Union budget 2025 LIVE: રાજ્યના 20 IAS અધિકારીઓની બદલી, AMCના કમિશનર, અમદાવાદ જિલ્લા કલેકટર બદલાયા
Budget Session 2025 Parliament LIVE: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી એટલે કે આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું. આ સમયગાળા દરમિયાન, તેમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે, જેમાં ખેડૂતોના ક્રેડિટ કાર્ડની ક્રેડિટ મર્યાદા વધારવાનો અને આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવાની જાહેરાતનો સમાવેશ થાય છે. દેશ અને દુનિયાને લગતા તમામ બ્રેકિંગ ન્યૂઝ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો...

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી એટલે કે આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું. આ સમયગાળા દરમિયાન, તેમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે, જેમાં ખેડૂતોના ક્રેડિટ કાર્ડની ક્રેડિટ મર્યાદા વધારવાનો અને આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવાની જાહેરાતનો સમાવેશ થાય છે. દેશ અને દુનિયાને લગતા તમામ બ્રેકિંગ ન્યૂઝ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
બનાસકાંઠા: પાલનપુરની ચંડીસર GIDCમાં ફૂડ વિભાગનાં દરોડા
- બનાસકાંઠા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાંથી ઘીનાં સેમ્પલ લેવાયા
- ફૂડ વિભાગે ઘીનાં સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા
- રૂપિયા 1 લાખની કિંમતનો 180 કિલો જથ્થો સીઝ
- ઘુમ્મર નામે ફેક્ટરી ગાય-ભેંસનું ઘી બનાવી કરે છે વેચાણ
- ફેક્ટરી અલગ અલગ રાજ્યોમાં કરે છે ઘીનું વેચાણ
-
પોરબંદર: કુતિયાણા નગરપાલિકા ચૂંટણી બનશે મહત્વની ચૂંટણી
- MLA કાંધલ જાડેજા અને પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા વચ્ચે જંગ
- ભાજપમાંથી ઢેલીબેનની પેનલ અને સામા પક્ષે કાંધલ જાડેજાની પેનલ
- કુતિયાણા પાલિકામાં છેલ્લા 20 વર્ષથી ઢેલીબેન ઓડેદરાનું શાસન
- MLA કાંધલ જાડેજાએ નાના ભાઈ કાના જાડેજાને પણ ઉતાર્યા મેદાનમાં
- MLA કાંધલ જાડેજ નાના ભાઈ કાના જાડેજાનો રાજકારણમાં પ્રવેશ
- કાના જાડેજા સહિત 24 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
- ચૂંટણીમાં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીને મેદાને ઉતારી
- કુલ 6 વોર્ડમાં 12 મહિલા અને 12 પુરૂષોએ નોંધાવી ઉમેદવારી
- કુતિયાણાનો વિકાસ કરવાની નેમ સાથે રાજકારણમાં પ્રવેશ: કાના જાડેજા
- “સરકાર સામે કોઈ વાંધો નથી, માત્ર વિકાસ માટે ચૂંટણી મેદાનમાં”
-
-
અમદાવાદ આઇ.ટી. ક્ષેત્રનો વિદ્યાર્થી બન્યો ડ્રગ્સ પેડલર
અમદાવાદમાં ડ્રગ્સ સાથે ઝડપાયો યુવક. મૂળ રાજસ્થાનનો અને વર્ષોથી ચાંદખેડામાં પરિવાર સાથે રહેતો જયકીશન ખંડેલવાલ પાસેથી 17 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું. IT ક્ષેત્રે અભ્યાસ કરતો યુવક ડ્રગ્સની લતે ચઢ્યા બાદ પેડલર બન્યો. 5 મહિનામાં 10 વાર ડ્રગ્સ મગાવી વેચાણ કર્યાનું સામે આવ્યુ..
-
ચાડમાં ફ્રાન્સ લશ્કરી હાજરીના 125 વર્ષનો અંત આવ્યો
આફ્રિકન દેશ ચાડમાંથી ફ્રાન્સના સૈનિકોની વાપસી થઈ છે. ફ્રાન્સે પોતાનું મુખ્ય લશ્કરી મથક ચાડ પ્રશાસનને સોંપ્યું. આ સાથે ચાડમાં ફ્રેન્ચ લશ્કરી હાજરીના 125 વર્ષનો અંત આવ્યો. ફ્રેન્ચ સૈનિકોની ઔપચારિક વાપસીને આવકારવા માટે એક સમારોહ યોજાયો હતો. ચાડના રાષ્ટ્રપતિએ કહ્યું, ફ્રાન્સ સાથેના સંબંધોને ખતમ કરી રહ્યો નથી, પરંતુ લશ્કરી સહયોગ સમાપ્ત કરી રહ્યો છે. ચાડ અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે વાતચીત માટે ખુલ્લું રહેશે.
-
રાજ્યના 20 IAS અધિકારીઓની બદલી, AMCના કમિશનર, અમદાવાદ જિલ્લા કલેકટર બદલાયા
રાજ્યના 20 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 4 અધિકારીઓને બઢતીના આદેશ કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસનની જગ્યાએ, નવા કમિશનર તરીકે બંછાનિધી પાનીની નિમણૂંક કરવામાં આવી છે. એમ થેન્નારસનને બઢતી આપીને રમત ગમત યુવા તથા સાંસ્કૃતિક બાબતોના સચિવ બનાવાયા છે. પી સ્વરૂપ નવા ઇન્ડસ્ટ્રી કમિશનર બન્યા છે. અમદાવાદ જિલ્લાના કલેકટર પ્રવીણા ડી કે ની GIDC માં વાઇસ ચેરમેન તરીકે બદલી કરવામાં આવી છે.
-
-
ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન
ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન થયું છે. ઝાકિયા જાફરીએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. ઝાકિયા જાફરી કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની હતી. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં અહેસાન જાફરીની હત્યા કરવામાં આવી હતી.
-
Union budget 2025 : માત્ર 10 સેકન્ડમાં તમે કરો તમારા ટેક્સની ગણતરી
માત્ર 10 સેકન્ડમાં તમે કરો તમારા ટેક્સની ગણતરી કરો
-
budget 2025 : બજેટ પર રાહુલ ગાંધીએ કહ્યું, ગોળી વાગવા પર બેન્ડેજ લગાડવા જેવુ બજેટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બજેટને ગોળીના ઘા પર બેન્ડેજ બાંધવાના સાધન જેવુ ગણાવ્યું! કહ્યુ- વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આદર્શ પરિવર્તનની જરૂર છે પરંતુ આ સરકાર વિચારોથી નાદાર છે.
-
budget 2025 : આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરતુ બજેટ : CM ભૂપેન્દ્ર પટેલ
CM ભૂપેન્દ્ર પટેલે પણ બજેટને લઇને પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બજેટને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરતુ બજેટ ગણાવ્યુ છે.
-
budget 2025 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની બજેટ અંગે પ્રતિક્રિયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બજેટ અંગે પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે બજેટને આત્મનિર્ભર ભારતનો રોડમેપ ગણાવ્યો છે. બજેટ શ્રેષ્ઠ ભારતના નિર્માણની દિશામાં મોદી સરકારની દૂરદર્શિતાની બ્લૂપ્રિન્ટ હોવાનું અમિત શાહે જણાવ્યુ. સાથે જ ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ, મહિલાઓ એમ તમામ વર્ગને ફાયદો હોવાનું પણ અમિત શાહે નિવેદન આપ્યુ.
-
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ બજેટને આવકાર્યું
બજેટને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ બજેટને આવકાર્યું છે. તેમણે ટેક્સ રાહત, આરોગ્ય ક્ષેત્રે સસ્તી દવા, ખેડૂતોની વાત અને મેડિકલ સીટ વધારવાની વાતને સહર્ષ વધાવી છે.
-
Union budget 2025 : રાજ્યોને વ્યાજમુક્ત લોન મળશે
આ બજેટમાં રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી મૂડી ખર્ચ વધશે. રાજ્યોને 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન મળશે. અર્થતંત્રને વેગ મળશે અને રાજ્યોમાં રોજગાર વધશે.
-
Union budget 2025 : બજેટમાં વિકાસ, વિરાસતનો મંત્ર-નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બજેટને દરેક ભારતીયોનું સપનુ પૂર્ણ કરનારુ બજેટ ગણાવ્યું છે. તેમણે જણાવ્યુ કે મધ્યમ વર્ગને આ બજેટથી ઘણી રાહત મળશે. અમે ઘણા ક્ષેત્રો માટે દરવાજા ખોલ્યા છે. સામાન્ય નાગરિક વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે.
-
Union budget 2025 : ભાજપના સાંસદોને અપાઇ સૂચનાઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે તેના તમામ સાંસદોને કહ્યું કે બજેટ સામાન્ય માણસ, મધ્યમ વર્ગ અને ગરીબો માટે છે; તેને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડો અને તેમને મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત વિશે જણાવો. આ ઉપરાંત, દિલ્હીના જે સાંસદોને વિધાનસભા અને વિભાગવાર જવાબદારી સોંપવામાં આવી છે, તેમણે ખાસ કરીને દિલ્હીના લોકોને જણાવવું જોઈએ કે આ બજેટમાં દિલ્હીના લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ, ગરીબો, મહિલાઓ અને મધ્યમ વર્ગના લોકો માટે શું જાહેરાતો છે તે જણાવો.
-
Union budget 2025 : સામુદ્રિક વિકાસ ભંડોળની જાહેરાત
બજેટમાં દરિયાઈ વિકાસ ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. દરિયાઈ ઉદ્યોગ માટે 25,000 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવવામાં આવશે. સરકાર 49 ટકા રકમનું યોગદાન આપશે અને બાકીની રકમ બંદરો અને ખાનગી ક્ષેત્ર પાસેથી એકત્ર કરવામાં આવશે.
-
Union budget 2025 : દેશમાં 50 ટુરિઝમ સાઈટ્સ બનાવાશે
દેશમાં 50 ટુરિઝમ સાઈટ્સ બનાવવામાં આવશે. સાથે જ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે. વિઝા નિયમો હળવા કરવામાં આવશે.
-
Union budget 2025 : બજેટ ખૂબ જ સારું છે- પીએમ મોદીએ નાણામંત્રીની પ્રશંસા કરી
બજેટ રજૂ કર્યા પછી, વડા પ્રધાન મોદીએ નિર્મલા સીતારમણનો સંપર્ક કર્યો. પીએમ નિર્મલા સીતારમણ જ્યાં બેઠેલા હતા તે જગ્યાએ પહોંચ્યા અને સારા બજેટ માટે તેમને અભિનંદન આપ્યા. તેમણે એમ પણ કહ્યું કે બધા તમારા વખાણ કરી રહ્યા છે કારણ કે બજેટ ખૂબ સારું છે.
-
Union budget 2025 : મહત્વપૂર્ણ ખનિજો પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ
મહત્વપૂર્ણ ખનિજો પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળશે. જેનાથી હાઇટેક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે. લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન સસ્તું થશે. સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થઈ શકે છે.
-
Nirmala Sitharaman Speech: સૂક્ષ્મ ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડની જાહેરાત
સૂક્ષ્મ ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા સૂક્ષ્મ સાહસોને લાભ મળશે. 5 લાખ રૂપિયાની મર્યાદા સાથે ક્રેડિટ કાર્ડ મળશે. પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે. સૂક્ષ્મ સાહસોનો રોકડ પ્રવાહ વધશે. મોંઘી લોન પર નિર્ભરતા ઘટશે.
-
Union budget 2025 : 10 હજાર કરોડ રૂપિયાના ‘ફંડ ઓફ ફંડ્સ’ની જાહેરાત
10 હજાર કરોડ રૂપિયાના ‘ફંડ ઓફ ફંડ્સ’ની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી ઉભરતા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સ્ટાર્ટઅપનું કદ વધશે. 1.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે.
-
Union budget 2025 : રાષ્ટ્રીય ઉચ્ચ ઉપજ બીજ મિશનની જાહેરાત
સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉત્પાદન સાથે ખેડૂતોની આવક વધશે. ખેડૂતોને જંતુનાશકો પર ઓછો ખર્ચ કરવો પડશે. આબોહવા પરિવર્તનને અનુરૂપ બીજ બનાવવામાં આવશે.
-
Nirmala Sitharaman Speech: કપાસ ઉત્પાદકતા મિશનની જાહેરાત
કપાસ ઉત્પાદકતા મિશનની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી લાખો કપાસ ઉગાડતા ખેડૂતોને ફાયદો થશે. કપાસનું ઉત્પાદન વધારવા માટે પાંચ વર્ષનું મિશન છે. કપાસથી ખેડૂતોની આવક વધશે.
-
Union budget 2025 : નવી કર પ્રણાલીમાં સ્લેબ બદલાયા
નવી કર પ્રણાલીમાં સ્લેબ બદલાયા
- 4 થી 8 લાખ રૂપિયા સુધીના કરવેરા પર 5%
- 8-12 લાખ રૂપિયા પર 10% ટેક્સ
- 12 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધી 15% ટેક્સ
- 16 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધી 20% ટેક્સ
- 20 લાખ રૂપિયાથી 24 લાખ રૂપિયા સુધી 25% ટેક્સ
-
Union budget 2025 : આ વસ્તુઓ સસ્તી થશે
ભારતમાં બનેલા ટીવી, મોબાઈલ, ઇલેક્ટ્રિક કાર અને કપડાં. ચામડાની વસ્તુઓ પણ સસ્તી થશે.
-
Nirmala Sitharaman Speech: વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ મુક્તિ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ટીડીએસ-ટીસીએસ ઘટાડવામાં આવશે.
-
Union budget 2025 : 12 લાખ રુપિયા સુધી કોઇ ટેક્સ નહી લાગે
આ બજેટમાં નાણામંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ જાહેરાતથી મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. સામાન્ય લોકો માટે ખર્ચ મર્યાદા વધશે. અર્થતંત્રને વેગ મળશે.
#UnionBudget2025 | “There will be no Income Tax payable up to an income of Rs 12 Lakh,” announces FM Nirmala Sitharaman | TV9Gujarati #unionbudget #unionbudget2025 #nirmalasitharaman #parliament #parliamentbudgetsession #noincometax #incometax #budgetsession #unionbudget2025… pic.twitter.com/JpvIylMdwm
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
Nirmala Sitharaman Speech: 20,000 કરોડના પરમાણુ ઊર્જા મિશનની જાહેરાત
20,000 કરોડના પરમાણુ ઊર્જા મિશનની જાહેરાત કરવામાં આવી. 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું લક્ષ્ય છે. તેનાથી ઉર્જા ઉત્પાદન વધશે. તેલ આયાત પર નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભરતા વધશે.
-
Union budget 2025 : 5 IIT માં વધારાની માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવશે
5 IIT માં વધારાની માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. જેનાથી IITમાં શિક્ષણની ગુણવત્તા વધશે. વિદ્યાર્થીઓને સંશોધન માટે વધુ સારા વિકલ્પો મળશે.
-
Nirmala Sitharaman Speech: 36 જીવનરક્ષક દવાઓ સસ્તી થશે
બજેટમાં 36 જીવનરક્ષક દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે. સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સેવાઓને વધુ ગાઢ અને વિસ્તૃત કરશે નિકાસને વેગ આપવા માટે નિકાસ પ્રમોશન મિશન બનાવવામાં આવશે. સુધારેલી સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી 2025 માં શરૂ કરવામાં આવશે. 36 જીવનરક્ષક દવાઓ 100% કસ્ટમ ડ્યુટી ફ્રી થશે.
#UnionBudget2025 | Finance Minister Nirmala Sitharaman says, “Those suffering from Cancer, chronic or other severe diseases; I propose to add 36 life-saving drugs and medicines to the list of medicines fully exempted from basic customs duty.” | TV9Gujarati#unionbudget… pic.twitter.com/XKPlM3T8Zm
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
Union budget 2025 : આવતા સપ્તાહમાં આવશે નવું આવકવેરા બિલ
નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે આવતા અઠવાડિયે નવું આવકવેરા બિલ આવશે.
-
Nirmala Sitharaman Speech: વીમા ક્ષેત્રમાં 100 % FDI ની જાહેરાત
વીમા ક્ષેત્રમાં 100 % FDI ની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધશે. ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે, વિદેશી કંપનીઓ દ્વારા રોકાણ વધશે. પ્રીમિયમ સસ્તું થઇ શકે છે. વધુ સારું કવરેજ મળશે.
-
Nirmala Sitharaman Speech: સ્ટાર્ટઅપ્સ માટે 10 હજાર કરોડ રુપિયાના ફંડની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળની વ્યવસ્થા સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાન દ્વારા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, પહેલી વાર સરકાર પાંચ લાખ મહિલાઓ, SC અને ST ઉદ્યોગસાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.
-
Nirmala Sitharaman Speech: જળ જીવન મિશનનો વિસ્તાર કરવામાં આવશે
જળ જીવન મિશનનો વિસ્તાર કરવામાં આવશે. જે અંતર્ગત દેશના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળશે.
-
union budget 2025 : બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે
સીતારમણે કહ્યું છે કે બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. પશ્ચિમ કોશી નહેર માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
-
Nirmala Sitharaman Speech: ફૂટવેર માટેની યોજનાઓ તૈયાર
નાણામંત્રીએ કહ્યું કે ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્ર માટે સહાય ઉપરાંત, લેધર સિવાયના ફૂટવેર માટે પણ એક યોજના છે. 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસની અપેક્ષા છે.
A focused products scheme will be introduced to support India’s footwear and leather sector#UnionBudget2025 #UnionBudget #ParliamentSession #Budget2025 #Budget #BudgetSession #NirmalaSitharaman #TV9Gujarati #TV9News pic.twitter.com/mboV2DTC0q
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
Nirmala Sitharaman Speech: મેડિકલ કોલેજમાં બેઠકો વધારવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે મેડિકલ વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આવતા વર્ષથી મેડિકલ કોલેજમાં 10 હજાર બેઠકો વધારવામાં આવશે.
10,000 additional seats will be introduced in medical colleges and hospitals #UnionBudget2025 #UnionBudget #ParliamentSession #Budget2025 #Budget #BudgetSession #NirmalaSitharaman #TV9Gujarati #TV9News pic.twitter.com/wsMXnEvgBC
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
Nirmala Sitharaman Speech: ભારતીય પોસ્ટને લઇને મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટને એક મોટા જાહેર લોજિસ્ટિક્સ સંગઠનમાં પરિવર્તિત કરવામાં આવશે.
-
Nirmala Sitharaman Speech: IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે
IIT ની ક્ષમતામાં વધારો થયો છે. 5 IIT માં વધારાના માળખાગત સુવિધાઓ બનાવવામાં આવશે, IIT પટનાનો વિસ્તાર કરવામાં આવશે.
-
Nirmala Sitharaman Speech: 1 લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર ભંડોળ બનાવવામાં આવશે
1 લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર ભંડોળ બનાવવામાં આવશે, જેના પગલે શહેરી વિકાસ ઝડપી બનશે.
-
Nirmala Sitharaman Speech: કઠોળમાં આત્મનિર્ભર બનવા માટે 6 વર્ષનો કાર્યક્રમ
નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કઠોળમાં આત્મનિર્ભર બનવા માટે છ વર્ષનો કાર્યક્રમ શરૂ કરશે, જેમાં ખાસ કરીને તુવેર, અડદ અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શાકભાજી અને ફળોનું ઉત્પાદન વધારવા અને પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
6-year mission aimed at achieving self-reliance in pulses: Union Finance Minister Nirmala Sitharaman #UnionBudget2025 #UnionBudget #ParliamentSession #Budget2025 #Budget #BudgetSession #NirmalaSitharaman #TV9Gujarati #TV9News pic.twitter.com/4udnvqrXpg
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
Nirmala Sitharaman Speech: સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવશે
સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવશે. જેના કારણે સરકારી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ સરળ બનશે . બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. ઓનલાઈન આરોગ્ય સેવા વધુ સારી બનશે. ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ વધશે. ટેલિકોન્સલ્ટન્સી વધુ સારા ડોકટરોને જોડવામાં મદદ કરશે.
-
Nirmala Sitharaman Speech: બજેટમાં આ જાહેરાતો કરાઇ
નાણામંત્રીએ પ્રધાનમંત્રી ધન ધ્યાન કૃષિ યોજનાની જાહેરાત કરી, જે ઓછી ઉપજ, આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેશે. આનાથી ૧.૭ કરોડ ખેડૂતોને ફાયદો થશે. તેમણે કહ્યું કે સુધારાઓ હેઠળ કર, વીજળી, કૃષિ, ખાણકામ અને શહેરી ક્ષેત્રોમાં સુધારાઓને આગળ વધારવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે વિકસિત ભારત હેઠળના અમારા લક્ષ્યોમાં ગરીબી દૂર કરવી, 100 ટકા ગુણવત્તાયુક્ત શિક્ષણ, સસ્તું અને વ્યાપક આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. આગામી પાંચ વર્ષ વિકાસને વેગ આપવા માટે એક અનોખી તક રજૂ કરશે. આ બજેટનો ઉદ્દેશ પરિવર્તનકારી સુધારાઓને આગળ વધારવાનો છે.
Kisan Credit Cards will continue to facilitate short-term loans for 7.7 crore farmers, fishermen, and dairy farmers #UnionBudget2025 #UnionBudget #ParliamentSession #Budget2025 #Budget #BudgetSession #NirmalaSitharaman #TV9Gujarati #TV9News pic.twitter.com/YxcIbgN6RI
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
Nirmala Sitharaman Speech: સક્ષમ આંગણવાડી 2.0ની જાહેરાત
બજેટમાં નિર્મલા સીતારમણે સક્ષમ આંગણવાડી 2.0ની જાહેરાત કરી છે. જેનાથી 2.8 કરોડ લોકોને ફાયદો થશે.
-
Nirmala Sitharaman Speech: MSME માટે ક્રેડિટ ગેરંટી કવર વધશે
MSME માટે ક્રેડિટ ગેરંટી કવર વધશે. નાના ઉદ્યોગપતિઓને વધુ લોન મળશે. ગેરંટી વિના 10 કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે. જેના પગલે રોજગારની તકો વધશે . બેંકો સરળતાથી લોન આપશે.
-
Nirmala Sitharaman Speech: કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારી 5 લાખ કરાઇ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
-
Nirmala Sitharaman Speech: અર્થવ્યવસ્થાને ગતિ આપવા પર અમારો ભાર – નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં આપણે અર્થતંત્રને વેગ આપીશું.
FM Nirmala Sitharaman proposed development measures span 10 broad areas, focussing on the poor, youth, farmers and women#UnionBudget2025 #UnionBudget #ParliamentSession #Budget2025 #Budget #BudgetSession #NirmalaSitharaman #TV9Gujarati #TV9News pic.twitter.com/G0Oi6sgIqb
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
અમારું ધ્યાન ‘GYAN’ પર છે- નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે અમારું ધ્યાન ‘GYAN પર છે. નાણામંત્રીએ કહ્યું કે 10 વર્ષમાં આપણે બહુપક્ષીય વિકાસ હાંસલ કર્યો છે.
-
union budget 2025 : ગરીબો, સ્વાસ્થ્ય સુવિધા, રોજગારો પર અમારુ ધ્યાન
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની શરુઆતમાં જણાવ્યુ કે અમે ગરીબો, સ્વાસ્થ્ય સુવિધા, રોજગારો પર અમારુ ધ્યાન આપીએ છીએ. વિકસિત ભારત બનાવવા પર અમારુ જોર વધુ રહેશે.
-
સંસદમાં બજેટ રજૂ થતા પહેલા થયા સૂત્રોચ્ચાર
સંસદમાં બજેટ રજૂ થતા પહેલા વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. સંસદમાં બજેટ રજૂ થતા પહેલા સૂત્રોચ્ચાર થયા.
-
કેબિનેટ બેઠકમાં PM મોદીનું બજેટ પર નિવેદન
કેબિનેટ બેઠકમાં PM મોદીએ બજેટ પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આ બજેટ સામાન્ય માણસનું બજેટ છે.
-
Budget 2025 : નાણામંત્રી સીતારમણનું ભાષણ કયા વર્ષે, કેટલું લાંબુ હતું ?
- 2024 (જુલાઈ) – 85 મિનિટ
- 2024 (ફેબ્રુઆરી) – 56 મિનિટ
- 2023- 87 મિનિટ
- 2022- 92 મિનિટ
- 2021- 110 મિનિટ
- 2020- 160 મિનિટ
-
Budget 2025 : કેબિનેટે બજેટને મંજૂરી આપી
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેબિનેટ બેઠક છોડીને રવાના થઇ ગયા છે. કેબિનેટે બજેટને મંજૂરી આપી દીધી છે.
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નિર્મલા સીતારમણને દહીં ખવડાવ્યુ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નિર્મલા સીતારમણને દહીં ખવડાવ્યુ.
President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary ‘dahi-cheeni’ (curd and sugar) ahead of her Budget presentation.
Union Finance Minister Nirmala Sitharaman will present her 8th consecutive #UnionBudget, today in Parliament… pic.twitter.com/uHQgfGkBoH
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન છોડીને રવાના થઇ ગયા, હવે તે સંસદમાં જઈ રહી છે. અહીં તેઓ કેબિનેટ બેઠકમાં હાજરી આપશે જ્યાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
-
નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેરી સફેદ સાડી
નાણામંત્રી સીતારમણે દુલારી દેવી દ્વારા ભેટમાં મળેલી મધુબની આર્ટ સાડી પહેરી છે. દુલારી દેવીને 2021 માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. દુલારી દેવીએ નાણામંત્રીને સાડી ભેટમાં આપી અને બજેટના દિવસે તેને પહેરવાનું કહ્યું હતુ.
Union Finance Minister Nirmala Sitharaman and MoS Finance Pankaj Chaudhary meet President Droupadi Murmu at Rashtrapati Bhavan. The #UnionBudget2025 will be presented at the Parliament today. #UnionBudget2025 #UnionBudget #ParliamentSession #Budget2025 #Budget #BudgetSession… pic.twitter.com/8gyNbrIxsz
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
-
બજેટ પહેલા શેરબજાર વધારા સાથે ખુલ્યું
બજેટ પહેલા શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં છે. સેન્સેક્સ 137 પોઈન્ટ વધ્યો છે. નિફ્ટીમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે.
-
Union Budget 2025 LIVE: બજેટ પહેલા શેરબજાર વધારા સાથે ખુલ્યું
બજેટ પહેલા શેરબજાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં છે. સેન્સેક્સ 137 પોઈન્ટ વધ્યો છે. નિફ્ટીમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે.
-
Union Budget 2025 LIVE: બજેટની કોપી સંસદ ભવન પહોંચી
#WATCH | Delhi | Copies of #UnionBudget2025 are brought to parliament as Union Finance minister Nirmala Sitharaman will today table her 8th Union Budget, for the fiscal year 2025-26, in Lok Sabha pic.twitter.com/AKWZQYTExW
— ANI (@ANI) February 1, 2025
(Credit Source : @ANI)
-
Union Budget 2025 LIVE: થોડીવારમાં કેબિનેટ બેઠક
કેબિનેટની બેઠક સવારે 10.25 વાગ્યે સંસદ ભવનમાં યોજાશે, જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
-
બજેટમાં રેલવે માટે શું હશે ?
બજેટમાં 100 અમૃત ભારત ટ્રેનો અને 10 થી વધુ વંદે ભારત ટ્રેનો ચલાવવાની જાહેરાત શક્ય છે. આ સાથે, નોન એસી કોચની સંખ્યા વધારવાની જાહેરાત પણ થઈ શકે છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, કવચ વિસ્તરણ માટે લગભગ 12 હજાર કરોડ રૂપિયા ફાળવી શકાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે રેલવેને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી થઈ શકે છે.
-
Union Budget 2025 LIVE: નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચી ગયા છે. પાંચેય વિભાગોના સચિવો પણ નાણાં મંત્રાલય પહોંચી ગયા છે. તેમાં આર્થિક બાબતો, ખર્ચ, નાણાકીય સેવાઓ, મહેસૂલ વિભાગ, રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપનના સચિવોનો સમાવેશ થાય છે.
-
પેન્શન પર શું જાહેરાત થઇ શકે ?
પેન્શન મામલે બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. બજેટમાં NPS, EPS અને UPS જેવી પેન્શન યોજનાઓ અંગે મોટી જાહેરાતો શક્ય છે. NPSમાં નિવૃત્તિ સમયે વાર્ષિકીમાં 40% ભંડોળનું રોકાણ કરવાની જરૂરિયાત નાબૂદ થઈ શકે છે.
-
Union Budget 2025 LIVE: નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય માટે રવાના થયા
નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય માટે રવાના થઈ ગયા છે. તે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે.
Delhi: Union Finance Minister Nirmala Sitharaman leaves from her residence. She will present #UnionBudget2025 at the Parliament today. #UnionBudget2025 #UnionBudget #ParliamentSession #Budget2025 #Budget #BudgetSession #NirmalaSitharaman #TV9Gujarati #TV9News pic.twitter.com/eBCkQdy7yY
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2025
(Credit Sourec : @tv9gujarati)
-
Union Budget 2025 LIVE: મોંઘવારીમાંથી રાહત આપવી એ એક મોટો પડકાર છે
દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થો, શાકભાજી, ખાદ્ય તેલ અને દૂધના ભાવમાં વધારાને કારણે તેની સીધી અસર સામાન્ય માણસના રસોડા પર પડી છે. ખરાબ હવામાનને કારણે શાકભાજી અને કઠોળના પુરવઠા પર અસર પડી અને આ વસ્તુઓ સામાન્ય માણસની થાળીમાંથી લગભગ ગાયબ થઈ ગઈ. ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો થયો હતો અને તેનું કારણ આયાત ડ્યુટીમાં વધારો હતો. ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકો પર બોજ પણ વધ્યો હતો. આવી સ્થિતિમાં મોંઘવારીથી પીડાતા લોકો બજેટમાં આવી નીતિગત જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે, જે આગામી દિવસોમાં મોંઘવારીથી રાહત આપી શકે છે.
-
Union Budget 2025 LIVE: બજેટમાં શું હશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટમાં વૃદ્ધિ વધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રેલ્વે, બંદરો અને એરપોર્ટ પર કેપેક્સ વધી શકે છે. મધ્યમ વર્ગ માટે ઘણા પગલાં લઈ શકાય છે. આવકવેરામાં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા થવાની ધારણા છે. 20% અને 30% સ્લેબમાં ફેરફારને અવકાશ છે. કોર્પોરેટ ટેક્સમાં સીધી રાહત મળવાની શક્યતા ઓછી છે.
-
Union Budget 2025 LIVE: રેલવે માટે શું હશે?
બજેટમાં 100 અમૃત ભારત ટ્રેનો અને 10થી વધુ વંદે ભારત ટ્રેનો ચલાવવાની જાહેરાત શક્ય છે. આ સાથે, નોન એસી કોચની સંખ્યા વધારવાની જાહેરાત પણ થઈ શકે છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, કવચ વિસ્તરણ માટે લગભગ 12 હજાર કરોડ રૂપિયા ફાળવી શકાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે રેલવેને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી થઈ શકે છે.
-
Union Budget 2025 LIVE: નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગ્યે બજેટ રજૂ કરશે
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ આજે રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. ગરીબ અને મધ્યમ વર્ગ મોટી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.
-
Union Budget 2025 LIVE: પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તા
કેન્દ્રીય બજેટમાં ફુગાવાના ભારણને ઘટાડવા માટે, સરકાર CII ની ભલામણ મુજબ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શકે છે. આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવે છે.
-
Union Budget 2025 LIVE: દર્શન પટનાયકે બજેટની કલાકૃતિ બનાવી
ઓડિશાના રેતી કલાકાર સુદર્શન પટનાયકે કેન્દ્રીય બજેટ 2025 પર રેતીની કલાકૃતિ બનાવી.
#WATCH | Puri, Odisha | Sand artist Sudarsan Pattnaik creates a sand sculpture on the Union Budget 2025.
Union Finance Minister Nirmala Sitharaman will present the Union Budget 2025 today. pic.twitter.com/5CBpKxDiPU
— ANI (@ANI) January 31, 2025
(Credit Source : @ANI)
-
આજે સંસદમાં બજેટ થશે રજૂ, નિર્મલા સીતારમણનું આઠમું બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કરશે. આ મોદી ૩.૦ નું પહેલું પૂર્ણ બજેટ હશે અને નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ આઠમું બજેટ હશે, જે દેશના કોઈપણ નાણામંત્રી માટે એક નવો રેકોર્ડ છે.
Published On - Feb 01,2025 6:53 AM





