટ્રલ કર્મચારીઓને 7 મા પગાર પંચના DA એરીયર અને નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7 મા પગાર પંચના DR લાભ ચૂકવવાનો રહેશે. JCMની રાષ્ટ્રીય પરિષદે માહિતી આપી છે કે આ બેઠકની અધ્યક્ષતા ભારતના કેબિનેટ સચિવ કરશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

1.2 કરોડ લોકો માટે સારા સમાચારની આશા શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે DA અને DR એરીયર બાબતે કેબિનેટ સચિવ અને નાણાં મંત્રાલયનું વલણ ખૂબ જ સકારાત્મક છે કારણ કે તે કેન્દ્ર સરકારના 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લગતો મુદ્દો છે. JCMની રાષ્ટ્રીય પરિષદ આ બેઠક અંગે ખૂબ જ આશાવાદી છે તેઓ આશા રાખે છે કે મીટિંગમાંથી સારા સમાચાર બહાર આવશે.

1જુલાઈથી DA વધારવામાં આવશે કેન્દ્ર સરકારે 1 જુલાઇથી કર્મચારીઓના DA અને DR શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ 3 બાકી DA વિશે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી. આ અંગે કર્મચારીઓના મનમાં આશંકાઓ છે. કર્મચારીઓની અપેક્ષા છે કે સરકાર જુલાઈ 1 થી DA વધારા સાથે તેમના એરીયર પણ આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">