શનિના ગોચરની વિવિધ રાશિ પર શું થશે અસર ? જાણો શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય !

જે જાતકોની કુંડળીમાં સાડાસાતી ચાલી રહી છે, તેમણે શનિને (Saturn) ખુશ રાખવા ખૂબ જરૂરી છે. તેમણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઇએ. આ રાશિના જાતકોએ અહંકાર ન કરવો જોઇએ !

શનિના ગોચરની વિવિધ રાશિ પર શું થશે અસર ? જાણો શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય !
Shanidev (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:17 AM

આજે 17 જાન્યુઆરી 2023, મંગળવારે શનિદેવ રાશિ પરિવર્તન કરશે અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવના આ પ્રકારના પરિવર્તનથી કેટલીક રાશિઓ પર સકારાત્મક અને કેટલીક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ત્યારે આવો જાણીએ કે શનિના આ ગોચરની કઈ રાશિ પર શું અસર પડશે ? અને આ સમય દરમિયાન શનિદેવની કૃપા અકબંધ રાખવા કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

શનિનું ગોચર

શનિના પોતાના 2 ઘર હોય છે એક મકર અને બીજું કુંભ. શનિદેવ અત્યાર સુધી મકર રાશિમાં હતા. હવે તે 17 જાન્યુઆરી, મંગળવારે તેમના બીજા ઘર એટલે કે કુંભમાં પ્રવેશ કરશે. આ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં 5, માર્ચ 1993માં આ સંયોગ બન્યો હતો. આ પરિવર્તનની દરેક રાશિ પર નાની-મોટી અસર ચોક્કસથી થશે. ખાસ તો એ જાતકો પ્રભાવિત થશે કે જેમને અત્યાર સુધી શનિની સાડાસાતી ચાલી રહી હતી.

શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?

સાડાસાતીમાં શું રાખશો ધ્યાન ?

જ્યોતિષીઓના મત પ્રમાણે અંતરિક્ષમાં શનિના આ પ્રકારના પરિવર્તનથી દરેક લગ્ન અને રાશિના જાતકો પર તેની અસર થશે. ધન રાશિના જાતકોની સાડાસાતી પૂર્ણ થશે. હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોની સાડાસાતી ચાલું થશે. જે પણ રાશિના જાતકોની સાડાસાતી અત્યાર સુધી ચાલી રહી હતી તેમણે 17 જાન્યુઆરીના દિવસે સર્વ પ્રથમ ગંગા સ્નાન કરવું જોઇએ. અત્યાર સુધી જે પ્રકારની ધીરજથી કાર્ય કર્યુ છે એ દરમ્યાન ઘટેલી ઘટનાઓમાંથી શીખ લઇને આગળ વધવું જોઇએ. શનિને સેવા ખૂબ પસંદ છે. એટલે જે જાતકોની રાશિમાં સાડાસાતીની શરૂઆત થઇ હોય તેમણે ગરીબો, દર્દીઓની મદદ કરવી જોઇએ. તેનાથી તેમને ફાયદો થશે.

શનિને ખુશ કરવાના ઉપાયો

જે જાતકોની કુંડળીમાં સાડાસાતી ચાલી રહી છે, તેમણે શનિને ખુશ રાખવા ખૂબ જરૂરી છે. તેમણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઇએ. આ રાશિના જાતકોએ અહંકાર ન કરવો જોઇએ. તેમજ પોતાનાથી ઉપરી લોકોને પ્રસન્ન રાખવા જોઇએ અને આત્મવિશ્વાસની સાથે કાર્ય કરવું જોઇએ. હવે આવો, એ જાણીએ કે આ ગોચરની વિવિધ રાશિઓ પર શું થશે અસર !

મેષ રાશિ

આર્થિક દૃષ્ટિએ જોઇએ તો તમારા માટે આવકના નવા સ્તોત્ર ખુલશે. સાથે જ શારીરિક મહેનત કરવી પડશે.

વૃષભ રાશિ

કર્મક્ષેત્રમાં પરિવર્તનની શક્યતા છે. કારકિર્દીમાં ઉન્નતિ થશે. પરંતુ, કાર્યક્ષેત્રમાં ટ્રાન્સફરની (બદલીની) શક્યતા છે.

મિથુન રાશિ

નસીબના દરવાજા ખૂલી જશે. નવા અવસરો મળશે તેમજ પિતૃઓની સંપત્તિનો લાભ પણ મળશે.

કર્ક રાશિ

ભાગીદારીમાં વ્યાપાર કરી રહ્યા હોવ તો તેમણે તાલમેલ બનાવીને ચાલવું પડશે. દાંપત્યજીવનમાં પણ તાલમેલ સારો રાખવો જોઇએ.

સિંહ રાશિ

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું. રોગ પ્રત્યે બેદરકારી ન રાખવી. અહંકારથી બચવું.

કન્યા રાશિ

પડકારો સામે વિજય મળશે. દેવું લેવાથી બચવું.

તુલા રાશિ

સમજદારી વધશે. પેટ સંબંધિત રોગોથી સાવધાની રાખવી પડશે. બહારનું ખાવાપીવાથી સાચવવું પડશે.

વૃશ્ચિક રાશિ

સુખમાં વૃદ્ધિ થશે. મકાન, વાહનનું સુખ મળશે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે.

ધન રાશિ

પ્રતિભાનો વિકાસ થશે. નાની નાની યાત્રાઓ કરવી.

મકર રાશિ

બેન્ક બેલેન્સ વધશે. વાણીને મધુર રાખજો. કોઇનું મન દુભાય એવું કોઇ કાર્ય ન કરવું.

કુંભ રાશિ

માનસિક રીતે મજબૂત રહેવું પડશે. કઠોર પરિશ્રમ કરવાથી દૂર ન ભાગવું.

મીન રાશિ

યાત્રાઓ કરવી પડશે. ખર્ચ ઓછા કરવા પડશે. દુર્ઘટનાઓથી સાવધાની રાખવી.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">