Budget 2022 : ગ્રોસ, ટેક્સેબલ અને નેટ ઇન્કમ શું છે? બજેટમાં આ શબ્દો સાંભળવા મળશે

|

Feb 01, 2022 | 7:06 AM

કરપાત્ર આવક(Taxable Income), કુલ આવક(Gross Income), ચોખ્ખી આવક(Net Income)... બજેટ પહેલાં આ શબ્દોનો અર્થ સમજીલો

Budget 2022 :  ગ્રોસ, ટેક્સેબલ અને નેટ ઇન્કમ શું છે? બજેટમાં આ શબ્દો સાંભળવા મળશે
બજેટમાં આવકવેરા સંબંધિત આમ આદમીની ઘણી અપેક્ષાઓ છે.

Follow us on

Budget 2022 : દેશનું બજેટ આજે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. દર વખતની જેમ આ વખતે પણ સરકાર આવકવેરા(Income Tax) સંબંધિત કેટલીક ઘોષણા કરશે. આ વખતે એવો પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે કર મુક્તિની મર્યાદા વધારી કરી શકાય છે અને કલમ 80 સી હેઠળની મુક્તિ અપેક્ષિત જાહેર થઈ શકે છે. આ અંગે ઘોષણાઓ થતાં જ તમને આવક સંબંધિત કેટલાક શબ્દો સાંભળવામાં આવી શકે છે જેમ કે કરપાત્ર આવક(Taxable Income), કુલ આવક(Gross Income), ચોખ્ખી આવક(Net Income)… બજેટ આવે તે પહેલાં આનો અર્થ સમજીલો જેથી બજેટની ઘોષણાઓ સમજવામાં સરળ થઈ શકે.

કુલ આવક (Gross Income )શું છે?

કુલ પગાર એ રકમ છે જે તમને કંપની તરફથી પગાર તરીકે પ્રાપ્ત થાય છે. કુલ પગારમાં મૂળભૂત પગાર, HRA (મકાન ભાડુ ભથ્થું), મુસાફરી ભથ્થું, મોંઘવારી ભથ્થું અથવા DA, વિશેષ ભથ્થું, અન્ય ભથ્થું, રજા એન્કેશમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. કરપાત્ર આવકની ગણતરી માટે કુલ આવક જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પહેલું પગલું છે. તમારી કુલ આવક કેટલી છે તે તમારી કંપની દ્વારા આપવામાં આવેલા ફોર્મ -16 માં લખાયેલું છે.

ચોખ્ખી આવક(Net Income) એટલે શું?

જ્યારે તમે આઈટીઆર(ITR) ફોર્મ ભરો છો ત્યારે કેટલાક પ્રારંભિક મુદ્દાઓ ભર્યા પછી જ તમારી સામે નેટ સેલેરીનું કોલમ મળશે. તમારે તેને ભરવાનું નથી તે ઓટો ફીલ થાય છે પરંતુ સવાલ એ છે કે આ માહિતી શું દર્શાવે છે. હકીકતમાં જ્યારે તમારો કુલ પગાર રજા મુસાફરી ભથ્થું, મકાન ભાડા ભથ્થું, એન્કેશમેન્ટ લિવ જેવા બધા ભથ્થામાંથી બાદ કરવામાં આવે છે તો તે તમારું નેટ સેલેરી બની જાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કરપાત્ર આવક (Taxable Income) એટલે શું?

જ્યારે તમારો ચોખ્ખો પગાર આવે છે ત્યારે તમારી બચત અને કપાત તેમાંથી કાપવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયા ઘટાડાય છે તેવી જ રીતે 80 સી હેઠળ કરેલું રોકાણ તમારા વતી કર બચાવવા માટે કાપવામાં આવે છે. આરોગ્ય માટેનું પ્રીમિયમ અને તમારા વતી આપેલ જીવન વીમા જવી રકમ ઘટાડવામાં આવે છે. અમુક પ્રકારની જો તમે તબીબી ખર્ચ બતાવો છો તો તે પણ ઘટાડો થાય છે. બીજી તરફ કોઈપણ સંપત્તિમાંથી થતી આવક અથવા અન્ય સ્રોતની આવક તેમાં ઉમેરવામાં આવે છે. આ બધા પછી આવકવેરામાં છૂટની રકમ સીધી કાપવામાં આવે છે. આવક જે આ બધા પછી બાકી છે તે કરપાત્ર આવક છે જેના આધારે તમારે ટેક્સ ભરવો પડશે.

આ પણ વાંચો :  Budget 2022 : આ એપ્લિકેશન બજેટની દરેક માહિતી આપશે,જાણો તમે ક્યાંથી જોઈ શકશો BUDGET LIVE

 

આ પણ વાંચો : Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ

 

Next Article