કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દ્વારા 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-2023 (Union Budget 2022) રજૂ કરવામાં આવશે. દર વર્ષની જેમ કરદાતાઓ આવકવેરા સ્લેબ (Income Tax Slab) સંબંધિત બજેટની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવકવેરા સ્લેબ સિસ્ટમનો અર્થ એ છે કે આવકની વિવિધ શ્રેણીઓ માટે અલગ-અલગ કર દરો સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને કરદાતાની આવકમાં વધારા સાથે આ દરમાં સતત વધારો થતો જાય છે. દર વર્ષે જ્યારે વિત્ત મંત્રી સંસદમાં બજેટ રજૂ કરે છે ત્યારે અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સામાન્ય જનતા નવી ઘોષણાઓ પર ધ્યાન લગાઈને બેઠા હોય છે.
વ્યક્તિગત કરદાતાઓને ત્રણ શ્રેણીઓ
હાલના ટેક્સ સ્લેબ પર કરીએ એક નજર
ઇન્કમ ટેક્સ સ્લેબ સિસ્ટમના આધારે વ્યક્તિગત કરદાતાઓ પાસેથી ટેક્સ વસૂલે છે. સ્લેબ સિસ્ટમનો અર્થ છે આવકની વિવિધ શ્રેણી માટે અલગ-અલગ ટેક્સ દર નિર્ધારિત કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે કરદાતાની આવકમાં વધારા સાથે ટેક્સ રેટ પણ સતત વધતા જાય છે. આ પ્રકાર ઈન્કમ ટેક્સ સિસ્ટમ દેશમાં પ્રગતિશીલ અને ન્યાયી કર પ્રણાલીને સક્ષમ બનાવે છે.
ગત બજેટમાં(Budget 2021-22) કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જો કે, બજેટ 2020-21માં નાણામંત્રી દ્વારા નવું કર માળખું રજૂ કરવામાં આવ્યું હતું. નવા માળખામાં, વ્યક્તિ ઓછા દરે ટેક્સ ચૂકવી શકે છે, પરંતુ કેટલીક છૂટછાટ જતી કરવી પડશે. જૂના કર માળખા હેઠળ, લોકો વર્તમાન કર પ્રમાણે ચુકવણી ચૂકવવાનું ચાલુ રાખી શકે છે અને તેમને લાગુ પડતી કોઈપણ છૂટનો દાવો પણ કરે છે.
New Tax Regime vs Old Tax Regime
નવું ટેક્સ માળખું | વાર્ષિક આવક (Rs.) | જૂનું ટેક્સ માળખું |
Nil | 2.5 લાખ સુધી | Nil |
5% | 2.5 – 5 લાખ | 5% |
10% | 5 – 7.5 લાખ |
20% |
15% | 7.5 – 10 લાખ | |
20% | 10 – 12.5 લાખ | 30% |
25% | 12.5 – 15 લાખ | |
30% | 15 લાખ થી વધારે |
આ પણ વાંચો:
આ પણ વાંચો: