AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2023-24 : કૃષિક્ષેત્રે હરિયાળી ! ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 8,278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે

Gujarat Budget 2023-24 : કૃષિક્ષેત્રે હરિયાળી ! ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ
Farmers Welfare and Cooperation Department
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 8:23 PM
Share

કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યુહ અપનાવ્યો છે વાવણી થી વેચાણ સુધી સરકારે જ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. જેમાં બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસર્સીંગ, એગોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ‘ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવા અંગે આ વખતના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે કૃષિ અને કે ખેડૂત કલ્યાણ માટે 21,605 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે 61 લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે 12 હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે.
  • ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 8,278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે

પાક કૃષિ વ્યવસ્થા માટે શું છે જોગવાઈ?

  • ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 615 કરોડની જોગવાઇ.
  • વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 400 કરોડની જોગવાઈ.
  • કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 250 કરોડની જોગવાઇ.
  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી નિભાવ ખર્ચ માટે સહાય આપવા 203 કરોડની જોગવાઇ.
  • એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 200 કરોડની જોગવાઇ,
  • ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ
  • સ્માર્ટ ફાર્કીંગની યોજના અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે 50 કરોડની જોગવાઇ,
  • ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય, પ્રચાર-પ્રસાર વગેરે માટે 235 કરોડની જોગવાઈ
  • નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ.
  • ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન યોજના માટે 2 કરોડની જોગવાઇ.
  • શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા 2 કરોડની જોગવાઈ.

બાગાયત

  • ફળ પાક ઉત્પાદકતા વધારવા અને બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુરત કરવા નર્સરી વિકાસ માટે સહાય આપવા કુલ 65 કરોડની જોગવાઇ.
  • બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકિય સુવિધા ઊભી કરવા 40 કરોડની જોગવાઇ.
  • નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન હેતુ ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે 6 કરોડની જોગવાઇ.
  • મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના માટે 5 કરોડની જોગવાઇ.
  • અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે 3 કરોડની જોગવાઇ.

કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન

કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનું યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઑર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષિણ કાર્ય અને સંશોધન માટે 1153 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પશુપાલન

  • ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે 109 કરોડની જોગવાઈ.
  • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે 62 કરોડની જોગવાઈ
  • દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 12 કરોડની જોગવાઈ.
  • કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ની સેવાઓ માટે 10 કરોડની જોગવાઈ
  •  રાજ્યમાં 150 નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા 10 કરોડની જોગવાઈ

મત્સ્યોધોગ

  • દાવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે 640 કરોડની જોગવાઈ. સાગરખેડુઓને ડિઝલ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે 453 કરોડની જોગવાઈ.
  • પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે 155 કરોડની જોગવાઈ.
  •  દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારિત મત્સ્યોધોગના વિકાસ માટે 117 કરોડની જોગવાઈ.

સહકાર

  • ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા 3 લાખ સુધીના ટૂંકી મુદ્તનું પાક ધિરાણ પર વ્યાજ સહાય પેટે 1270 કરોડની જોગવાઇ.
  • પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સભ્ય માટે 124 કરોડની જોગવાઈ,
  • બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા સહાય માટે 38 કરોડની જોગવાઇ,
  • કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા 23 કરોડની જોગવાઇ.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">