AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2022 : કેટલો Income Tax ભરવાનો ? જાણો વિવિધ ટેક્સ સ્લેબ વિષે સંપૂર્ણ માહિતી

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-2023 રજૂ કરવામાં આવશે. દર વર્ષની જેમ કરદાતાઓ આવકવેરા સ્લેબ(Income Tax Slab) સંબંધિત બજેટની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Union Budget 2022 : કેટલો Income Tax ભરવાનો ? જાણો વિવિધ ટેક્સ સ્લેબ વિષે સંપૂર્ણ માહિતી
Guide to Income Tax Slabs (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 3:30 PM
Share

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દ્વારા 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-2023 (Union Budget 2022) રજૂ કરવામાં આવશે. દર વર્ષની જેમ કરદાતાઓ આવકવેરા સ્લેબ (Income Tax Slab) સંબંધિત બજેટની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવકવેરા સ્લેબ સિસ્ટમનો અર્થ એ છે કે આવકની વિવિધ શ્રેણીઓ માટે અલગ-અલગ કર દરો સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને કરદાતાની આવકમાં વધારા સાથે આ દરમાં સતત વધારો થતો જાય છે. દર વર્ષે જ્યારે વિત્ત મંત્રી સંસદમાં બજેટ રજૂ કરે છે ત્યારે અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સામાન્ય જનતા નવી ઘોષણાઓ પર ધ્યાન લગાઈને બેઠા હોય છે.

વ્યક્તિગત કરદાતાઓને ત્રણ શ્રેણીઓ

  • જેમની ઉંમર 60 વર્ષથી ઓછી છે. આ શ્રેણીમાં નિવાસી અને બિન-નિવાસી ભારતીયો બંનેનો સમાવેશ થાય છે.
  • ભારતીય નિવાસી વરિષ્ઠ નાગરિકો, જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના છે.
  • નિવાસી વરિષ્ઠ નાગરિકો કે જેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે.

હાલના ટેક્સ સ્લેબ પર કરીએ એક નજર 

ઇન્કમ ટેક્સ સ્લેબ સિસ્ટમના આધારે વ્યક્તિગત કરદાતાઓ પાસેથી ટેક્સ વસૂલે છે. સ્લેબ સિસ્ટમનો અર્થ છે આવકની વિવિધ શ્રેણી માટે અલગ-અલગ ટેક્સ દર નિર્ધારિત કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે કરદાતાની આવકમાં વધારા સાથે ટેક્સ રેટ પણ સતત વધતા જાય છે. આ પ્રકાર ઈન્કમ ટેક્સ સિસ્ટમ દેશમાં પ્રગતિશીલ અને ન્યાયી કર પ્રણાલીને સક્ષમ બનાવે છે.

ગત બજેટમાં(Budget 2021-22) કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જો કે, બજેટ 2020-21માં નાણામંત્રી દ્વારા નવું કર માળખું રજૂ કરવામાં આવ્યું હતું. નવા માળખામાં, વ્યક્તિ ઓછા દરે ટેક્સ ચૂકવી શકે છે, પરંતુ કેટલીક છૂટછાટ જતી કરવી પડશે. જૂના કર માળખા હેઠળ, લોકો વર્તમાન કર પ્રમાણે ચુકવણી  ચૂકવવાનું ચાલુ રાખી શકે છે અને તેમને લાગુ પડતી કોઈપણ છૂટનો દાવો પણ કરે છે.

New Tax Regime vs Old Tax Regime 

નવું ટેક્સ માળખું  વાર્ષિક આવક (Rs.) જૂનું ટેક્સ માળખું 
Nil 2.5 લાખ સુધી  Nil 
5% 2.5 – 5 લાખ  5%
10% 5 – 7.5 લાખ 

20%

15% 7.5 – 10 લાખ 
20% 10 – 12.5 લાખ  30% 
25% 12.5 – 15 લાખ
30% 15 લાખ થી વધારે 

આ પણ વાંચો:

Gold Price Today : દુબઈમાં એક તોલા સોનાનો ભાવ 44266 રૂપિયા, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહ્યું છે સોનું

આ પણ વાંચો:

AGS Transact IPO : વર્ષ 2022 નો પહેલો IPO આજે ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">