Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ

તમારે ત્રણ ટેક્સ ચૂકવવા પડે છે. રોકાણકારો બજેટમાંથી અપેક્ષા રાખે છે કે STT સમાપ્ત થશે અને બીજું - LTCG ઘટશે.

Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ
share market trading
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:00 AM

Budget 2022 :  શેરબજારમાંથી થતી કમાણી પર કેટલો ટેક્સ લાગે છે? ઘણીવાર નવા રોકાણકારોને આ પ્રશ્નનો સતાવે છે. શેરબજારમાંથી થતી કમાણી પર ત્રણ ટેક્સ લાગે છે. આ ટેક્સ રોકાણકારોને પરેશાન કરે છે. રોકાણકારોને આશા છે કે આ વખતે ટેક્સમાં ઘટાડો થશે. આવો અમે તમને સરળ શબ્દોમાં જણાવીએ કે કેટલો અને કેટલો ટેક્સ ભરવો પડે છે.

ધારો કે તમે એક વર્ષમાં શેરબજારમાંથી 5 લાખ કમાયા છો. પરંતુ માત્ર રૂ. 4.50 લાખ તમારા ખાતામાં આવશે. હકીકતમાં, આ ટ્રાન્ઝેક્શન માટે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STT અને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ એટલે કે LTCG ચૂકવવો પડતો હોય છે. આ સાથે જ કુલ કમાણી પર આવકવેરો ભરવો પડે છે. એટલે કે તમારે ત્રણ ટેક્સ ચૂકવવા પડશે. રોકાણકારો બજેટમાંથી અપેક્ષા રાખે છે કે STT સમાપ્ત થશે અને બીજું – LTCG ઘટશે.

બે ટેક્સ વસૂલવામાં આવે છે

વર્ષ 2004માં તત્કાલિન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે STTને લોંગ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે LTCG સાથે બદલ્યો હતો પરંતુ LTCGને દૂર કર્યો ન હતો. હવે રોકાણકારે કમાણી પર બંને ટેક્સ ચૂકવવા પડે છે. આ પછી બચેલી કુલ કમાણી પર આવકવેરો પણ વસૂલવામાં આવે છે. તેથી, રોકાણકારો ઈચ્છે છે કે STT નાબૂદ કરવામાં આવે અથવા LTCG ટેક્સ ઘટાડવામાં આવે. સાથે જ આર્થિક સુધારા ચાલુ રાખવાની પણ માંગ છે. આ વૃદ્ધિને વેગ આપવાનું ચાલુ રાખશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બજારની કમાણી પર લાદવામાં આવતા ટેક્સની ગણતરી સમજો

તમારા 4 લાખની કમાણીવાળા શેર વેચતી વખતે રૂ.125 STT કપાશે. એક વર્ષ પૂર્ણ થયાના એક સપ્તાહ બાદ રૂ. 5 લાખના શેર વેચવામાં આવે તો તેના પર LTCG ટેક્સ 10% એટલેકે 50000 રૂપિયા કપાશે. ધારો કે હવે તમે રૂ.3 લાખ આ સિવાય અન્ય માધ્યમથી કમાણી કરી છે. આમ તેની કુલ આવક 3 લાખ + 5 લાખ = 8 લાખ થઈ છે. તેમાંથી 50 હજાર રૂપિયા અગાઉ કાપવામાં આવ્યા હતા. આવક બચાવી 8 લાખ -50,000 = રૂ. 7.50 લાખ. હવે તમારે આ 7.50 લાખ પર ઈન્કમ ટેક્સ પણ ભરવો પડશે.

Long term Capital gains tax શું છે

જો શેરબજારમાં લિસ્ટ શેર ખરીદવાથી વેચાણના 12 મહિના પછી નફો મળે છે તો તેને લાંબા ગાળાના મૂડી લાભ (Long term Capital gains tax)કહેવામાં આવે છે. શેર વેચનારને આ કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. 2018ના બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ ઇક્વિટી શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના એકમોના વેચાણથી થતા નફા પર કર લાગતો ન હતો. તેને આવકવેરા નિયમોની કલમ 10 (38) હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ 2018 ના બજેટમાં સમાવિષ્ટ જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે જો એક વર્ષ પછી વેચવામાં આવેલા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના શેર અને યુનિટના વેચાણ પર એક લાખ રૂપિયાથી વધુનો મૂડી લાભ થશે તો તેના પર 10 ટકા ટેક્સ લાગશે.

આ પણ વાંચો : નામ બડે દર્શન છોટે જેવો ઘાટ આ 50 કંપનીનાં શેર રોકાણકારો માટે થયો, જાણો શું કહ્યુ નિષ્ણાંતોએ

આ પણ વાંચો : AGS Transact Technologies IPO : આ બે રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">